બુલંદશહર હિંસા/ STFના રિપોર્ટ પછી SSP સહિત ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ

એક વાયરલ વીડિયોના આધારે એક સૈનિક જિતેનદ્ર મલિકની ભૂમિકાની તપાસ થઈ રહી છે, એફઆઈઆરમાં પણ તેનું નામ

divyabhaskar.com | Updated - Dec 08, 2018, 03:15 PM
Three police officers, including SSP, were suspend after STF report in bulandshehr violence

- ઈન્સપેક્ટર સુબોધની હત્યા મામલે યોગીએ કહ્યું- હત્યા એક ર્દુઘટના છે

- આર્મી ચીફ રાવતે કહ્યું- જો જિતેન્દ્ર વિરુદ્ધ પુરાવા મળશે તો તેને પોલીસને સોંપી દેવામાં આવશે.

બુલંદશહર: બુલંદશહર હિંસા મામલે તપાસ કરી રહેલી ટીમ એસટીએફનો રિપોર્ટ આવ્યા પછી શનિવારે એસએસપી, સ્યાના પોલીસ સ્ટેશનના સીઓ અને ચિંગરાવઠીના ઈન્સપેક્ટરને હટાવી દેવામાં આવ્યા છે. જોકે આરોપી સૈનિક જીતેન્દ્ર મલિકની હજી ધરપકડ કરવામાં આવી નથી. આર્મી ચીફે આ વિશે કહ્યું છે કે, જો જીતેન્દ્ર સામે પુરાવા મળશે તો અમે તેને પોલીસને સોંપી દઈશું. 3 ડિસેમ્બરે સ્યાના વિસ્તારના ચિંગરાવઠી ગામમાં ગૌહત્યાની શંકા પછી હિંસા ફેલાઈ હતી જેમાં ઈન્સપેક્ટર સુબોધ સિહ અને ગામના યુવક સુમિતનું મોત થયું છે.

ઈન્સપેક્ટર સુબોધ સિંહને ગોળી મારવાના આરોપમાં સૈનિક જીતૂ મલિકની ધરપકડ થઈ હોવાની વાતને યુપી એસટીએફએ નકારી દીધી છે. ડીજીપીના પ્રવક્તા આરકે ગૌતમે જણાવ્યું કે, એક વીડિયો વાયરલ થયો છે જેમાં જીતેન્દ્ર નામનો જવાન તમંચા સાથે જોવા મળે છે. શંકા છે કે, તે પણ ઘટના સ્થળે હાજર હતો. જીતૂ ઘટના પછી તેના યુનિટ માટે જમ્મૂ રવાના થઈ ગયો હતો. યુપીની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે સેનાના અધિકારીઓ સાથે વાતચીત પછી તેની ધરપકડ કરવા એસઆઈટીની એક ટીમ જમ્મૂ રવાના કરી હતી. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુલંદશહરમાં પોલીસ ઈન્સપેક્ટરની હત્યાને એક ર્દુઘટના ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે, યુપીમાં મોબ લિંચિંગ જેવી કોઈ ઘટના બની નથી.

ગૌહત્યાની શંકામાં થઈ હતી હિંસા


બુલંદશહરમાં સોમવારે ગૌહત્યાની અફવા ફેલાઈ હતી. આરોપ છે કે, બજરંગ દળના નેતા યોગેશ રાજની આગેવાનીમાં આ હિંસા ફેલાઈ હતી. પોલીસે બે એફઆઈઆર પણ નોંધી છે. પહેલી એફઆઈઆર યોગેશની ફરિયાદના આધારે ગૌહત્યાની છે. તેમાં સાત લોકોના નામ છે. જ્યારે બીજી એફઆઈઆર હિંસા અને ઈન્સપેક્ટરની હત્યા મામલે છે. તેમાં 27 લોકો સામે નામજોગ અને અન્ય 60 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.

X
Three police officers, including SSP, were suspend after STF report in bulandshehr violence
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App