Home » National News » Desh » પિસ્તોલની અણીએ મહિલા સાથે દુષ્કર્મ| Dushkarma with woman in Patna

જેલમાં પતિને મળવા ગયેલી મહિલાની થઈ ખરાબ હાલત, પતિએ પૂછતા વ્યક્ત કરી કહાણી

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 04:56 PM

પિસ્તોલની અણીએ યુવકે બે મિત્રો સાથે મળીને મહિલા સાથે ગેંગરેપ કર્યો

 • પિસ્તોલની અણીએ મહિલા સાથે દુષ્કર્મ| Dushkarma with woman in Patna
  પીડિત મહિલા

  ઔરંગાબાદ: કેસમાં મદદ કરવાની વાત કહીને એક યુવકે તેના મિત્રની પત્ની સાથે ઓળખાણ કરી હતી. પછી તેને બસસ્ટેન્ડ મુકવા જવાના બહાને તેની બાઈક પાછળ બેસાડી હતી અને પછી ઘરમાં લાવીને જબરજસ્તી બંધક બનાવી દીધી હતી. ત્યારપછી યુવકે પિસ્તોલની અણી પર અન્ય બે મિત્રો સાથે મળીને તે મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો.

  - આ ઘટના શહેરના શાહપુર મુહલ્લાની છે. શરમના કારણે મહિલાએ આ ઘટના છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો.
  - આ સમગ્ર ઘટના વિશે ત્યારે ખુલાસો થયો જ્યારે પતિએ કડક રીતે તેની પત્નીને પૂછ્યું હતું.
  - તેનો પતિ ઔરંગાબાદ જેલમાં લૂંટના કેસમાં બંધ છે. જ્યારે મહિલા છત્તીસગઢના રામાનુજગંજમાં રહેતી હતી. તે થોડા થોડા સમયે તેના પતિને અહીં મળવા આવતી હતી.
  - આજ રીતે 19મેમાં કોર્ટમાં મુખ્ય આરોપી વિકાસે તેને જેલમાં બંધ પતિનું નામ લઈને તે એને ઓળખતો હોવાની વાત કરી હતી. ત્યારપછી તેને પોતાના ઘરમાં બંધક બનાવીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
  - શુક્રવારે મહિલાના પતિએ આ વિશે એક અરજી મહિલા પોલીસ સ્ટેશનમાં આપી છે અને કાર્યવાહીની માગણી કરી છે.
  - મહિલાએ કુટુંબામાં રહેતા વિકાસ કુમાર વર્મા, કમલેશ મહેતા અને મણિકર્ણ કુમાર પર રેપનો આરોપ લગાવ્યો છે. અરજી મેળવીને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

  મુખ્ય આરોપી વિકાસ સાથે કોર્ટમાં થઈ હતી મુલાકાત, પતિની સાથે જેલમાં


  - મહિલાના પતિ અને ઘટનાનો મુખ્ય આરોપી વિકાસ બંને ઔરંગાબાદ જેલમાં બંધ છે.
  - મહિલાએ જણાવ્યું છે કે, 19 મેના રોજ તે ઔરંગાબાદ કોર્ટમાં વકીલને મળવા ગઈ હતી. વિકાસ પણ તે સમયે કોર્ટમાં જ હતો.
  - વિકાસે મહિલાને જોઈને જ વાતચીત શરૂ કરી હતી. તેણે કહ્યું હતું કે, જેલમાં તેના પતિને છોડાવવા માટે વિકાસ તેને મદદ કરી શકે છે. ત્યારપછી મહિલાને રામાનુજગંજ જવા માટે બસસ્ટેન્ડ તરફ જવા લાગી હતી. ત્યારે જ વિકાસ ત્યાં બાઈક લઈને પહોંચ્યો હતો અને બસસ્ટેન્ડ મૂકી જવાના બહાને મહિલાને તેની બાઈક પાછળ બેસાડી હતી.
  - ત્યારપછી તેણે મહિલાને બસસ્ટેન્ડ લઈ જવાની જગ્યાએ શાહપુર મોહલ્લામાં લઈને જચો રહ્યો હતો. ત્યાં જ તેને એક ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી.

  દોઢ વર્ષની બાળકીનું નામ લઈને રડતી રહી પરંતુ આરોપીઓએ કઈ ન સાંભળ્યું


  - સાંજ થયા પછી વિકાસ તેના અન્ય બે મિત્રો કમલેશ અને મણિકર્ણ સાથે ત્યાં પરત આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, પહેલાં ત્રણેય હોટલથી જે જમવાનું લાવ્યા હતા તે મને ખવડાવ્યું અને પછી મારી સાથે જબરજસ્તી કરવા લાગ્યા હતા.
  - જ્યારે મે વિરોઝ કર્યો ત્યારે વિકાસે પિસ્તોલ કાઢીને મને અને મારા પતિને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી ત્રણેયે મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો.
  - મહિલા ઘરે તેની દોઢ વર્ષની બાળકીને મુકીને આવી હોવાની વાત કહીને રડતી રહી પરંતુ આરોપીઓએ તેની એક પણ વાત ન સાંભળી. ત્યારપછી ફરી તે જ ઘરમાં તેઓ મહિલાને બંધક બનાવીને જતા રહ્યા હતા.
  - 20મેના રોજ ફરી ત્રણેય આરોપી ત્યાં પહોંચ્યા અને કોઈને કઈ વાત કરી તો જીવથી મારી દેવાની ધમકી આપીને તેને છોડી દીધી હતી.

  જેલથી છૂટેલા પતિએ કડક રીતે પત્નીને પૂછતા તેણે કર્યો ખુલાસો


  - ઘટનાના 10 દિવસ પછી એટલેકે 30 મેએ જેલથી છૂટ્યા પછી પીડિતાનો પતિ રામાનુજગંજ તેના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી ઘરવાળાઓની વાતથી ખબર પડી કે મહિલા 19 મેના રોજ મળવા આવી હતી ત્યારે તે રાતે ઘે પરત ફરી નહતી પરંતુ બીજા દિવસે 20મેના રોજ ઘરે પાછી આવી હતી.
  - મહિલા ડરના કારણે કશુ બોલતી નહતી. પરંતુ જ્યારે પતિએ ખૂબ કડક રીતે પૂછપરછ કરી ત્યારે તેણે તે રાતનો સમગ્ર ઘટના ક્રમ જણાવ્યો હતો.
  - મહિલાના પતિએ જણાવ્યું કે, પોલીસ ફરિયાદ કર્યા પછી જીવથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

  આ પણ વાંચો: એક પિતાની સહનશક્તિની પરીક્ષા, રેપ પછી દીકરીને ઉપાડીને લઈ ગયા હોસ્પિટલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ