એક્સિડન્ટમાં સાસુ અને જમાઈ-દીકરીનો ગયો જીવ, ઉછળીને ખેતરમાં પડ્યું બાઈક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખરગોન: મંડલેશ્વર રોડ પર વેદાંત વિહાર કોલોની સામે ટ્રકે બાઈકને ટક્કર મારી દીધી હતી. બાઈક પર જઈ રહેલા સાસુ તેમની દીકરી અને જમાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ટ્રકે બાઈકને એટલી જોરથી ટક્કર મારી હતી કે, બાઈક ઉછળીને રોડ કિનારે આવેલા શેરડીના ખેતરમાં જઈને પડ્યું હતું. આ ભીષણ અકસ્માત ગુરુવારે સાંજે અંદાજે 4 વાગે થયો હતો. માનવામાં આવે છે કે, સામાન્ય વરસાદ અને બાઈકની સ્પીડના કારણે બાઈક ચાલકનું સંતૂલન બગડ્યું અને સામેથી આવતી ટ્રકની પણ સ્પીડ વધારે હોવાથી આ અકસ્માત સજાર્યો હતો.

 

ત્રણેયના ઘટના સ્થળે જ મોત


પોલીસના જણાવ્યા પ્રમાણે માકડખેડામાં રોજગાર સહાયક વિભાગમાં કાર્યરત મહિલા નમ્રતા સાંવલે તેના પતિ અર્જુન સાંવલે અને માતા રેશમ ખેડે કસરાવદ આવ્યા હતા. પતિ અને સાસુએ ઘરના સામાનની ખરીદી કરી ત્યાં સુધી નમ્રતા જનપદ પંચાયતની બેઠકમાં સામેલ થઈ હતી. આ મીટિંગ પતાવીને નમ્રતા પતિ અને મા સાથે પાછી ગામડે આવવા માટે ત્યાંથી બાઈક પર નીકળી હતી. આ દરમિયાન મંડલેશ્વર રોડ પર સામેથી આવતી ટ્રકે તેમના બાઈકને ટક્કર મારી દીધી હતી. ત્રણેયનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ટ્રક ચાલક દીપક ભસનેરને પણ ગંભીર ઈજા આવી છે. તેને 108થી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર પછી તેને જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. 

 

નમ્રતાના બે મહિના પહેલાં જ થયાં હતા લગ્ન


ગામના સરપંચ નારાયણ વર્માએ જણાવ્યું કે, તુકારામ પેંટરે 2 મહિના પહેલાં જ તેમની દીકરીના લગ્ન માલ્યાખેડીમાં રહેતા અર્જુન સાથે કરાવ્યા હતા. નમ્રતા છેલ્લા પાંચ વર્ષથી રોજગાર સહાયક વિભાગમાં કામ કરે છે. તેનો પતિ અર્જુન કરહી કન્યા શાળામાં શિક્ષક હોવાની સાથે પીએસસીની તૈયારી કરતો હતો.  

 

આ પણ વાંચો: 10 વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યા પછી હોટલના માલિક કેશવ સુરીએ કર્યા GAY મેરેજ 8.20 PM