દીકરાની હત્યામાં ફસાવવાની પ્રેમિકાએ આપી ધમકી, પ્રેમીએ લવ સ્ટોરીનો કર્યો THE-END

11 વર્ષના દીકરાની હત્યા કર્યા પછી ફસાઈ જવાના ડરથી પ્રેમીએ પ્રેમીકાને પણ ચપ્પુ મારીને હત્યા કરી દીધી

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 12:21 PM
પ્રેમીએ કર્યું પ્રેમીકા અને તેના દીકરાની હત્યા
પ્રેમીએ કર્યું પ્રેમીકા અને તેના દીકરાની હત્યા

પહેલાં પ્રેમી-પ્રેમીકાએ તેમની લવ સ્ટોરીમાં નડતર રૂપ થનાર 11 વર્ષના દીકરાની હત્યા કરી દીધી અને ત્યારપછી ફસાઈ જવાના ડરથી પ્રેમીએ પ્રેમીકાની પણ ચપ્પુ ખોસીને હત્યા કરી દીધી હતી. આટલુ જ નહીં પ્રેમીએ રાતના અંધારામાં બંનેની લાશને નદીની પાસે એક ખાડો ખોદીને તેમાં દાટી દીધા હતા.

અંબાલા: શહેરના એક ગામમાં સાત મહિના પહેલાં શરૂ થયેલી લવ સ્ટોરીનો ધી-એન્ડ આવી ગયો છે. અહીં પહેલાં પ્રેમી-પ્રેમીકાએ તેમની લવ સ્ટોરીમાં નડતર રૂપ થનાર 11 વર્ષના દીકરાની હત્યા કરી દીધી અને ત્યારપછી ફસાઈ જવાના ડરથી પ્રેમીએ પ્રેમીકાની પણ ચપ્પુ ખોસીને હત્યા કરી દીધી હતી. આટલુ જ નહીં પ્રેમીએ રાતના અંધારામાં બંનેની લાશને નદીની પાસે એક ખાડો ખોદીને તેમાં દાટી દીધા હતા. પરંતુ પોલીસે મા-દીકરાના મૃતદેહનો કબજો મેળવી લીધો છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર ઘટના...


- થોડા દિવસ પહેલાં 32 વર્ષની કમલપ્રીત તેની ચાર વર્ષની દીકરીને તેના દાદા પાસે મુકીને જતી રહી હતી. ત્યારે તે તેના 11 વર્ષના દીકરા રાહુલને તેની સાથે લઈ ગઈ હતી. 20 માર્ચના રોજ બપોરે અંદાજે ત્રણ વાગે બડા ગામ પાસે પ્રેમી સુમિત ઉર્ફે નૂટુના ઘરે પહોંચી હતી.
- અહીં આવ્યા પછી કમલપ્રીતને લાગ્યું કે તેનો દીકરો રાહુલ તેમના આડા સંબંધોમાં નડતરરૂપ થઈ રહ્યો છે. તેથી તેણે તેના દીકરા રાહુલને ચપ્પુ મારીને ઘાયલ કરી દીધો અને ત્યારપછી તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી.

સુમિતે કહ્યું- ફસાવવાની ધમકી આપતી હતી


- પોલીસ પૂછપરછમાં સુમિતે જણાવ્યું કે, જ્યારે તેણે પ્રેમીકાની વાતનો વિરોધ કર્યો ત્યારે તેણે દીકરાની હત્યામાં મને ફસાવી દેવાની વાત કરી હતી. આ વિશે તેમની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. તેથી તેણે પ્રેમીકાની પણ ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી.
- ત્રણ વાર હુમલો કરતા કમલપ્રીત લોહીલુહાણ થઈ ગઈ હતી અને ત્યારપછી તે મૃત્યુ પામી હતી. ખાસ વાત એ છે કે, આ ડબલ મર્ડર કેસની કોઈને ખબર પણ પડી નહતી. તે રાતે સુમિત બંને મૃતદેહ સાથે ઘરમાં જ રહ્યો હતો અને પછી બીજા દિવસે સવારે અમૃતસર જતો રહ્યો હતો.
- રસ્તામાં તેને બંને મૃતદેહોને ઠેકાણે કરવાનો વિચાર આવ્યો તેથી પાછો આવ્યો. રાતે 12 વાગે તે બંને મૃતદેહો બાઈકથી બેગના નદી પાસે લઈ ગયો. ત્યાં તેણે ચાર ફૂટ ઉંડો ખાડો ખોદ્યો અને તેમાં બંનેને દાટી દીધા હતા.
- પોલીસે મંગળવારે સવારે સુમિતની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને મૃતદેહોનો મેજિસ્ટ્રેટની હાજરીમાં કબજો લઈ લીધો હતો. પોલીસે હત્યામાં ઉપયોગ કરવામાં આવેલુ ચપ્પુ અને મોટરસાઈકલનો પણ કબજો લઈ લીધો છે.

મામાના ગામમાં ખુલ્યું રહસ્ય


- સુમિત બંને મૃતદેહોને દફનાવ્યા પછી મામાના ઘરે યમુનાનગરમાં આવેલા સદ્દોપુર ગામ જતો રહ્યો હતો. ત્યાં તેણે આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. સુમિતના મામાએ આ વિશે પોલીસને માહિતી આપી હતી. સદ્દોપુર ગામની પોલીસે જ સુમિતની ધરપકડ કરી લીધી હતી.

નોંધાયો હતો ગુમ થયાનો કેસ


- 21 માર્ચ ગનૌલીના હરજિંદ્ર સિંહે શહજાદપુર પોલીસને ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેની પત્ની કમલપ્રીત અને દીકરો રાહુલ બલ્લોપુર પંજાબ માટે રવાના થયા હતા. બંને શહજાદપુર બસ સ્ટોપ પહોંચ્યા ત્યારે તેમની સાથે વાત થઈ હતી. ત્યારપછી તેઓ ઘરે પહોંચ્યા નથી.
- તેણે શંકા વ્યક્ત કરી હતી કે તેની પત્ની અને દીકરાને સુમિત નામના વ્યક્તિએ ગાયબ કર્યા છે. પોલીસે મા-દીકરાની ગુમ થયાની ફરિયાદ નોંધી લીધી હતી. સુમિત અને પતિ હરજિંદ્ર બંને કેટરિંગનું કામ કરતા હતા.
- એક વર્ષ પહેલાં સુમિતનું હરજિંદ્રના ઘરે આવવા-જવાનું શરૂ થયું હતું. સાત મહિના પહેલાં કમલપ્રીત અને સુમિત વચ્ચે આડાસંબંધો બન્યા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

પોલીસે આરોપીની કરી લીધી ધરપકડ
પોલીસે આરોપીની કરી લીધી ધરપકડ
નદીની બાજુમાં આરોપીએ બંનેના મૃતદેહ દાટ્યા હતા.
નદીની બાજુમાં આરોપીએ બંનેના મૃતદેહ દાટ્યા હતા.
11 વર્ષના રાહુલની પણ હત્યા કરવામાં આવી
11 વર્ષના રાહુલની પણ હત્યા કરવામાં આવી
X
પ્રેમીએ કર્યું પ્રેમીકા અને તેના દીકરાની હત્યાપ્રેમીએ કર્યું પ્રેમીકા અને તેના દીકરાની હત્યા
પોલીસે આરોપીની કરી લીધી ધરપકડપોલીસે આરોપીની કરી લીધી ધરપકડ
નદીની બાજુમાં આરોપીએ બંનેના મૃતદેહ દાટ્યા હતા.નદીની બાજુમાં આરોપીએ બંનેના મૃતદેહ દાટ્યા હતા.
11 વર્ષના રાહુલની પણ હત્યા કરવામાં આવી11 વર્ષના રાહુલની પણ હત્યા કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App