Home » National News » Desh » Thousand years old famous Bhoramdev temple of Chhattisgarh bent down to 20 degree

હજારો વર્ષ જૂનું વિશ્વપ્રસિદ્ધ ભોરમદેવ મંદિર સંકટમાં, 20 ડિગ્રી સુધી ઝૂકી ગયું

Divyabhaskar.com | Updated - Jun 15, 2018, 01:39 PM

બીજું ખજૂરાહો કહેવામાં આવતા આ મંદિરનો ઢાંચો એક તરફ ઝુકવા લાગ્યો છે

 • Thousand years old famous Bhoramdev temple of Chhattisgarh bent down to 20 degree
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભોરમદેવ મંદિરને બીજું ખજૂરાહો કહેવામાં આવે છે.

  રાયપુર: છત્તીસગઢનું વિશ્વપ્રસિદ્ધ ભોરમદેવ મંદિરનું અસ્તિત્વ આજે સંકટમાં છે. બીજું ખજૂરાહો કહેવામાં આવતા આ મંદિરનો ઢાંચો એક તરફ ઝૂકવા લાગ્યો છે. છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં સ્થિત ઐતિહાસિક મહત્વ ધરાવતી આ પ્રાચીન ધરોહરના સંરક્ષણ માટે વડાપ્રધાન ઓફિસે પણ નિર્દેશ આપ્યા હતા. પુરાતત્વ વિભાગની સ્પેશિયલ ટીમ આ માટે રચવામાં આવી, પરંતુ ઉદાસીનતાને કારણે એક શાનદાર ધરોહર ધીમે-ધીમે ધરાશાયી થવા જઇ રહી છે.

  આ પણ વાંચો: 100 વર્ષ જૂનું છે આ મંદિર, ઊતરી ગયું છે જમીનથી 8 ફૂટ ઊંડે

  મંદિરની સુંદરતા, વિશાળતા અને ભવ્યતા મોહિત કરે તેવી છે

  - મેકલ પર્વતમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરમાં ખજૂરાહો મંદિરની જેમ કામ-કલાની વિભિન્ન મુદ્રાઓ કંડારવામાં આવી છે. અનેક મૂર્તિઓને જોઇને એવો ભ્રમ થઇ જાય છે કે ક્યાંક આપણે ખજૂરાહોમાં તો નથી.

  - જોનારો તેને જોતો જ રહી જાય છે અને તેની સુંદરતા, વિશાળતા અને ભવ્યતા મોહિત કરે તેવી છે. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ આવેલું છે.
  - પુરાતત્વવિદોએ એ વાતની પુષ્ટિ કરી છે કે વિભિન્ન કારણોસર આ મંદિર લગભગ 20 ડિગ્રી સુધી ઝૂકી ગયું છે અને તેનો ઝુકાવ સતત ચાલુ છે. વડાપ્રધાન ઓફિસે નિર્દેશ આપ્યા પછી પણ આ મંદિરને બચાવવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

  દસમી સદીમાં થયું હતું મંદિરનું નિર્માણ

  - છત્તીસગઢની રાજધાની રાયપુરથી 125 કિમી દૂર કબીરધામ જિલ્લાના ચોરાગામમાં આવેલા ભોરમદેવ મંદિરનું નિર્માણ દસમી સદીમાં છઠ્ઠા ફણી નાગવંશી રાજા ગોપાલદેવના શાસનકાળમાં થયું હતું.

  - એવી માન્યતા છે કે ગૌડ રાજાઓના દેવતા ભોરમદેવ હતા, જે ભગવાન શિવનું જ એક નામ છે. તેના કારણે મંદિરનું નામ ભોરમદેવ પડ્યું. તેની બનાવટ ઘણી હદે ખજૂરાહો જેવી છે અને કેટલાક અંશે કોણાર્ક મંદિરને મળતી આવે છે.
  - મંદિરની બહારની દીવાલો પર ભગવાન શિવની લીલાઓ, શ્રીહરિ વિષ્ણુના વિવિધ અવતારો અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારેલી છે. યોદ્ધાઓની પણ મૂર્તિઓ છે. આ ઉપરાંત, કામકલાની વિવિધ મુદ્રાઓ દર્શાવતી તમામ મૂર્તિઓ છે, જેની સરખામણી ખજૂરાહો સાથે કરવામાં આવે છે.
  - મંદિરના કિનારે એક મોટું સરોવર છે, જ્યારે ચારેય તરફ હરિયાળી સમેટીને મેકલ પર્વતમાળા ઊભેલી છે.

  આ છે સંકટનું કારણ

  - મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પર જળાભિષેકમાં ઉપયોગમાં લેવાયું પાણી મંદિરની બહાર પૂર્વ દિશામાં બનેલા કુંડમાં જાય છે. કુંડના પાણીને મંદિરની નીચેની જમીન સતત શોષી રહી છે. સતત ભેજના કારણે આસપાસની જમીન દબાતી જાય છે.

  - બીજી બાજુ શિવભક્ત અહીં પાણી સાથે ચોખા પણ ચડાવે છે, એટલે ઉંદરો પણ અહીંયા ઘણા છે. ઉંદરોએ દરો બનાવવા માટે કુંડની આસપાસની જમીનને પોલી બનાવી નાખી છે. આ બધાનું પરિણામ ભયાનક રીતે સામે આવ્યું છે ને મંદિર હવે ઝૂકી રહ્યું છે.

  મહત્વપૂર્ણ સૂચનોની અવગણના

  - પીએમઓના નિર્દેશ પર ત્રણ વર્ષ પહેલા પુરાતત્વ વિભાગે પુરાતત્વવિદ તેમજ છત્તીસગઢ સરકારના સલાહકાર પદ્મશ્રી ડૉ. અરૂણ શર્મા પાસે અહીંયાનો સર્વે કરાવ્યો. ડૉ. શર્માએ પુરાતત્વ વિભાગને મંદિરની નીચેની જમીન પોલી થવા અંગે અને મંદિરના ઉત્તર-પૂર્વ દિશામાં 20 ડિગ્રી સુધી ઝૂકવા અંગેનો રિપોર્ટ આપ્યો.

  - ડૉ. શર્માએ સૂચન આપ્યું કે મૂર્તિઓ પર ચોખા ચડાવવા બંધ કરવા જોઇએ જેથી ઉંદરો પોતાનું સ્થળ છોડી દે.
  - આ ઉપરાંત મંદિરની ચારેબાજુ એક મીટર ઊંડો ખાડો ખોદીને પાયામાંથી ખસી ગયેલા પથ્થરોને ફરીથી ગોઠવવામાં આવે. મંદિરની ચારેબાજુ સ્ટીલની રેલિંગ લગાવવામાં આવે.
  - આ રિપોર્ટના આધારે પુરાતત્વ વિભાગના પૂર્વ સંચાલક આશુતોષ મિશ્રાએ જિલ્લા એડમિનિસ્ટ્રેશનને મંદિરમાં પાણી અને ચોખા ચડાવવા પર રોક લગાવવાની સૂચના આપી હતી, પરંતુ એડમિનિસ્ટ્રેશને તે પ્રત્યે દુર્લક્ષ સેવ્યું.

  મંદિરની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Thousand years old famous Bhoramdev temple of Chhattisgarh bent down to 20 degree
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઐતિહાસિક મહત્વ ધરાવતી આ પ્રાચીન ધરોહરના સંરક્ષણ માટે વડાપ્રધાન ઓફિસે પણ નિર્દેશ આપ્યા હતા.
 • Thousand years old famous Bhoramdev temple of Chhattisgarh bent down to 20 degree
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મેકલ પર્વતમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરમાં ખજૂરાહો મંદિરની જેમ કામ-કલાની વિભિન્ન મુદ્રાઓ કંડારવામાં આવી છે.
 • Thousand years old famous Bhoramdev temple of Chhattisgarh bent down to 20 degree
  એવી માન્યતા છે કે ગૌડ રાજાઓના દેવતા ભોરમદેવ હતા, જે ભગવાન શિવનું જ એક નામ છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ