1

Divya Bhaskar

Home » National News » Latest News » National » This year country will not be afraid of drought Monsoon will be 100 percent

હાશ... આ વર્ષે દેશમાં દુષ્કાળનો ડર નહીં: ચોમાસુ 100% રહેશે

Divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 04:03 AM IST

મુંબઈ, પૂણે, નાગપુર, નાસિક, ઇંદોર, જબલપુર, રાયપુર જેવાં શહેરોમાં ભારે વરસાદની વકી

  • This year country will not be afraid of drought Monsoon will be 100 percent

    નવી દિલ્હી: કૃષિ અને ઉદ્યોગજગત માટે બુધવારે સારા સમાચાર આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી પ્રમાણે ભારતમાં આગામી ચોમાસુ સામાન્ય રહેશે તથા દુષ્કાળની કોઈ સંભાવના નથી. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનામાં 887 એમએમ સુધી વરસાદ પડી શકે છે. મુંબઈ, પૂણે, નાગપુર, નાસિક, ઇંદોર, જબલપુર, રાયપુર સહિતના મધ્ય ભારતમાં ભારે વરસાદ અને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

    887 એમએમ એલપીએનો મતલબ 100 ટકા વરસાદ. ચોમાસા દરમિયાન દેશમાં લાંબા ગાળા અને સરેરાશ (એલપીએ)ની સરખામણીએ 100 ટકા વરસાદ પડશે એવું અનુમાન છે. આ આગાહીમાં પાંચ ટકા વરસાદ ઓછો કે વધારે પડે એમ બની શકે છે. ચોમાસુ સામાન્ય રહેવાથી કૃષિ અને ઉદ્યોગજગત પર હકારાત્મક અસર પડશે જેની સીધી અસર જીડીપી પર જોવા મળશે. સ્કાયમેટના પૂર્વાનુમાન મુજબ વરસાદ સામાન્ય કરતાં વધારે પડે એવી શક્યતા 20 ટકા જેટલી છે. જોકે દક્ષિણ તથા પૂર્વના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે શકે છે.

    આ વખતે ચોમાસાનું આગમન પણ સમયસર રહેશે એવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ પણ ટૂંક સમયમાં ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે દેશમાં ગત ચોમાસે 841 એલપીએ વરસાદ પડ્યો હતો જે સામાન્ય કરતાં 5 ટકા ઓછો વરસાદ છે. દેશનાં 91 જળાશયોમાં આ વર્ષે માર્ચમાં જ પાણીનું સ્તર 36 ટકા થઈ ગયું છે. ભારતમાં ઉનાળામાં આકરી ગરમીને સારા ચોમાસાનો સંકેત માનવામાં આવે છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે પ્રી-મૉનસુનમાં ઓછા વરસાદની શક્યતા છે જેથી ચોમાસુ આવે ત્યાં સુધી આકરી ગરમી પડશે.

    જૂનમાં વધારે, ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ

    જૂન-સપ્ટેમ્બરમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે એવી આગાહી છે. જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદ ઓછો થઈ શકે છે. જોકે તે સામાન્યની આસપાસ રહેશે.

    ચોમાસા પર નકારાત્મક અસરની શક્યતા નહીવત્

    સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે લા નીનોની અસર નબળી પડવાથી અને પેસિફિક મહાસાગરમાં તાપમાન વધવાથી ચોમાસુ સામાન્ય રહેશે. આ ઉપરાંત નીનો ઇન્ડેક્સ તથા ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)એ પણ નકારાત્મક અસરની શક્યતા નકારી છે.

    ગત વર્ષે સ્કાયમેટનો અંદાજ સચોટ

    વર્ષ સ્કાયમેટ હવામાન ખાતુ વાસ્તવિકતા
    2012 96% 99% 92%
    2013 103% 98% 106%
    2014 94% 96% 88%
    2015 102% 93% 86%
    2016 105% 106% 97%
    2017 95% 96% 95%

    સામાન્ય ચોમાસાની શક્યતા 55% જેટલી

    - 5% શક્યતા LPA કરતાં 110 % વધારે વરસાદની.

    - 20% સામાન્યથી વધુ શક્યતા એટલે LPAથી 105 %થી 110 %

    - 55% શક્યતા LPAથી 96 % થી 104 %

    - 20% સામાન્ય કરતાં ઓછો એટલે કે એલપીએથી 90 % થી 95 %.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending