તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • This Rakshabandhan Gold And Silver Rakhis Alongwith Fancy Rakhi Collection At Jamshedpur

ભાઈઓનાં કાંડા પર આ રક્ષાબંધને સજશે સોના-ચાંદીની રાખડીઓ, કિંમત 8 હજારથી લઇને 50 હજાર રૂપિયા સુધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમશેદપુર: રક્ષાબંધન 26 ઓગસ્ટે છે. ફેન્સી રાખડીઓની સાથે જ ભાઈઓના કાંડા પર સોના-ચાંદીની રાખડીઓ પણ બાંધવામાં આવશે. જ્વેલરી શોપ પર ઓફરની સાથે નવા-નવા કલેક્શન્સ પણ લોન્ચ થઇ રહ્યા છે. છગનલાલ દયાલજી સાકચી શૉરૂમના માલિક પિયુષ આડેસરાએ જણાવ્યું કે આ વખતે રક્ષાબંધન પર 15થી 20 ટકા કારોબાર વધશે. સોના અને ચાંદીની રાખડીઓની ડિમાન્ડ છે. સોનાની રાખડી બ્રેસલેટની જેમ બનાવવામાં આવી છે. આ રાખડીઓ 5થી લઇને 10 ગ્રામ વજનની છે. સોનાની રાખડીઓની કિંમત 8થી 50 હજાર સુધી છે. સોનાની સરખામણીએ ચાંદીની રાખડીઓ વધુ વેચાઇ રહી છે. 


કાગળની બનેલી થાળી પણ ડિમાન્ડમાં

 

- રાખડી વિક્રેતા કુલવંતસિંહ ભાટિયાએ જણાવ્યું કે- 5 રૂપિયાથી લઇને 500 રૂપિયા સુધીની રાખડીઓ છે. પાંચ રૂપિયાવાળી રાખડી મૌલીના દોરાના સ્વરૂપમાં છે. જ્યારે ડિઝાઇનવાળી રાખડીઓ 10થી લઇને 500 રૂપિયા સુધીની છે. રાખડીની સાથે કાગળની બનેલી થાળીમાં રાખડી, કંકુ-ચોખાની સાથે કાર્ડ, નણંદ દ્વારા ભાભીની બંગડીમાં બાંધવાના લુંબા, 30થી લઇને 400 રૂપિયા સુધીની કિંમતવાળા આકર્ષક ગ્રીટિંગ કાર્ડ્સ, બહેનોને આપવા માટે ચોકલેટનું વેચાણ થઇ રહ્યું છે. 

 

બજારમાં રાખડીની કિંમત 

 

- રૂ. 10-1000

- બાળકોની રાખડીઓ રૂ. 10-351
- ચાંદીની રાખડીઓ રૂ.1500-2000
- સોનાની રાખડીઓ રૂ. 8000-50,000

 

આ રાખડીઓ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર 

 

- ભારતીય સંસ્કૃતિથી જોડાયેલી ચંદન, રૂદ્રાક્ષ અને તુલસી વગેરેની બ્રેસલેટ જેવી રાખડીઓ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. 

- ચાંદીની વચ્ચે મોતીઓથી પરોવવામાં આવેલી રેડીમેડ રાખડીઓ વધુ પસંદ કરવામાં આવી રહી છે. આ રાખડીઓનું પણ ખૂબ વેચાણ થઇ રહ્યું છે.

 

આ પણ વાંચો: બહેને કહ્યું... 'નહતી જોઈ શકતી મમ્મી-પાપાની મજબૂરી, ભાઈ બહુ જ નાજૂક હતો'

અન્ય સમાચારો પણ છે...