બાઈકનો શોખ છોડીને યુવાને શરૂ કર્યું આ કામ, સોશિયલ મીડિયા ઉપર થાય છે વખાણ

અંદાજે 9 મહિના પહેલાં સુધી બાઈકિંગનો શોખ રાખનાર 26 વર્ષના લલિત આજે નર્સરીથી છઠ્ઠા ધોરણ સુધીના 45 બાળકોને ફ્રીમાં ભણાવી ર

divyabhaskar.com | Updated - Apr 09, 2018, 01:33 PM
Young Man not take money and give children the necessities in Delhi

. બાળકોની સ્ટેશનરીથી લઈને યુનિફોર્મ સુધીની દરેક વ્યવસ્થા તેણે પોતાના પૈસાથી કરી છે. મજાની વાત એ છે કે, લલિત બાળકોની પેરેન્ટ્સ મીટિંગ પણ અટેન્ડ કરે છે. હવે તેના આ અભિયાનમાં સોશિયલ મીડિયા દ્વારા 31,000થી વધુ લોકો જોડાયા છે.

નવી દિલ્હી: અંદાજે 9 મહિના પહેલાં સુધી બાઈકિંગનો શોખ રાખનાર 26 વર્ષના લલિત આજે નર્સરીથી છઠ્ઠા ધોરણ સુધીના 45 અભાવ ગ્રસ્ત બાળકોને ભણાવી રહ્યા છે. તેમણે આ બાળકોનું સરકારી સ્કૂલમાં એડ્મિશન કરાવી દીધું છે. બાળકોની સ્ટેશનરીથી લઈને યુનિફોર્મ સુધીની દરેક વ્યવસ્થા તેણે પોતાના પૈસાથી કરી છે. મજાની વાત એ છે કે, લલિત બાળકોની પેરેન્ટ્સ મીટિંગ પણ અટેન્ડ કરે છે. હવે તેના આ અભિયાનમાં સોશિયલ મીડિયા દ્વારા 31,000થી વધુ લોકો જોડાયા છે. અમુક લોકો તો રોજ લલિતની સાથે મળીને આ બાળકોને ટ્યૂશન પણ કરાવે છે. આ દરેક લોકો કોઈ પણ પ્રકારનું એનજીઓ રજિસ્ટર્ડ કરાવ્યા વગર આ બધુ કામ કરે છે.

બાળકોને કામ કરતા જોઈને તેમને ભણાવવાનો આવ્યો વીચાર


- મહેન્દ્ર ગઢમાં રહેતા લલિત કુમાર યાદવના પિતા આઈબીમાં કાર્યરત છે અને ગોલ માર્કેટ વિસ્તારમાં સરકારી ફ્લેટમાં રહે છે. પોતાના પરિવારમાં રહેતા તે પોતાના વિસ્તારની ઝુપડ્ડપટીમાં રહેતા આ છોકરાઓને રોજ કામ કરતા જોતો હતો. પહેલાં જ્યારે તે પરિવાર પર નિર્ભર હતો ત્યારે તે કશું જ કરી શકે તેમ નહતો પરંતુ તે જ્યારે પરિવારથી અલગ થયો અને કમાતો થયો ત્યારે તેણે આ બાળકોના અભ્યાસ માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

કોઈ જગ્યા ન મળી તો ડંપિંગ ગ્રાઉન્ડને જ બનાવી દીધો ક્લાસરૂમ


લલિત ગોલ માર્કેટમાં એક ગ્રાઉન્ડમાં જ્યાં કંસ્ટ્રક્શન કામ ચાલતુ હતું ત્યાં પહોંચ્યા હતા. ત્યાં આજુબાજુમાં ઘણી સરકારી સ્કૂલો હોવા છતા ત્યાંના બાળકો ભણવા માટે નહતા જતા. આ સંજોગોમાં લલિતે પહેલાં ત્યાંના બધા બાળકોનું સરકારી સ્કૂલમાં નામ નોંધાવી દીધું હતું. સ્કૂલમાં ઉંમરના હિસાબથી તેણે તે પ્રમાણેના ધોરણમાં બાળકોનું એડ્મિશન કરાવ્યું હતું. તેને બીજી કોઈ જગ્યા ન મળી તો બાળકોને સ્કૂલમાં જ ભણાવવાનું શરૂ કરી દીધું હતું.

લલતિને જોઈને તેની સાથે બાઈક રેસ કરનાર મિત્રો પણ જોડાયા


લલિતે શરૂઆતના દિવસોમાં બાળકોની સ્ટેશનરી અને યુનિફોર્મનો ખર્ચ કાઢવામાટે ઘણી વ્યવસ્થા કરવી પડી હતી. તેના આ કામમાં સોશિયલ મીડિયાથી પણ અનેક લોકો તેની સાથે જોડાયા હતા અને તેઓ આ બાળકોને ભણાવવા અને રમાડવામાં લલિતની મદદ કરવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા લલિતને એક સ્કૂલ ટીચર મિત્ર પણ મળ્યા અને તેઓ આ વિદ્યાર્થીને ટ્યૂશન પણ કરાવી રહ્યા છે. પીટીએમ દરમિયાન આ લોકો જ બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ જાણવા માટે તેમની સાથે સ્કૂલ જાય છે. આ વર્ષે ઘણાં બધા બાળકો તેમના ક્લાસમાં સારા ગ્રેડ સાથે પાસ થયા છે.

Young Man not take money and give children the necessities in Delhi
X
Young Man not take money and give children the necessities in Delhi
Young Man not take money and give children the necessities in Delhi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App