Home » National News » Desh » Thief stole purse in Metro but caught due to cleverness of woman at New Delhi

દિલ્હી: મેટ્રોમાં વૃદ્ધના ખિસ્સામાંથી લબડતું પર્સ ખેંચી કનોટ પ્લેસમાં કર્યું શોપિંગ, દીકરીએ ગૂગલની મદદથી પકડ્યો ચોર

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 01:28 PM

પીડિત વૃદ્ધની દીકરીએ ગૂગલની મદદથી તે શોરૂમની જાણકારી મેળવી લીધી, જ્યાંથી શોપિંગ કરવામાં આવ્યું હતું

  • Thief stole purse in Metro but caught due to cleverness of woman at New Delhi
    પ્રતીકાત્મક તસવીર

    નવી દિલ્હી: મેટ્રોમાં મુસાફરી દરમિયાન એક વૃદ્ધ યાત્રીનું પર્સ ચોરાઇ ગયું. થોડીવાર પછી તેમના ડેબિટ કાર્ડમાંથી 25 હજાપ રૂપિયા પણ કાઢી લેવામાં આવ્યા. પછી આરોપી ડેબિટ કાર્ડથી શોપિંગ કરવા માટે કનોટ પ્લેસના એક શોરૂમમાં પહોંચી ગયો. ત્યાં તેણે ટી-શર્ટ, કેપ, બેગ અને સ્લીપર ખરીદ્યા. ટી-શર્ટનું ફિટિંગ બરાબર ન હોવાથી તે બદલવા માટે ફરી શોરૂમ પહોંચી ગયો. તે પહેલાં જ પીડિત વૃદ્ધની દીકરીએ ગૂગલની મદદથી તે શોરૂમની જાણકારી મેળવી લીધી, જ્યાંથી શોપિંગ કરવામાં આવ્યું હતું. તેણે શોરૂમના સ્ટાફને આ આરોપી વિશે જાણકારી આપી દીધી. જેવો આરોપી બીજીવાર શોરૂમ પહોંચ્યો તો સ્ટાફે તેને પકડી લીધો. આ રીતે મેટ્રોમાં ચોરીની ઘટનાના છ કલાકની અંદર જ આરોપી પકડાઇ ગયો. ત્યારબાદ તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો. શનિવારે તેને કોર્ટમાં હાજર કર્યા પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દેવામાં આવ્યો. આરોપી રાહુલ વર્મા ઉર્ફ ઉત્કર્ષે મેરઠથી ગ્રેજ્યુએશન કર્યું છે. આજકાલ તે ઇવેન્ટ્સનું કામ કરી રહ્યો છે.

    મેટ્રોથી નવી દિલ્હી રેલવે સ્ટેશન જતા સમયે કાઢ્યું પર્સ

    - પોલીસના જણાવ્યા પ્રમાણે, મહાવીર એન્ક્લેવ પાલમમાં જ્યોતિ ઘોષ પરિવાર સાથે રહે છે. તે મહરૌલી સ્થિત એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર છે. શુક્રવારે તેમના પિતા જયદીપ ઘોષ અને માતા મેટ્રોથી નવી દિલ્હી રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. ત્યાંથી તેમને કલકત્તા રાજધાની ટ્રેન પકડવાની હતી.

    - બપોરે સાડા ત્રણ વાગે જ્યોતિના પિતાએ તેને ફોન કરીને પર્સ ચોરી થવા વિશે જણાવ્યું. પર્સમાં પીએનબીનું એટીએમ કાર્ડ પણ હતું. સાથે જ જાણકારી આપી કે કાર્ડનો ઉપયોગ કરીને કોઇક કેશ કાઢી રહ્યું છે. આ જાણ થતાં જ જ્યોતિ તાત્કાલિક નજીકની પીએનબી બ્રાન્ચ પર પહોંચી, જ્યાં તેમણે સૌથી પહેલા કાર્ડ બ્લોક કરાવ્યું. ત્યાં બેન્ક અધિકારીઓ પાસેથી પિતાના બેન્ક અકાઉન્ટની વિગતો ચેક કરાવડાવી, ત્યાંથી જાણ થઇ કે 25 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: લેપટોપ બેગવાળો શાતિર ચોર, ટોર્ચ તેમજ ગીતો સાંભળવા રાખતો રૂ.1 લાખ સુધીના મોબાઇલ

    જેવો ફરીથી શોરૂમ આવ્યો યુવક કે મેનેજરે તેને પકડી લીધો

    - બેન્કમાંથી જાણકારી મળી કે પીએનબીના ડેબિટ કાર્ડથી કનોટ પ્લેસ બી બ્લોક સ્થિત એચ એન્ડ એમ શોરૂમમાંથી શોપિંગ કરવામાં આવ્યું છે. સૂચના મળતાં જ જ્યોતિએ ગૂગલમાંથી એચ એન્ડ એમ શોરૂમના કોન્ટેક્ટ નંબર્સ શોધ્યા અને તેના પર ફોન કરીને શોરૂમ સ્ટાફને પિતાના ડેબિટ કાર્ડનો ખોટો ઉપયોગ થવાની માહિતી આપી.

    - તેમને ડેબિટ કાર્ડનો નંબર પણ જણાવી દેવામાં આવ્યો. તે સમયે ચોર શોપિંગ કરી ચૂક્યો હતો, પરંતુ શોરૂમ મેનેજરે આખા સ્ટાફને આ યુવક વિશે એલર્ટ કરી દીધો હતો.
    - સાંજે તે જ યુવક ફરીથી આ શોરૂમ પર પહોંચ્યો. ત્યાં તે પોતાની ટી-શર્ટ બદલાવવા માટે આવ્યો હતો. આરોપીની ઓળખ થવા સુધી શોરૂમ સ્ટાફે તેને પકડી રાખ્યો અને મામલાની જાણકારી જ્યોતિને આપી. સાંજે સાડા સાત વાગે સૂચના મળતાં જ જ્યોતિ શોરૂમ પહોંચી ગઇ. પછી આ મામલા વિશે પોલીસને જણાવવામાં આવ્યું.

    આરોપીએ કહ્યું- પર્સ ખિસ્સામાંથી બહાર નીકળેલું જોઇ દાનત બગડી

    - કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનની પોલીસે આ શોરૂમમાં પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જ્યોતિએ જણાવ્યું કે તેના વૃદ્ધપિતાએ ડેબિટ કાર્ડ ઉપર જ પિન નંબર લખ્યો હતો. તેના પિતા 28 તારીખ સુધીમાં દિલ્હી પાછા ફરશે.

    - જ્યોતિની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ મામલો નોંધીને તેની ધરપકડ કરી લીધી. આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તે દિલ્હીમાં ઇવેન્ટ માટે આવ્યો હતો. મેટ્રોમાં મુસાફરી દરમિયાન વૃદ્ધના ખિસ્સામાંથી બહાર નીકળેલા પર્સને જોઇને તેની દાનત ખરાબ થઇ ગઇ.
    - પર્સની અંદર ડેબિટ કાર્ડ પર પિન નંબર લખ્યો હતો, જેને જોઇને તેણે કનોટ પ્લેસ જઇને પીએનબીના એટીએમમાંથી 25 હજાર રૂપિયા કાઢી લીધા હતા. ત્યારબાદ તેણે શોરૂમાંથી શોપિંગ કર્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ