ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Thief Caught while stealing money so he killed the girl of hoise owner in Bilaspur

  ચોરી કરતા પકડાવા પર દોરડાથી દબાવ્યું યુવતીનું ગળુ, પછી સંતાયો ઘરની કોઠીમાં

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:32 PM IST

  ચોરભઠ્ઠીખુર્દમાં ચોરી કરીને ભાગતા પકડાઇ જવા પર ચોકે ઘરના માલિકની જવાન દીકરીની હત્યા કરી દીધી
  • ચોરે કરી દીધી ઘરમાલિકની જવાન દીકરીની ગળું દબાવીને હત્યા. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચોરે કરી દીધી ઘરમાલિકની જવાન દીકરીની ગળું દબાવીને હત્યા. (પ્રતીકાત્મક તસવીર)

   બિલાસપુર: ચોરભઠ્ઠીખુર્દમાં ચોરી કરીને ભાગતા પકડાઇ જવા પર ચોરે ઘરના માલિકની જવાન દીકરીની હત્યા કરી દીધી. પછી તે જ ઘરની કોઠીમાં તે 3 કલાક સુધી સંતાયેલો રહ્યો. નીકળીને ભાગવાની કોશિશમાં તે પકડાઇ ગયો. મૃતકાના લગ્ન નક્કી થઇ ગયા હતા. ઘરવાળાઓ તેની તૈયારીઓમાં લાગ્યા હતા. આ ઘટના પછી ઘરમાં માતમનો માહોલ છવાઇ ગયો.

   શું છે મામલો?

   - ઘટના સકરી પોલીસ-સ્ટેશન વિસ્તારની છે. આ ઘટના ગુરુવારે ઘટી હતી. ચોરભઠ્ઠીખુર્દ નિવાસી અવધરામ કેવટ મજૂરી કરે છે. ગુરુવારે તે ભેંસ ચરાવવા ગયો હતો. તેની પત્ની ખેતરમાં તેમજ બંને દીકરા પણ કામ પર ગયા હતા. અવધરામની 21 વર્ષની દીકરી રામકુમારી ઘરે એકલી હતી.

   - સવારે લગભગ 9 વાગે તેની ચીસ સંભળાઇ તો આસપાસના લોકો તેના ઘરે પહોંચી ગયા. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે બૂમ પાડી પણ અંદરથી કોઇ જવાબ ન મળ્યો. તો લોકો છાપરું ખોલીને મકાનની અંદર ઘૂસ્યા, ત્યારે જોયું કે રૂમના એક ખૂણામાં રામકુમારી પડેલી હતી.
   - રામકુમારીની હાલત જોઇને લોકોએ અવધરામ તેમજ તેના દીકરાઓને સમાચાર પહોંચાડ્યા. બધી લોકો દોડતા ઘરે પહોંચ્યા.
   - થોડીવાર બાદ સરકારી પોલીસ પણ પહોંચી ગઇ. તપાસમાં જાણ થઇ કે રામકુમારીનું સ્થળ પર જ મોત થઇ ચૂક્યું હતું.
   - તેના ગળામાં દોરડું બાંધેલું હતું. પોલીસે હત્યાના અંદેશાના આધારે પૂછપરછ શરૂ કરી દીધી. આ દરમિયાન ગામના જ અજય રાજનું નામ સામે આવ્યું. તે સવારે અવધરામના ઘરે કોદાળી માંગવા આવ્યો હતો.
   - પોલીસે તેની શોધ શરૂ કરી તો અજય તે જ મકાનની કોઠીમાંથી કૂદીને ભાગવા લાગ્યો. તેના પર પોલીસે ગામલોકોની સહાયતાથી તેનો પીછો કરીને પકડી લીધો.

   આ રીતે આપ્યો ઘટનાને અંજામ

   - અવધરામને 34,400 રૂપિયાની મજૂરી મળી હતી, જે અજયે જોઇ લીધી હતી. ચોરીની દાનતથી તે સવારે લગભગ 9 વાગે અવધરામના ઘરે કોદાળી માંગવાના બહાને ગયો. ત્યારે રામકુમારી ઘરમાં એકલી હતી.

   - આ વાતનો ફાયદો ઉઠાવીને તે ઘરમાં ઘૂસી ગયો અને પેટીમાં રાખેલી રકમ કાઢીને ભાગવા લાગ્યો ત્યારે રામકુમારીએ તેને જોઇ લીધો.
   - અજયની પાસે દોરડું હતું. તેનાથી તેણે રામકુમારીનું ગળું દબાવી દીધું. ગામલોકોએ તેની ચીસ સાંભળી હતી. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તે બચવા માટે તે જ ઘરની કોઠીમાં ઘૂસી ગયો.

  • દીકરીના લગ્ન નક્કી થઇ ગયા હતા, તેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીના લગ્ન નક્કી થઇ ગયા હતા, તેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. (પ્રતીકાત્મક તસવીર)

   બિલાસપુર: ચોરભઠ્ઠીખુર્દમાં ચોરી કરીને ભાગતા પકડાઇ જવા પર ચોરે ઘરના માલિકની જવાન દીકરીની હત્યા કરી દીધી. પછી તે જ ઘરની કોઠીમાં તે 3 કલાક સુધી સંતાયેલો રહ્યો. નીકળીને ભાગવાની કોશિશમાં તે પકડાઇ ગયો. મૃતકાના લગ્ન નક્કી થઇ ગયા હતા. ઘરવાળાઓ તેની તૈયારીઓમાં લાગ્યા હતા. આ ઘટના પછી ઘરમાં માતમનો માહોલ છવાઇ ગયો.

   શું છે મામલો?

   - ઘટના સકરી પોલીસ-સ્ટેશન વિસ્તારની છે. આ ઘટના ગુરુવારે ઘટી હતી. ચોરભઠ્ઠીખુર્દ નિવાસી અવધરામ કેવટ મજૂરી કરે છે. ગુરુવારે તે ભેંસ ચરાવવા ગયો હતો. તેની પત્ની ખેતરમાં તેમજ બંને દીકરા પણ કામ પર ગયા હતા. અવધરામની 21 વર્ષની દીકરી રામકુમારી ઘરે એકલી હતી.

   - સવારે લગભગ 9 વાગે તેની ચીસ સંભળાઇ તો આસપાસના લોકો તેના ઘરે પહોંચી ગયા. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે બૂમ પાડી પણ અંદરથી કોઇ જવાબ ન મળ્યો. તો લોકો છાપરું ખોલીને મકાનની અંદર ઘૂસ્યા, ત્યારે જોયું કે રૂમના એક ખૂણામાં રામકુમારી પડેલી હતી.
   - રામકુમારીની હાલત જોઇને લોકોએ અવધરામ તેમજ તેના દીકરાઓને સમાચાર પહોંચાડ્યા. બધી લોકો દોડતા ઘરે પહોંચ્યા.
   - થોડીવાર બાદ સરકારી પોલીસ પણ પહોંચી ગઇ. તપાસમાં જાણ થઇ કે રામકુમારીનું સ્થળ પર જ મોત થઇ ચૂક્યું હતું.
   - તેના ગળામાં દોરડું બાંધેલું હતું. પોલીસે હત્યાના અંદેશાના આધારે પૂછપરછ શરૂ કરી દીધી. આ દરમિયાન ગામના જ અજય રાજનું નામ સામે આવ્યું. તે સવારે અવધરામના ઘરે કોદાળી માંગવા આવ્યો હતો.
   - પોલીસે તેની શોધ શરૂ કરી તો અજય તે જ મકાનની કોઠીમાંથી કૂદીને ભાગવા લાગ્યો. તેના પર પોલીસે ગામલોકોની સહાયતાથી તેનો પીછો કરીને પકડી લીધો.

   આ રીતે આપ્યો ઘટનાને અંજામ

   - અવધરામને 34,400 રૂપિયાની મજૂરી મળી હતી, જે અજયે જોઇ લીધી હતી. ચોરીની દાનતથી તે સવારે લગભગ 9 વાગે અવધરામના ઘરે કોદાળી માંગવાના બહાને ગયો. ત્યારે રામકુમારી ઘરમાં એકલી હતી.

   - આ વાતનો ફાયદો ઉઠાવીને તે ઘરમાં ઘૂસી ગયો અને પેટીમાં રાખેલી રકમ કાઢીને ભાગવા લાગ્યો ત્યારે રામકુમારીએ તેને જોઇ લીધો.
   - અજયની પાસે દોરડું હતું. તેનાથી તેણે રામકુમારીનું ગળું દબાવી દીધું. ગામલોકોએ તેની ચીસ સાંભળી હતી. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તે બચવા માટે તે જ ઘરની કોઠીમાં ઘૂસી ગયો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Thief Caught while stealing money so he killed the girl of hoise owner in Bilaspur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top