Home » National News » Desh » thief caught on CCTV stealing Milk crates in Panchkula Haryana

CCTVમાં કેદ થઇ વિચિત્ર ચોરી, પૈસા નહીં પણ કંઇક બીજું જ લઇ જતો દેખાયો ચોર

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 02:27 PM

ચોર રૂપિયા-પૈસા નહીં પરંતુ દૂધ ચોરીને ફરાર થયો છે

  • thief caught on CCTV stealing Milk crates in Panchkula Haryana

    પંચકૂલા: ચોરોની નજર હંમેશાં કીમતી સામાન પર જ હોય છે, પરંતુ પંચકૂલામાં તેનાથી ઉલટો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. CCTVમાં કેદ થયેલી આ ઘટનાને જોઇને લોકો પણ આશ્ચર્યમાં છે. હકીકતમાં આ ચોર રૂપિયા-પૈસા નહીં પરંતુ દૂધ ચોરીને ફરાર થયો છે. જી હા, CCTV ફૂટેજમાં જોવા મળે છે કે આ ચોર એક-એક કરીને દૂધના ક્રેટ્સને ઉઠાવે છે અને તક મળતાં જ રફુચક્કર થઇ જાય છે.

    કારમાં બેસીને આવ્યો હતો ચોર

    CCTV ફૂટેજમાં જોવા મળે છે કે આ ચોર વેગન-આર કારમાંથી આવે છે અને પોતાના મોં પર તેણે રૂમાલ બાંધેલો છે. તે એક-એક કરીને દૂધના ઘણા પેકેટ પોતાની કારમાં રાખી લે છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના પંચકૂલાના સેક્ટર-21માં આવેલા માર્કેટમાં થઇ છે, જ્યાંથી પોલીસ-સ્ટેશન એકદમ નજીક છે. ફૂટેજના આધાર પર પોલીસે મામલો નોંધ્યો છે, પરંતુ હાલ આ વ્યક્તિનો પત્તો મેળવી શકાયો નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ