ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» યોગી આદિત્યનાથે કરી આ ભૂલ, તેમના આ શબ્દોએ કૈરાનામાં ભાજપને હરાવ્યું | These words from speech of Yogi Adityanath defeated BJP in Kairana

  યોગી આદિત્યનાથે કરી આ ભૂલ, આ શબ્દોએ કૈરાનામાં BJPને હરાવ્યું

  Divyabhaskar news | Last Modified - May 31, 2018, 07:52 PM IST

  શામલીમાં પોતાની છેલ્લી રેલીને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે એવી ભૂલ કરી કે તેની કિંમત ભાજપને હારીને ચુકવવી પડી.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન છે અને હિન્દુત્વનો ચહેરો પણ છે. પરંતુ હિન્દુત્વનો આ ચહેરો અને રાજ્યના સીએમ પોતાની જ બેઠક ગોરખપુરની પેટાચૂંટણીમાં થોડા દિવસો પહેલા ખરાબ રીતે હારી ચૂક્યા છે. ગોરખપુરમાં ભાજપના ઉમેદવારની હાર થઇ તે સાથે ફુલપુરમાં ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ ભાજપની આબરૂને બચાવી નથી શક્યા.

   આ મોટી હાર પછી પત્રકાર પરિષદને સંબોધતા યોગીએ જણાવ્યું હતું કે ભાજપ અત્યંત આત્મવિશ્વાસના કારણે હાર્યો. એવું મનાતું હતું કે આ યોગી સરકાર અને ભાજપ માટે એક મોટો બોધપાઠ છે અને અહીંથી ભાજપની હારનો સિલસિલો અટકશે.

   યોગીના નેતૃત્વ અને રાજનીતિ પર સવાલ

   પરંતુ નૂરપુર અને કૈરાનામાં મળેલી હારથી ફરી એકવાર યોગીના નેતૃત્વ અને રાજનીતિ પર સવાલો ઊભા થયા છે. કૈરાના માટે તો એવું કહેવાઇ રહ્યું છે કે યોગીના એક ભાષણના કારણે ભાજપ અહીં ડૂબ્યું છે.

   કૈરાનામાં ભાજપની જીત માટે જાટ વોટ સૌથી મહત્ત્વના હતા. જાટોએ ગઇ લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સાથ આપીને તેને સાબિત પણ કરી દીધું હતું. પરંતુ પેટાચૂંટણીના પ્રચાર કરવા યોગી કૈરાના પહોંચીને તેમણે કઇંક એવું કહી દીધું કે જેનાથી જાટ વોટ ભાજપની વિરુદ્ધ થઇ ગયા.

   અજીત સિંહ માટે બાજી પલટાઇ

   વાસ્તવમાં આરએલડીના જાટ નેતા અજીત સિંહે આ ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી હતી કારણ કે આ તેમના વર્ચસ્વની લડાઇ બની ગઇ હતી. ચૂંટણી માટે વિરોધપક્ષનો ઉમેદવાર પણ આરએલડી તરફથી જ રજૂ કરવામાં આવ્યો હતો.

   પરંતુ જાટ મતદારો ગડમથલમાં હતા કે તેઓ અજીત સિંહને સાથ આપે કે પછી ભાજપનો સાથ નિભાવે. ભાજપે મુજફ્ફરનગરમાં રમખાણમાં જાટો સામેના કેસોને પાછા ખેંચવાનો ખેલ પણ ખેલ્યો. તેના કારણે જાટ લોકોમાં મુસલમાનો સામે વોટ આપવાનું અને ભાજપની સાથે ઊભા રહેવાનું વલણ નજરે પણ પડ્યું.

   યોગીએ ક્યાં કરી ભૂલ

   પરંતુ શામલીમાં પોતાની છેલ્લી રેલીને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે એવી ભૂલ કરી કે તેની કિંમત ભાજપને હારીને ચુકવવી પડી. યોગીએ આ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, `બાપ-બેટો (અજીત સિંહ અને જયંત) આજે વોટો માટે ગલીએ-ગલીએ ભીખ માંગી રહ્યા છે.'

   એક બિન-જાટના મોંમાંથી જાટોના એક નેતા વિશે આવા ખરાબ શબ્દો સમાજના લોકોને બિલકુલ પસંદ પડ્યા નહિ. તેમને લાગ્યું કે બહારનો એક માણસ તેમના ઘરમાં પોતાના ભાઇ અને બેટાનું આ રીતે અપમાન કરી જાય એ કેવી રીતે સહન થાય.

   જાટ સમાજ પોતાની લાગણીશીલતા અને મિજાજ માટે જાણીતો છે. યોગીની આ વાત ઘણા લોકોને ખૂંચી ગઇ. આવી વાત જો કોઇ જાટ નેતાએ ભાજપ તરફથી કરી હોત તો કદાચ જાટોને એટલું બધુ ખરાબ ન લાગ્યું હોત. પરંતુ યોગીના આ શબ્દો જાટ લોકોમાં રાતોરાત આગની જેમ ફેલાઇ ગયા અને જાટ લોકો તેમને સબક આપવા લાલઘૂમ બન્યા. યોગીની આ ભૂલ કૈરાનાની ચૂંટણી માટે ટર્નિંગ પોઇન્ટ બની ગઇ.

   અજીત સિંહે રાતદિવસ એક કર્યા

   યાદ રહે કે આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસનના બહાને ચૌધરી અજીત સિંહે પોતાનું રાજકીય વજૂદ બચાવવા માટે આ ચૂંટણીમાં રાતદિવસ એક કર્યા હતા. જાટ સમુદાયના ઘરે ઘરે જઇને અજીત સિંહ અને તેમના પુત્ર જયંત સિંહે તબસ્સુમ માટે વોટ માંગ્યા હતા. તેમણે જાટોને વારંવાર યાદ અપાવી કે આ સમાજની અસ્મિતા અને સન્માનનો પ્રશ્ન છે.
   અજીત સિંહની આ વાતો સામે યોગીના નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને જે પરિણામ આવ્યું તે સામે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યોગી આદિત્યનાથે કરી આ ભૂલ, તેમના આ શબ્દોએ કૈરાનામાં ભાજપને હરાવ્યું | These words from speech of Yogi Adityanath defeated BJP in Kairana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `