ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» There is not a single Jain family in the area around 40 km of Kundagram

    કુંડગ્રામના 40 કિલોમીટર આસપાસના વિસ્તારમાં એક પણ જૈન પરિવાર નથી

    Bhaskar News, Patna | Last Modified - Mar 29, 2018, 02:53 AM IST

    સૌની આસ્થાનું કેન્દ્ર છે મહાવીર પરંતુ પ્રવાસન સ્થળની પાયાની સુવિધાઓ નથી
    • કુંડગ્રામના 40 કિલોમીટર આસપાસના વિસ્તારમાં એક પણ જૈન પરિવાર નથી
      કુંડગ્રામના 40 કિલોમીટર આસપાસના વિસ્તારમાં એક પણ જૈન પરિવાર નથી

      પટણા: વૈશાલીના કુંડગ્રામમાં ભગવાન મહાવીરના ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. 29મી માર્ચે મહાવીર જયંતીના પ્રસંગે સુશોભનનાં કાર્યમાં તેજી જોવા મળી રહી છે. કેટલાય પરિવારો ભગવાન મહાવીરના દર્શનાર્થે પરિસરમાં આવી પહોંચ્યા છે, અને શ્રદ્ધાના સૂરો રેલાઈ રહ્યા છે. મંદિરમાં ચામડાની બનાવટની કોઈ પણ વસ્તુ લઇ જવાની પરવાનગી નથી.


      મંદિરને અંદર અને બહાર બંને જગ્યાઓને ભવ્યાતિભવ્ય બનાવવામાં આવ્યું છે. અહીં ફરવા માટે આવેલા રામ અવધેશને પૂછવામાં આવ્યું કે તેઓ અહીં કેમ આવ્યા છેω તેના જવાબમાં તેમણે કહ્યું કે ભગવાન મહાવીર ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા, તેથી અમે પણ તેમને માનીએ છીએ. જૈન ધર્મ વિષે તેમને વધુ જાણકારી નથી પરંતુ તેમને કહ્યું કે અહીં રાજા સિદ્ધાર્થનું શાસન હતું અને અહીં ભવ્ય મંદિર બની રહ્યું છે. અમે સહપરિવાર દર્શન માટે આવ્યા છીએ.

      ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર સુદ તેરસે થયો હતો


      ચૈત્ર માસની સુદ તેરસે વૈશાલીના કુંડલપુર ગામમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. ઈ.સ.પૂર્વે 599માં તેમનો જન્મ થયાની વાત ઇતિહાસમાં નોંધાયેલી છે. રાજા સિદ્ધાર્થ અને ત્રિશલાના આ સંતાને માત્ર 30 વયની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો અને આત્મજાગૃતિ માટે નીકળી પડ્યા હતા. 12 વર્ષની કઠિન સાધના બાદ તેમને કલ્યાણ અને મુક્તિના માર્ગનું દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: There is not a single Jain family in the area around 40 km of Kundagram
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top