ગુજરાત હાઈકોર્ટના આગોતરા પર સ્ટેનો સુપ્રીમનો ઈનકાર

એસસી-એસટી કાયદાના દુરુપયોગથી નિર્દોષ નાગરિકો અને સરકારી કર્મચારીઓને બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી

New Delhi | Updated - Mar 27, 2018, 02:34 AM
The Supreme Court rejected the Gujarat High Courts order
નવી દિલ્હી: આદિવાસીઓની જમીન પચાવી પાડવા અને એટ્રોસિટીના આરોપી બે બિલ્ડરોને આગોતરા જામીન આપવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો સુપ્રીમકોર્ટે ઈનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં જ એસસી-એસટી કાયદાના દુરુપયોગથી નિર્દોષ નાગરિકો અને સરકારી કર્મચારીઓને બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર તથા ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે એસસી-એસટી એક્ટ હેઠળ આગોતરા જામીન મંજૂર કરવાના હાઈકોર્ટના આદેશને રદ કરવાની અરજી પર ગુજરાત સરકાર અને આરોપીઓને નોટિસ પાઠવી હતી.

X
The Supreme Court rejected the Gujarat High Courts order
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App