અયોધ્યામાં રામ મંદિર માટે કોતરાયેલી શિલાઓ પર લીલ જામી ગઇ, રામ નામના પથ્થરો પર લોકો પોતાના નામ કોતરી ગયા

મંદિર કાર્યશાળામાં 65 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, દાવો- ચુકાદો આવતાં જ 48 કલાકમાં મંદિરનું માળખું ઊભું કરી દેવાશે

divyabhaskar.com | Updated - Sep 17, 2018, 06:03 PM
The stones of the Ram temple were bad in Ayodhya

અયોધ્યા: અયોધ્યા અને ઓક્ટોબર. જાણે કે એક જ શબ્દના બે હિસ્સા બની ગયા છે. જન્મભૂમિમાં તૈનાત સુરક્ષાકર્મી હોય, કારસેવકપુરમમાં હાજર સંઘ કાર્યકર હોય, કાર્યશાળાના કારીગર કે પછી રેડ ઝોનની બહારના રસ્તા પર રહેતા વાદી ઇકબાલ અન્સારી હોય. સૌના મોઢે અયોધ્યા સાથે ઓક્ટોબર જરૂર આવે છે. ઓક્ટોબરમાં કંઇક તો થશે. થોડું કોર્ટ કરશે, થોડી અમારી તૈયારી છે. હકીકત એ છે કે મંદિર માટે કોતરાયેલા પથ્થરો પર લીલ જામી ગઇ છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે નિવૃત્ત થવાના છે. આશા છે કે અયોધ્યા અંગેના એક કેસમાં તેઓ ચુકાદો સંભળાવી શકે છે. દરમિયાન, મંદિર કાર્યશાળામાં 65 ટકા કામ પૂરું થઇ ચૂક્યું છે.


1000 લોકો કાર્યશાળા પહોંચે છે


ઓપન કાર્યશાળાનો ક્રેઝ લોકોમાં ઘણો છે. રોજ 1000 લોકો તેને જોવા આવે છે. ગાઇડ તેમને ઘણી વાર રામલલાના દર્શન પહેલા અહીં લઇ આવે છે અને ત્યાં રખાયેલું મોડલ બતાવીને કહે છે, ‘હવે આપણે જ્યાં રામલલાના દર્શન માટે જઇશું ત્યાં આવું જ મંદિર બનશે.’


સૌના મોઢે અયોધ્યા સાથે ઓક્ટોબર, રામલલ્લાના દર્શન પહેલા કાર્યશાળા જાય છે


-આરએસએસ તેના કાર્યકરોની મદદથી મુસલમાન તથા અન્ય ધર્મના લોકોને રામમંદિરની તરફેણમાં તૈયાર કરવા વિવિધ કાર્યક્રમ ચલાવી રહ્યું છે, જેમાં ભાષણ અને રેલીઓ મુખ્ય છે.


-અયોધ્યાના તપસ્વી સ્વામીએ આમરણ ઉપવાસની ધમકી આપી છે. ચુકાદો તરફેણમાં આવે તે માટે અહીંના જ અભયદાતા હનુમાન મંદિરમાં 108 વખત હનુમાન જાપ ચાલી રહ્યા છે.


-લોકોનો દાવો છે કે ચુકાદો તરફેણમાં આવશે તો 48 કલાકમાં જ મંદિરનું માળખું ઊભું કરી દઇશું. માળખામાં 100 પિલર હશે, જેમાંથી 22 તૈયાર થઇ ચૂક્યા છે. 21 પર કામ ચાલી રહ્યું છે.


-અયોધ્યાની રામમંદિર કાર્યશાળામાં 1992થી પથ્થરો પર કોતરણીકામ ચાલી રહ્યું છે. મોટા ભાગના તૈયાર પિલર અને પથ્થરો પર લીલ જામી ગઇ છે. કેટલાક પર સહેલાણીઓએ પોતાના નામ કોતરી દીધા છે.

X
The stones of the Ram temple were bad in Ayodhya
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App