તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતોનો મોદીને પડકાર- રામ મંદિરની તારીખ જણાવો નહીં તો વિદ્રોહ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી શરૂ થાય તે પહેલા સંતોએ કેન્દ્રની એનડીએ સરકારને ચેતવણી આપી છે. દિલ્હીમાં સંતોની ઉચ્ચાધિકાર સમિતિની મળેલી બેઠકમાં સંતોએ ચેતવણી આપતા કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા જો રામમંદિરનું નિર્માણ નહીં થાય તો ભાજપ ચૂંટણી હારી શકે છે. સંતોએ ધમકી આપી છે કે જો સરકાર ડેડલાઈન નહીં આપે તો આંદોલન અને વિદ્રોહ જ વિકલ્પ રહેશે.

 

એકવાર મંદિર બની જશે તો પરસ્પર વિવાદ પણ ખતમ થઈ જશે

 

શુક્રવારે સાંજે મહંત નૃત્યગોપાલદાસના નેતૃત્વમાં સંતોનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યું હતું. સંતોએ રામ મંદિર નિર્માણની અડચણ દૂર કરવા જરૂર પડે તો સંસદના બંને ગૃહોનું સંયુક્ત સત્ર બોલાવી કાયદો ઘડવા પણ સૂચન કર્યું છે. તાજેતરમાં જ સંઘના વડા મોહન ભાગવતે પણ કહ્યું હતું કે રામ મંદિર તોડાયું હતું. દરેકે આ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. રામ આપણી આસ્થાનું પ્રતીક છે. દરેક મંદિર ઇચ્છે છે. એકવાર મંદિર બની જશે તો પરસ્પર વિવાદ પણ ખતમ થઈ જશે.