રાજસ્થાન સરકાર ત્રણ વર્ષ અગાઉ જ તોગડિયાનો કેસ પાછો ખેંચી ચૂકી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગંગાપુર સિટી (રાજસ્થાન): વિહિપ નેતા ડો. પ્રવીણ તોગડિયાની જે કેસમાં ધરપકડ કરવા માટે રાજસ્થાન પોલીસ અમદાવાદ પહોંચી હતી, તે કેસ રાજસ્થાન સરકારે 3 વર્ષ પહેલાં જ પાછો ખેંચી લીધો હતો. પરંતુ પોલીસે આ કેસ વિડ્રો જ નથી કર્યો. આ અંગેનો પત્ર ક્યાં અટકી ગયો તેની તપાસ શરૂ કરાઈ છે. ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે તોગડિયા સહિત 17 લોકો વિરુદ્ધ ગંગાપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસે એફઆર લગાવી હતી.

 

વર્ષ 2014માં આ કેસ પાછો ખેંચવાની ભલામણ....

 

ગંગાપુર સિટીના તત્કાલીન એસડીએમ પ્રોબેશનરી વિકાસ ભાલેએ કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો, જેને ધ્યાનમાં લેતા કોર્ટે સુનાવણી શરૂ કરી હતી. પ્રદેશમાં ભાજપની સરકાર આવતા જ વર્ષ 2014માં આ કેસ પાછો ખેંચવાની ભલામણ ગૃહ વિભાગને મળી. સરકારે 13 ઓક્ટોબર, 2014ના આ કેસ કોર્ટમાંથી વિડ્રો કરવાનો નિર્ણય કર્યો હતો. ગૃહ વિભાગે 9 જૂન, 2015ના રોજ તેના માટે એસપીને પત્ર પણ મોકલી દીધો હતો.

 

મારાં આંસુ માટે જવાબદાર કોણ તેનો ખુલાસો ટૂંકમાં જ કરીશ

ભાવુક થયેલા તોગડિયાએ હિંદુ કાર્ડ ખેલતા કહ્યું કે તેમને ટાર્ગેટ કરાયા છે. તેમના આ આંસુ માટે કોણ જવાબદાર છે તેનો ખુલાસો ટૂંકમાં જ કરવાની જાહેરાત પણ તેમને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...