ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» The police will be seen in the Dhoot-kurta in the Kashi Vishwanath temple

  કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પોલીસ ધોતી-કુર્તામાં જોવા મળશે

  Bhaksar News, Varanasi | Last Modified - Mar 28, 2018, 02:23 AM IST

  પોલીસ હવે જોવા મળશે ધોતી-કુર્તામાં, ખભા પર સુરક્ષાકર્મી લખેલો ખેસ પહેરશે જે તેમની ઓળખ હશે
  • કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પોલીસ ધોતી-કુર્તામાં જોવા મળશે
   કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પોલીસ ધોતી-કુર્તામાં જોવા મળશે

   વારાણસી: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પોલીસ ખાખી વર્દીમાં નહીં પરંતુ ધોતી-કુર્તા પહેરીને સુરક્ષા વ્યવસ્થા કરતી નજરે પડે છે. આ વ્યવસ્થા આ અઠવાડિયે લાગુ કરવામાં આવી છે. પોલીસનો આ નવો અવતાર માત્ર ગર્ભગૃહ પૂરતો જ સીમિત છે, એ સિવાયના મંદિરમાં પોલીસ ખાખી વર્દીમાં જ જોવા મળશે. ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓની વચ્ચે પોલીસકર્મીઓની ઓળખાણ થઇ શકે તે માટે તેઓ ખભા પર સુરક્ષાકર્મી લખેલો ખેસ પહેરશે.

   મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ ગર્ભગૃહમાં પોલીસને જોઈને અસહજતાનો અનુભવ ન કરે તે માટે આ વ્યવસ્થા લાગુ કરાઈ છે. એએસપી આર.કે. ભારદ્વાજે જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ સફેદ ધોતી અને પીળા કુર્તામાં નજરે પડશે. કુલ 22 સુરક્ષાકર્મીઓ 3 શિફ્ટમાં ધોતી-કુર્તામાં ડ્યુટી કરશે. નજીકના ભવિષ્યમાં જ મહિલા પોલીસકર્મીઓ માટે પણ ડ્રેસકોડ લાગુ કરવામાં આવશે.

   એ સિવાય તેમને દેશમાં બોલાતી અલગ અલગ ભાષાઓની ટ્રેનિંગ પણ આપવામાં આવશે જેથી કરીને દક્ષિણ ભારત, બંગાળ વગેરે પ્રદેશોના ભક્તોની વાત સમજીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે. હકીકતમાં મંદિર અને પોલીસતંત્ર ભક્તોની માનસિકતા બદલવા માટેની કવાયત કરી રહ્યા છે.

   3 ઝોનમાં સુરક્ષા- ગ્રીન, રેડ અને યલો ઝોનમાં 1 હજાર સુરક્ષાકર્મીઓ

   મંદિરની સુરક્ષા 3 ઝોનમાં વહેંચાયેલી છે, ગ્રીન, રેડ અને યેલો। ગ્રીન ઝોન એટલે મંદિરની બહારનો ભાગ અને શેરીઓ. જ્યાં પ્રમાણમાં ઓછી સુરક્ષા હોય છે. યલો ઝોન એટલે મંદિરનું પરિસર અને તેની આસપાસનો વિસ્તાર જ્યાં લોકો હોય છે અને રેડ ઝોન એટલે મુખ્ય મંદિર પરિસર અને ગર્ભગૃહ. રેડ ઝોનમાં રહેલા પોલીસકર્મીઓ ધોતી-કુર્તામાં દેખાશે. ત્રણેય ઝોનમાં પીએસી, લોકલ પોલીસ , સીઆરપીએફ, પેરા મિલિટરી ફોર્સ, સ્પેશિયલ કમાન્ડો, ઇન્ટેલિજન્સ, બોમ્બ સ્ક્વૉડ ટીમ 24 કલાક તૈનાત રહે છે. રેડ અને યલો ઝોનમાં હમેશાં 1હજાર જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે રહે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The police will be seen in the Dhoot-kurta in the Kashi Vishwanath temple
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top