તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Police Kicked To Move The Dead Body Down From The Stretcher|મદદ કરવાના બદલે કર્યું મૃતકનું અપમાન!

લાશને સ્ટ્રેચર પરથી નીચે ખસેડવા પોલીસે મારી લાત, મદદ કરવાના બદલે કર્યું મૃતકનું અપમાન!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના શિવપુરી પાસે આવેલા સુલતાનગઢના ધોધમાં અચાનક વધી ગયેલા જળસ્તરથી અંદાજે 11 લોકો તણાઈ ગયા હતા તો સાથે જ અન્ય 45 લોકો એ પૂરની અંદર જ ફસાયા હતા. રાજ્ય સરકાર દ્વારા તેમની શોધખોળ માટે મધરાતે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રખાયું હતું. સરકાર અને બચાવટીમોની ભારે જહેમત બાદ એ 45 લોકોને સહી સલામત બચાવી લેવાયા હતા. તો સાથે જ તણાયેલા 11 પૈકી નવ જેટલા લોકોના મૃતદેહોને પણ બહાર કાઢી લેવાયા હતા. તેવામાં જ આમાંના જ એક મૃતદેહને જ્યારે એક વ્યક્તિ સ્ટ્રેચર ખાલી કરવા માટે નીચે ગોઠવતો હતો ત્યારે એક પોલીસકર્મીએ તેને મદદ કરવાને બદલે ઉભા ઉભા જ પગથી લાત મારીને નીચે પાડ્યો હતો.પોલીસની આ હરકતથી લોકોમાં પણ રોષ ફેલાયો હતો. સજાના ભાગરૂપે તેની બદલી પણ કરવામાં આવી છે.

 

નશામાં ટલ્લી યુવતીઓએ કર્યો હાઈવે પર હંગામો, પોલીસ સાથે પણ મારામારી કરી ગાડીને માર્યા પથ્થરો