71મો સ્વતંત્રતા દિવસ: ગાંધીજીનો એકમાત્ર TV ઇન્ટરવ્યુ: જ્યારે રિપોર્ટરને કહ્યું- બહુ ખરાબ સવાલ, વાતચીત સમાપ્ત

ગાંધીજીએ ગુજરાતના આણંદ બોરસાડમાં બનેલા ઘરમાં અમેરિકન મીડિયા ‘ફોક્સ મુવીટોન ન્યુઝ’ને પોતાનો એકમાત્ર ઇન્ટરવ્યુ આપ્યો

divyabhaskar.com | Updated - Aug 09, 2018, 08:00 AM
ગુજરાતના આણંદમાં અમેરિકન રિપોર્ટરને ઇન્ટરવ્યુ આપી રહેલા ગાંધીજી.
ગુજરાતના આણંદમાં અમેરિકન રિપોર્ટરને ઇન્ટરવ્યુ આપી રહેલા ગાંધીજી.

નેશનલ ડેસ્ક: ‘શું તમે મહાત્મા ગાંધીનો બોલતા ચિત્રવાળો ઇન્ટરવ્યુ લેવા માંગો છો? હું તમને જણાવી દઉં કે તે દુનિયાના સૌથી અઘરા વિષયોમાંથી એક છે.’ અમેરિકન મીડિયા રિપોર્ટરે જ્યારે ગાંધીના સેક્રેટરી મોહનદેવને બાપુના ઇન્ટરવ્યુ માટે પૂછ્યું તો તેમને આ જ જવાબ મળ્યો. ઘણા પ્રયત્નો પછી 30 એપ્રિલ, 1931ના રોજ ગાંધીજી ઇન્ટરવ્યુ માટે તૈયાર થયા. પછી તેમણે ગુજરાતના આણંદ બોરસાડમાં બનેલા ઘરમાં અમેરિકન મીડિયા ‘ફોક્સ મુવીટોન ન્યુઝ’ને પોતાનો એકમાત્ર ઇન્ટરવ્યુ આપ્યો.

નેશનલ ડેસ્ક: ‘શું તમે મહાત્મા ગાંધીનો બોલતા ચિત્રવાળો ઇન્ટરવ્યૂ લેવા માંગો છો? હું તમને જણાવી દઉં કે તે દુનિયાના સૌથી અઘરા વિષયોમાંથી એક છે.’ અમેરિકન મીડિયા રિપોર્ટરે જ્યારે ગાંધીના સેક્રેટરી મોહનદેવને બાપુના ઇન્ટરવ્યૂ માટે પૂછ્યું તો તેમને આ જ જવાબ મળ્યો. ઘણા પ્રયત્નો પછી 30 એપ્રિલ, 1931ના રોજ ગાંધીજી ઇન્ટરવ્યૂ માટે તૈયાર થયા. પછી તેમણે ગુજરાતના બોરસદમાં બનેલા ઘરમાં અમેરિકન મીડિયા ‘ફોક્સ મુવીટોન ન્યુઝ’ને પોતાનો એકમાત્ર ઇન્ટરવ્યૂ આપ્યો.

જ્યારે ગાંધીજીને પૂછ્યું કે આઝાદી માટે જીવ આપવા તૈયાર છો

- 3 મિનિટના આ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે રિપોર્ટરે ગાંધીજીને પૂછ્યું કે ભારતની આઝાદી માટે શું તમે તમારો જીવ આપવા તૈયાર છો, તો બાપુ હસવા લાગ્યા. પછી ગાંધીજીએ જે જવાબ આપ્યો, તેનો તો રિપોર્ટરને અંદાજ પણ ન હતો.

- આ એ જ વર્ષ હતું જ્યારે ગાંધીજીએ પૂર્ણ સ્વરાજનો નારો બુલંદ કર્યો. મીઠાના કાયદાને તોડવા માટે દાંડી માર્ચ કાઢી. અંગ્રેજોનો અહિંસાત્મક રીતે ખુલ્લો વિરોધ શરૂ કર્યો. અહીંથી જ દેશને પૂર્ણ સ્વરાજ બનાવવાના આંદોલનને વેગ મળ્યો. ગાંધીજીનો સ્વરાજનો વિચાર બ્રિટનના રાજનૈતિક, સામાજિક, આર્થિક, બ્યુરોક્રેટિક, કાયદાકીય, સૈનિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આંદોલન હતું.
- ઉલ્લેખનીય છે કે ગાંધીજી વિશે માનવામાં આવતું હતું કે તેઓ શરમાળ સ્વભાવના છે અને ઇન્ટરવ્યૂથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેવા સંજોગોમાં આ ટીવી ઇન્ટરવ્યૂ માટે હા પાડવી અને તેના ટાઇમિંગને ગાંધીજીના પૂર્ણ સ્વરાજના પ્લાનિંગનો હિસ્સો પણ માનવામાં આવે છે.

3 મિનિટના ગાંધીજીના એકમાત્ર ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો

Q. જો ઇંગ્લેન્ડના કિંગ તમને ડિનર માટે બકિંગહામ પેલેસ બોલાવે, તો પારંપરિક ભારતીય પોષાકમાં જશો?
A. કોઇપણ બીજો પોષાક પહેરવો મારા માટે બહુ મુશ્કેલ થશે કારણકે, મારે આર્ટિફિશિયલ બનવું પડશે.

Q. જો તમે બીજી ગોળમેજી પરિષદમાં જાઓ તો કેવો પોષાક પહેરવાનું પસંદ કરશો? પારંપરિક કે યુરોપિયન?

A. હું યુરોપિયન દેશમાંથી નથી. જો મને પરવાનગી મળે તો હું આવો જ (ફક્ત ધોતીમાં) ત્યાં જવા ઇચ્છીશ. જેવો હું આજે છું.

Q. જો ઇંગ્લેન્ડે તમારી વાતો ન માની તો તમે શું કરશો?

A. ચોક્કસપણે, વિનમ્રતા સાથે આજ્ઞાનું ઉલ્લંઘન. અને સત્યાગ્રહ સાથે જોડાયેલી ચીજો અમારા વિકલ્પોમાં સામેલ છે. અમે મામલાનો ઉકેલ લાવવા માટે આ ઉપાયો અજમાવીશું અથવા બીજા. હમણા કહી ન શકાય.

Q. જો ઇંગ્લેન્ડ તમારી માંગો સાંભળે તો તમે ભારત માટે પૂર્ણ સ્વરાજ્યની માંગ કરશો?

A. જી હાં.

Q. પૂર્ણ સ્વરાજ્ય?

A. હા, પૂર્ણ સ્વરાજ્ય જ.

Q. જો ઇંગ્લેન્ડ તમારી માંગો ન માને તો શું તમે જેલ જવા માટે તૈયાર છો?

A. હસતા-હસતા કહે છે, હું જેલ જવા માટે હંમેશાં તૈયાર રહું છું.

Q. જો ભારતને આઝાદી મળે તો બાળવિવાહ બંધ થશે?

A. હું આ જરૂર કરવા માંગીશ. અને આઝાદી પહેલા જ.

Q. શું તમને લાગે છે કે ઇંગ્લેન્ડ આ વખતે ભારતને પૂર્ણ સ્વરાજ્ય આપશે?

A. અમારે અત્યારે જ આ જોવું પડશે.

Q. પરંતુ શું તમને કોઇ આશા છે?

A. હું આશાવાદી છું.

Q. શું તમે દેશની સ્વતંત્રતા માટે જીવ આપવા તૈયાર છો?

A. સ્મિત સાથે કહ્યું આ એક બહુ ખરાબ સવાલ છે. અને ઇન્ટરવ્યૂ ખતમ કરી દીધો.

X
ગુજરાતના આણંદમાં અમેરિકન રિપોર્ટરને ઇન્ટરવ્યુ આપી રહેલા ગાંધીજી.ગુજરાતના આણંદમાં અમેરિકન રિપોર્ટરને ઇન્ટરવ્યુ આપી રહેલા ગાંધીજી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App