ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સમગ્ર દેશમાં ઉત્તરથી દક્ષિણ વરસાદી તોફાન, 44 મોત,70 ફ્લાઈટ ડાયવર્ટ | The north-south storm storm, 44 deaths, 70 flight divert across the country

  સમગ્ર દેશમાં ઉત્તરથી દક્ષિણ વરસાદી તોફાન, 48ના મોત, 70 ફ્લાઈટ ડાયવર્ટ

  Bhaskar News, New Delhi | Last Modified - May 14, 2018, 08:33 AM IST

  દિલ્હી, હિમાચલ, હરિયાણા, ઉ.પ્ર.માં અનેક ઠેકાણે વાવાઝોડું, 70 ફ્લાઈટ ડાયવર્ટ, આજે પણ ચેતવણી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દેશના ઉત્તરમાં હિમાચલથી લઇને દક્ષિણમાં તમિલનાડુ અને પૂર્વમાં પશ્ચિમ બંગાળ સુધી રવિવારે આંધી-તોફાન સાથે વરસાદ થયો, જે દરમિયાન વિવિધ દુર્ઘટનાઓમાં 48 લોકોનાં મોત થયાં. ઘણા સ્થળે ઘરોને નુકસાન પહોંચ્યું છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં રવિવારે સાંજે વાવાઝોડું આવ્યું. દિલ્હીમાં 109 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં ઘણા સ્થળે વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ અને રેલ ટ્રાફિક અસરગ્રસ્ત થયો.

   12 ટ્રેન પ્રભાવિત થઇ જ્યારે 40 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી અને 24 ફ્લાઇટ મોડી પડી. ઘણા સ્થળે સાંજે 5 વાગ્યા બાદ બે કલાક સુધી મેટ્રો સેવા અવરોધાઇ. ઓખલા-જસોલા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં મેટ્રોની લાઇન તૂટવાથી એક કલાક મેટ્રો બંધ રહી. દિલ્હીમાં એક મહિલા સહિત 2 લોકોના મોત વાવાઝોડા સંબંધી દુર્ઘટનામાં થયા. વીજળીના 40 થાંભલા તૂટી પડ્યા. ઘણા મકાનોને પણ નુકસાન થયું છે.

   જોકે, દિવસભર સખત તાપ બાદ સાંજે વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી. સોમવારે પણ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, પશ્ચિમી ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારો, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી, લક્ષદ્વીપ અને કેરળમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે.

   યુપીમાં 18, દિલ્હીમાં 2નાં મોત

   યુપીના વિવિધ જિલ્લામાં વાવાઝોડા સંબંધી દુર્ઘટનાઓમાં 18 લોકોના મોત થયા અને 28 ઘાયલ થયા. ગાઝિયાબાદના લાલકુઆંમાં વાહન પર ઝાડ પડતાં 2 જણાંનાં મોત થયા. કાસગંજમાં કાચા ઘરની દીવાલ ધસી પડતાં 4 લોકોનાં મોત થયા. બુલંદશહરમાં બે તથા કન્નોજ, અલીગઢ અને સંભલમાં 1-1 મોત થયા.

   આંધ્ર-બંગાળમાં વીજળીથી 24 મોત

   તેલંગાણા-આંધ્રમાં વીજળી પડવાથી 3 ખેડૂત અને 1 પોસ્ટમેન સહિત 9 લોકોનાં જ્યારે પ.બંગાળમાં 4 બાળકો સહિત 7 લોકોનાં મોત થયા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સમગ્ર દેશમાં ઉત્તરથી દક્ષિણ વરસાદી તોફાન, 44 મોત,70 ફ્લાઈટ ડાયવર્ટ | The north-south storm storm, 44 deaths, 70 flight divert across the country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top