Divya Bhaskar

Home » National News » Latest News » National » The Karnataka assembly elections will be held on Saturday

થનગનભૂષણ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી શનિવારે યોજાશે

Divyabhaskar.com | Updated - May 09, 2018, 02:07 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને મંગળવારે તો સોનિયા ગાંધી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતાં...

  • The Karnataka assembly elections will be held on Saturday
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાહુલનું સ્વપ્નું: હું 2019માં PM બનીશ, મોદીનું સ્વપ્નું: ફરી જીતીશું, કોંગ્રેસ EVMને દોષ દેશે

    બેંગ્લુરુ: કર્ણાટક ચૂંટણીની આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ બંને જીવ પર આવીને ખરાખરીનો જંગ ખેલી રહ્યા છે. ભાજપ તરફથી મોદી અને કોંગ્રેસ તરફથી રાહુલ સુકાન સંભાળી રહ્યાં છે. દરમિયાનમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રોડ શો દરમિયાન ઉમેદવાર નરેન્દ્ર સ્વામીના બદલે નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં વિકાસ કર્યો છે તેવું કહ્યું હતું. જો કે ત્યારબાદ ભૂલ સમજાતા તેમણેે તે સુધારી હતી.

    રાહુલ: માફિયા વિ. જનતાનો જંગ


    રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં સ્વચ્છ રાજકારણ વિરુદ્ધ ગંદા રાજકારણનો જંગ છે. માફિયા વિરુદ્ધ જનતાનો મુકાબલો છે. તેમણે રેડ્ડી બંધુ પર આડકતરી રીતે નિશાન ટાંક્યું હતું.
    કોંગ્રેસ સીમિત છતાં રાહુલને વિશ્વાસ| કોંગ્રેસ 31માંથી 27 રાજ્યોમાં સત્તા પર નથી. 14 રાજ્યોમાં તેના એક પણ સાંસદ નથી છતાં રાહુલ PM બનવા માગે છે.

    મોદી: લોકો કોંગ્રેસને ઉખાડી ફેંકશે


    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકના લોકોએ કોંગ્રેસને શિક્ષા આપવાનું નક્કી કર્યું છે. તેઓ રાજ્યમાંથી તેને ઉખાડી ફેંકશે. કોંગ્રેસ અત્યારથી જ પોતાના બચાવ માટે તૈયાર છે. જેવી હારશે કે તરત કહેશે કે ઇવીએમને કારણે તેઓ હારી ગયા. કર્ણાટકમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે આથી લોકો ત્રસ્ત છે.

    આગળ વાંચો: સોનિયા શું કહ્યું પીએમ મોદી વિશે....

  • The Karnataka assembly elections will be held on Saturday
    સોનિયા ગાંધી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતાં.

    સોનિયા: મોદી પર ભૂત સવાર

     

    બે વર્ષ બાદ ચૂંટણી પ્રચારમાં ઉતરેલાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મોદી પર કોંગ્રેસને ભારત મુક્ત કરવાનું ભૂત સવાર છે. તેઓ સારા વક્તા છે, સારા અભિનેતા છે પરંતુ માત્ર ભાષણોથી લોકોના પેટ ભરાતા નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending