Divya Bhaskar

Home » National News » Desh » The famous temples of India frequently visited by Billionaires of India

આ મંદિરોમાં જાય છે દેશના અબજોપતિઓ, લિસ્ટમાં અંબાણીથી લઇને બિરલા પરિવાર

Divyabhaskar.com | Updated - Apr 29, 2018, 07:11 PM

મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન જ્યારે શ્લોકા મહેતા સાથે નક્કી થયા તો આખો અંબાણી પરિવાર સિદ્ધિવિનાયક મંદિર ગયો

  • The famous temples of India frequently visited by Billionaires of India
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે.

    નવી દિલ્હી: મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન જ્યારે શ્લોકા મહેતા સાથે નક્કી થયા તો આખો અંબાણી પરિવાર સિદ્ધિવિનાયક મંદિર ગયો. દેશના મોટા કોર્પોરેટ્સ ભલે બિઝનેસ કરવામાં માસ્ટર હોય પરંતુ સફળતા અથવા પારિવારિક કામોમાં ભગવાનને સામેલ કરવાનું નથી ભૂલતા. આજે અમે તમને જણાવી રહ્યા છે કે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સજ્જન જિંદલ, ગૌતમ અદાણી, શિવ નાડર જેવા કારોબારીઓ કયા ભગવાનના દર્શન કરવા માટે જાય છે.

    મુકેશ અંબાણી અને નીતા અંબાણી

    અંબાણી પરિવાર જાય છે આ મંદિરોમાં- સિદ્ધિવિનાયક મંદિર, તિરૂપતિ ભગવાનનું વેંકટેશ મંદિર

    મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશનું લગ્ન જ્યારે શ્લોકા સાથે નક્કી થયું તો આખો અંબાણી પરિવાર સિદ્ધિવિનાયકના મંદિરે ગયો. રિલાયન્સ જિયો નેટવર્ક લોન્ચ કર્યા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તિરૂપતિ ભગવાનના વેંકટેશ્વર મંદિર ગયા. તેમની સાથે તેમના દીકરા અનંત અને ઇશા અંબાણી પણ હતા. મુકેશ અંબાણી, નીતા અંબાણી અને ઇશા અંબાણી ગુજરાતમાં દ્વારાધીશના મંદિર પણ ગયા છે. તેઓ બનારસના મંદિરમાં પણ ગયા છે.

    અનંત અંબાણી- બાલાજી મંદિર

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી ઘણા આધ્યાત્મિક છે. અનંત અંબાણી બાલાજી મંદિરમાં ઘણું જાય છે. તેઓ બાલાજી મંદિરમાં ઘણી આસ્થા ધરાવે છે. તેમણે આ મંદિરને સફેદ હાથીની મૂર્તિઓ દાન કરી છે.

    આગળની સ્લાઇડમાં વાંચો અનિલ અંબાણી કયા મંદિરે જાય છે

  • The famous temples of India frequently visited by Billionaires of India
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અનિલ અંબાણી અને જય અનમોલ અંબાણી- ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં

    અનિલ અંબાણી અને જય અનમોલ અંબાણી- ઉજ્જૈનનું મહાકાલ મંદિર

     

    રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પોતાના દીકરા જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર ગયા છે. તેઓ પોતાના 51મા જન્મદિવસ પર મહાકાલના મંદિરમાં 'ભસ્મ આરતી'માં હિસ્સો લેવા ગયા હતા. 

     

    ગૌતમ અદાણી- આંધ્રપ્રદેશનું શ્રીકાલાહસ્તી મંદિર

     

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આંધ્રપ્રદેશના શ્રીકાલાહસ્તી મંદિર જાય છે. આ શિવજીનું પ્રસિદ્ધ મંદિર છે. 

     

    આગળની સ્લાઇડમાં વાંચો- સજ્જન જિંદલ કયા મંદિરે જાય છે

  • The famous temples of India frequently visited by Billionaires of India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સજ્જન જિંદલ અને તેમના પત્ની સંગીતા જિંદલ શિવજીના મંદિર કેદારનાથમાં.

    સજ્જન જિંદલ- કેદારનાથ

     

    જેએસડબલ્યુના ચેરમેન સજ્જન જિંદલ પોતાની પત્ની સંગીતા જિંદલ સાથે વર્ષ 2015માં શિવજી ભગવાનના મંદિર કેદારનાથ ગયા હતા. 

     

    લક્ષ્મી મિત્તલ- સિદ્ધિવિનાયક મંદિર

     

    આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને તેમના પત્ની ઉષા મિત્તલ સિદ્ધિવિનાયર મંદિરમાં પૂજા કરવા માટે જાય છે. 

     

    આગળની સ્લાઇડમાં વાંચો- બિરલા પરિવાર ક્યાં જાય છે

  • The famous temples of India frequently visited by Billionaires of India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કુમાર મંગલમ બિરલા પરિવાર

    કુમાર મંગલમ બિરલા પરિવાર- અમૃતસર સ્થિત દરબાર સાહેબ

     

    કુમાર મંગલમ બિરલાના પત્ની અને તેમનો દીકરો આરિમન વિક્રમ બિરલાની સાથે અમૃતસર સ્થિત દરબાર સાહેબ ગયા છે. ત્યાં પૂજા કરવા ઉપરાંત સેવા પણ કરે છે. 

     

    આગળની સ્લાઇડમાં વાંચો- શિવ નાડર કયા મંદિરમાં જાય છે

  • The famous temples of India frequently visited by Billionaires of India
    શિવ નાડર

    શિવ નાડર- તિરૂમાલાના વેંકટેશ્વર મંદિર, બાલાજી મંદિર

     

    એચસીએલના ચેરમેન શિવ નાડર તિરૂમાલાના વેંકટેશ્વ મંદિર અને બાલાજી મંદિર જાય છે. તેમણે અહીંયા કરોડો રૂપિયા દાનમાં પણ આપ્યા છે. તેમણે 5 કરોડ રૂપિયા બાલાજી મંદિરમાં દાન કર્યા છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending