તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Biggest Action Taken By DGP In Apple Manager Vivek Tiwari Murder Case In Lucknow

એપલ મેનેજર હત્યાકાંડમાં અત્યાર સુધીનું સૌથી મોટું એક્શન, 4 દિવસ પહેલા રડી-રડીને પત્નીએ કહ્યું હતું- શરમ આવવી જોઇએ આવા પોલીસવાળાઓને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક વિવેકની પત્ની કલ્પના તિવારી - Divya Bhaskar
મૃતક વિવેકની પત્ની કલ્પના તિવારી

લખનઉ: વિવેક તિવારી હત્યાકાંડ મામલે જેલમાં બંધ બંને કોન્સ્ટેબલના સપોર્ટમાં આવેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરીને ડીજીપીએ લખનઉના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોને હટાવી દીધા. આ જ પોલીસ સ્ટેશનોના ત્રણ કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીજીપી ઓપી સિંહે કાળી પટ્ટી બાંધેલા સિપાહીઓની તસવીરો વાયરલ થયા પછી આ કાર્યવાહી કરી છે. આ પહેલા વિવેકની પત્ની કલ્પનાએ આરોપી સિપાહીઓને બચાવવાનું અભિયાન ચલાવનારાઓ અને તેમની પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે રડતા-રડતા કલ્પનાએ કહ્યું હતું- જેના કારણે મારી દુનિયા ઉજડી ગઈ, તેમને સપોર્ટ કરનારા પોલીસકર્મીઓને શરમ આવવી જોઇએ. 

 

'મને બરતરફ કરો, મેં આપ્યા પૈસા'

 

- બુધવારે કલ્પનાએ કહ્યું હતું, કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી અને સંદીપના કારણે બંને દીકરીઓના માથા પરથી પિતાનો હાથ જતો રહ્યો. હું વિધવા થઈ ગઈ. કલ્પનાએ આરોપીઓની પત્નીઓના ખાતાઓમાં પૈસા જમા કરાવનારાઓ પર પણ કાર્યવાહીની માંગ કરી હતી. તેમના કહેવા પ્રમાણે, સિપાહી એસોસિયેશન સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. 

- ઉલ્લેખનીય છે કે વિવેક હત્યાકાંડ પછીથી સિપાહીઓનું એક ગ્રુપ આરોપી કોન્સ્ટેબલના સપોર્ટમાં ઊભું છે. 25મી બટાલિયન પીએસી સાથે સંબદ્ધ મથુરામાં રહેતા એક સિપાહી સર્વેશ ચૌધરીએ ડીજીપીને પડકારતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી- 'મને બરતરફ કરો, મેં આપ્યા છે સિપાહીને પૈસા.' 
- ત્યારબાદ સિપાહીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. જોકે, સર્વેશે હવે એસએસપી આશિષ તિવારીને પોતાનું રાજીનામું આપ્યું છે. જેમાં એક મહિનાની રજામાં ઘરે જવાની પરવાનગી માંગી છે. જેને એસએસપીએ સ્વીકારી લીધું છે. સર્વેશે રાજીનામાનું કારણ 1861માં અંગ્રેજોના સમયના બનેલા પોલીસ અધિનિયમમાં ફેરફાર કરવાનું જણાવ્યું છે. તેણે એમ પણ કહ્યું કે તે પોલીસની કાર્યપ્રણાલીથી ખુશ નથી. 

 

લખનઉમાં આ પોલીસવાળાઓ પર પડી વીજળી

 

- ડીઆઇજી (કાયદો અને વ્યવસ્થા) પ્રવીણકુમારે જણાવ્યું કે લખનઉમાં નાકા, અલીગંજ અને ગુડંબા પોલીસ સ્ટેશનોની વાયરલ થયેલી તસવીરો સાચી છે. 

- પરિણામે કામમાં ઢીલ કરવા માટે અલીગંજ ઇન્સ્પેક્ટર અજયકુમાર યાદવ, ગુડંબાના ઇન્સ્પેક્ટર ધર્મેશકુમાર શાહી અને નાકાના ઇન્સ્પેક્ટર પરશુરામસિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 
- પોલીસકર્મીઓમાં અસંતોષ ફેલાવવા માટે દોષી અલીગંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જિતેન્દ્રકુમાર વર્મા, ગુડંબા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુમિત કુમાર અને નાકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગૌરવ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
- તેમણે એમ પણ કહ્યું કે લખનઉ, સીતાપુર સહિત અન્ય જિલ્લાઓની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના વિશે તપાસ ચાલી રહી છે. 
- ઉલ્લેખનીય છે કે કેટલાક સંગઠનોએ આરોપી સિપાહીઓના સપોર્ટમાં 5 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર 'કાળો દિવસ' ઊજવવાનું અભિયાન શરૂ કર્યું હતું. 
- જોકે, સોશિયલ મીડિયા પર વિરોધનો ઝંડો બુલંદ કરવો ભારે પડી ગયો. ડીજીપીના નિર્દેશ પર વારાણસીમાં બરતરફ બે સિપાહીઓ અવિનાશ પાઠક અને વિજેન્દ્ર યાદવની ધરપકડ કરવામાં આવી છે.