કોલસા કૌભાંડને લીધે બેન્કોનાં નાણાં ડૂબી ગયાં: રઘુરામ રાજન

UPA સમયે બેન્કવાળા ચેક લહેરાવી જેટલા જોઈએ એટલા પૈસા લેવાનું કહેતા હતા

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 01:16 AM
The bank's rupee has been stuck due to the coal scam: Raghuram Rajan

નવી દિલ્હી: રિઝર્વ બેન્કના માજી ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે કોલસાની ખાણોને કારણે બેન્કોના નાણા ડૂબ્યા છે. સંસદીય સમિતિના ચેરમેન મુરલી મનોહર જોષીને પાઠવેલા પત્રમાં રાજને કહ્યું છે કે કોલસાની ખાણોની શંકાસ્પદ ફાળવણી, તપાસની આશંકા જેવા રાજકારણ સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાને કારણે યુપીએ અને ત્યારબાદ એનડીએ સરકારે નિર્ણય લેવામાં વિલંબ કરતા પણ ઘણું નુકસાન થયું છે. બેન્કોના અધિકારીઓએ અતિ ઉત્સાહમાં આવી જઈને આડેધડ લોન આપતા પરિસ્થિતિ વણસી હતી. નિર્ણય લેવામાં વિલંબને કારણે સમસ્યા ઊભી થઈ. ભારતમાં વીજળીની ઘટ હોવા છતાં પાવર પ્રોજેક્ટ અટકી ગયા. આથી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઘણીવાર બેન્કોએ લોન આપવા માટે પ્રમોટરની ઇન્વેસ્ટમેન્ટ બેન્કના રિપોર્ટના આધારે કરાર કર્યા. બેન્કોએ પોતાના તરફથી કોઈ તપાસ પણ કરી નહોતી.

પ્રમોટરો સમક્ષ લાઈન લાગતી હતી

રાજને એક ઉદાહરણ આપતા કહ્યું કે એક પ્રમોટરે તેમને કહ્યું હતું કે બેન્કો તેમની સમક્ષ ચેક લહેરાવીને કહેતી હતી કે બોલો તમારે કેટલી લોન જોઈએ છે. રાજને કહ્યું કે આર્થિક વૃદ્ધિ પછીના વર્ષોમાં અપેક્ષા મુજબ રહી નહીં અને વૈશ્વિક મંદીને કારણે ભારત પર પણ તેની અસર પડી. બેન્કોના અધિકારીઓ અતિ આત્મવિશ્વાસમાં હતા અેટલે કોઈ તપાસ પણ કરાઈ નહોતી.

X
The bank's rupee has been stuck due to the coal scam: Raghuram Rajan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App