ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» The 10 cities of the world are included in the cheapest cities: ETU Survey

    દિલ્હી, ચેન્નઇ, બેંગલુરુ મોંઘાં, છતાં વિશ્વનાં 10 સસ્તાં શહેરોમાં સામેલ

    London | Last Modified - Mar 16, 2018, 03:14 AM IST

    ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટનો સરવે
    • દિલ્હી, ચેન્નઇ, બેંગલુરુ મોંઘાં, છતાં વિશ્વનાં 10 સસ્તાં શહેરોમાં સામેલ
      દિલ્હી, ચેન્નઇ, બેંગલુરુ મોંઘાં, છતાં વિશ્વનાં 10 સસ્તાં શહેરોમાં સામેલ

      લંડન: નવી દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઇ વિશ્વનાં 10 સૌથી સસ્તાં શહેરોમાં સામેલ છે. જોકે, આ ત્રણેય શહેર લિસ્ટમાં સતત મોંઘાં થયાં હોવા છતાં પણ વૈશ્વિક સ્તરે તો સસ્તાં શહેરોમાં જ સામેલ છે. ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે વિશ્વનાં 133 શહેર અંગે સરવે કર્યો છે. તેમાં નંબર 1 એટલે સૌથી મોંઘું શહેર અને નંબર 133 એટલે સૌથી સસ્તું શહેર. લિસ્ટમાં દિલ્હી 124મા, ચેન્નઇ 126મા અને બેંગલુરુ 129મા ક્રમે છે. ગત વર્ષની તુલનાએ 14 ક્રમ ગગડીને સીરિયાનું દમાસ્કસ વિશ્વનું સૌથી સસ્તું શહેર બની ગયું છે જ્યારે સિંગાપોર સતત બીજા વર્ષે વિશ્વનું સૌથી મોંઘું શહેર રહ્યું છે.

      સરવે કરવા માટે ન્યૂયોર્કને વિશ્વનું આદર્શ શહેર ગણીને તેને 100માંથી 100 પોઇન્ટ અપાયા. પછી ન્યૂયોર્કને સેમ્પલ ગણીને અન્ય શહેરોના પોઇન્ટ અને ક્રમ નક્કી કરાયા. જે શહેરોને ન્યૂયોર્કના 100ની તુલનાએ 25થી વધુ પોઇન્ટ મળ્યા તેમને જ સરવેમાં સામેલ કરાયાં. તેથી માત્ર 133 શહેર માટે જ આ સરવે કરાયો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The 10 cities of the world are included in the cheapest cities: ETU Survey
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top