તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાશ્મીરમાં અથડામણ 4 આતંકી ઠાર, 16 વર્ષના એક દેખાવકારનું પણ મોત | Terrorists Killed Encounter In Jammu Kashmir

કાશ્મીરમાં અથડામણ 4 આતંકી ઠાર, 16 વર્ષના એક દેખાવકારનું પણ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગરઃ કાશ્મીરના કુપવારા અને પુલવામામાં સુરક્ષાદળોએ શુક્રવારે ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો અને વિસ્ફોટક જપ્ત કરી લેવાયા હતા. પુલવામામાં અથડામણ દરમિયાન દેખાવકારોએ સુરક્ષાદળોને નિશાને લઈ પથ્થરમારો કર્યો હતો. જવાબમાં સેનાની કાર્યવાહીમાં એક દેખાવકાર મૃત્યુ પામ્યો હતો અને 10 ઘવાયા હતા જેમને હોસ્પિટલ ખસેડાયા છે. સુરક્ષાદળોએ પુલવામાના ચતપોરા ગામમાં આતંકી છુપાયેલા હોવાની માહિતી બાદ આખા ગામને ઘેરી લીધું હતું.

 

સર્ચ ઓપરેશન દરમિયાન દેખાવકારોએ સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આતંકીઓને ભગાડવામાં મદદ કરવાનો પ્રયાસ કરાયો પરંતુ ટીમે પથ્થરમારાની ચિંતા કર્યા વિના ઓપરેશન ચાલુ રાખ્યું. આ દરમિયાન બે આતંકીઓને ઠાર મરાયા. જોકે એક ઠેકાણેથી આતંકી સંતાઇને ગોળીબાર કરી રહ્યો હતો. બાદમાં એ ઠેકાણાંને જ ઉડાવી દેવાયું. ત્રણ આતંકીને ઠાર મરાયા. દેખાવકારોને નિયંત્રિત કરવા માટે હવામાં ફાયરિંગ કરાયું. તેની લપેટમાં આવતાં પંપોરના ફૈજાન અહેમદ ખાન મૃત્યુ પામ્યો. વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે. બીજી બાજુ કુપવારાના કંચન જંગલમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો. તેનું શબ તુંગા ટાપ વિસ્તારમાં મળી આવ્યું હતું. ઓપરેશન જારી છે. 

 

 

 શોપિયાંમાં બે જવાન ઘવાયા 


શોપિયાંના અહગામમાં આતંકીઓએ સેનાની ટીમને નિશાન બનાવી ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં બે જવાન ઘવાયા હતા. તેમને હોસ્પિટલ ખસેડાયા છે. હુમલા બાદ આતંકી ફરાર થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી છે.

અન્ય સમાચારો પણ છે...