ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Terrorists fire upon guards at Air Force Station in Malangpora Kashmir

  J&K: માલંગપોર એરફોર્સ સ્ટેશનના ગાર્ડ્સ પર આતંકીઓએ કર્યું ફાયરિંગ

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 07:13 PM IST

  કાશ્મીરના મલંગપોરામાં આવેલા એરફોર્સ ફાયરિંગ સ્ટેશનમાં તહેનાત ગાર્ડ્સ પર આતંકી હુમલો થયો છે
  • કાશ્મીરના એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો. (ફાઇલ ફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાશ્મીરના એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો. (ફાઇલ ફોટો)

   જમ્મુ-કાશ્મીર: કાશ્મીરના મલંગપોરામાં આવેલા એરફોર્સ સ્ટેશનમાં તહેનાત ગાર્ડ્સ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું છે. ન્યુઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘાટીના સુંજવા આર્મી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સેનાના 6 જવાન શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યા હતા.

   સુંજવામાં શું થયું હતું?

   - 10 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે 4.55 વાગે આતંકીઓએ જમ્મુના સુંજવામાં સેનાના કેમ્પ પર હુમલો કરી દીધો હતો. આ કેમ્પ જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સ્થિત છે. હુમલા પછી આર્મીએ 4 આતંકીઓને ઠાર માર્યા હતા. આ તમામના શબ મેળવી લેવામાં આવ્યા હતા.

   આતંકિયો પાસેથી શું મળ્યું?

   - સુંજવાનમાં આર્મી કેમ્પમાં ઘૂસ્યા આતંકી સેનાની વર્દીમાં હતા. તેમની પાસે એક-56 રાયફલ, અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર, બુલેટ અને હાથગોળો મળ્યો છે.

   પાકિસ્તાને ભારતને આપી ધમકી

   - સુંજવાન અટેકના ત્રણ દિવસ પછી પાકિસ્તાને ભારતને ધમકી આપી છે. ત્યાંના ડિફેન્સ મિનિસ્ટર ખૂર્રમ દસ્તગીર ખાને કહ્યું હતું કે જો ભારતે તેમની સામે કોઇપણ પ્રકારની હિમાકત કરી તો તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવશે.

   - આ પહેલા ભારત તરફથી રક્ષા મંત્રી નિર્મલા સીતારામણએ કહ્યું હતું કે સુંજવાન અટેકમાં પાકિસ્તાનને ગંભીર પરિણામનો સામનો કરવો પડશે.

   સુંજવાન અટેકમાં 6 આર્મી પર્સન શહિદ, 1 સિવિલિયનનો જીવ ગયો

   - સૂબેદાર મદનલાલ ચૌધરી
   - સૂબેદાર મોહમ્મદ અશરફ મીર
   - હવલદાર હબીબુલ્લાહ કુરેશી
   - નાયક મંજૂર અહમદ
   - લાંસ નાયક મોહમ્મદ ઇકબાલ
   - હવલદાર રાકેશ ચંદ્રા
   - લાંસ નાયક મો. ઇકબાલના પિતા (સિવિલિયન)

  • ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Terrorists fire upon guards at Air Force Station in Malangpora Kashmir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `