પુલવામા હુમલો / આતંકી મસૂદ અઝહર પાકિસ્તાન સેનાની છત્રછાયામાં, બહાવલપુર મોકલી સુરક્ષા વધારી

Terrorist Masood Azhar shifted in safe zone
મસૂદ અઝહર- ફાઈલ
મસૂદ અઝહર- ફાઈલ
X
Terrorist Masood Azhar shifted in safe zone
મસૂદ અઝહર- ફાઈલમસૂદ અઝહર- ફાઈલ

  • પુલવામા હુમલા બાદ જૈશ આકાને બહાવલપુરનાં નજીક કોટઘાની મોકલી દેવાયો છેઃ સૂત્રો 
  • અઝહરે હિઝબુલનાં આકા સલાહુદ્દીન સાથે મુલાકાત કરી છે 

Divyabhaskar

Feb 26, 2019, 12:10 PM IST

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ ISISનાં જૈશ-એ-મોહમ્મદનાં આકા મસૂદ અઝહરને 'સેફ ઝોન'માં સંતાડી દીધો હોવાના સમાચાર છે. ગુપ્ત સૂત્રો પ્રમાણે, અઝહરને 17-18 ફેબ્રુઆરી એટલે કે પુલવામા હુમલા પછી રાવલપિંડીથી બહાવલપુરની નજીક કોટઘાની મોકલી દેવાયો છે. ISIએ તેની સુરક્ષા પણ વધારી દીધી છે. 

 

મળતી માહિતી પ્રમાણે, પુલવામામાં જ્યારે હુમલો થયો ત્યારે અઝહર રાવલપિંડીમાં સેનાનાં હોસ્પિટલમાં દાખલ હતો. તેને 17-18 ફેબ્રુઆરીએ કોટઘાની મોકલી દેવાયો હતો. 
 

1. અજહરે હિઝબુલ આકા સલાઉદ્દીનની મુલાકાત કરી
અઝહરે હિઝબુલનાં આકા સૈયદ સલાઉદ્દીનની પણ મુલાકાત કરી છે. ગુપ્ત સૂત્રો પ્રમાણે બન્ને આતંકી આકાઓ વચ્ચે થયેલી આ મિટિંગમાં એક બીજાની મદદ કરીને ફરી મજબૂત ષડયંત્ર અંગેની ચર્ચા કરાઈ હશે. 
2. અઝહર જૈશનો સંસ્થાપક છે
અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક છે. 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં CRPFનાં કાફલા પર થયેલા હુમલાની જૈશએ જવાબદારી લીધી છે. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી જ ભારતમાં પાકિસ્તાન સાથે બદલો લેવાની માગ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે આતંકનાં આકાઓ સાથે પુરોપુરો હિસાબ કરવામા આવશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી