ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» શોપિયાંમાં આતંકીઓએ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો | Jammu Kashmir Shopian terrorist grenade attack on Police Force

  JK: શોપિયાંમાં પોલીસ પર ગ્રેનેડ હુમલો, 1નું મોત-16 ઘાયલ; 4 દિ'માં 14 અટેક

  Divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 01:27 PM IST

  જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં ચાર દિવસમાં આતંકીઓએ 14 હુમલાઓ કર્યાં છે.
  • JK: શોપિયાંમાં પોલીસ પર ગ્રેનેડ હુમલો, 1નું મોત-16 ઘાયલ; 4 દિ'માં 14 અટેક
   JK: શોપિયાંમાં પોલીસ પર ગ્રેનેડ હુમલો, 1નું મોત-16 ઘાયલ; 4 દિ'માં 14 અટેક

   શોપિયાં: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવખત સિક્યોરિટી ફોર્સ પર નિશાન સાધ્યું છે. અહીં શોપિયાંમાં આતંકીઓએ પોલીસ ફોર્સ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો છે, જેમાં એક છોકરીનું મોત નિપજ્યું છે.

   ગ્રેનેડ હુમલામાં એકનું મોત, અનેક ઘાયલ


   - શોપિયાંના મુખ્ય ચોકમાં હુમલો કરાયો છે. આતંકીઓએ અહીં બાટપોરા ચોકમાં પોલીસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું અને તેમના પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.
   - બ્લાસ્ટ પછી ઘટનાસ્થળે ફાયરિંગ પણ કરવામાં આવ્યું જેમાં એક છોકરીનું મોત નિપજ્યું છે. જ્યારે કે 4-5 લોકો ઘાયલ થયાં છે જેમાં 3 પોલીસ કર્મચારી પણ સામેલ છે.

   ચાર દિવસમાં 14 હુમલા


   - છેલ્લાં ચાર દિવસમાં ઘાટીમાં આતંકીઓનો આ 14મો હુમલો છે.
   - આ પહેલાં રવિવારે જ્યારે મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી શ્રીનગરમાં પોતાની પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહી હતી તે દરમિયાન આતંકીઓએ પુલવામામાં નેશનલ કોન્ફરન્સના નેત અબ્દુલ રશીદના ઘરે હાજર સુરક્ષાકર્મીઓને નિશાન બનાવ્યા હતા.
   - આ ઉપરાંત પુલવામા જિલ્લાના ત્રાલમાં આતંકીઓએ 42 રાષ્ટ્રીય રાયફલ્સના આર્મી કેમ્પ પર ગ્રેનેડે એટેક કર્યો હતો.

   શનિવારે 4 હુમલાઓ


   - 2 મેનાં રોજ આતંકીઓએ શ્રીનગરમાં કહેર મચાવ્યો હતો. આતંકીઓએ ફત્તેકદલ, બાદશાહ બ્રિજ, બટમાલૂ અને મોમિનાબાદમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં 4 નાગરિક અને 4 સિક્યોરિટી ફોર્સના જવાન ઘાયલ થઈ ગયા હતા.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શોપિયાંમાં આતંકીઓએ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો | Jammu Kashmir Shopian terrorist grenade attack on Police Force
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `