1

Divya Bhaskar

Home » National News » Desh » Terrific school bus accident in Himachal Pradesh funeral of children tragic scenes

નવા સ્કૂલડ્રેસમાં થયો 4 બાળકોનો અંતિમ સંસ્કાર, અર્થીઓ જોઇ રડી-રડીને બેભાન થઇ મા

Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 07:15 AM IST

કાંગડા બસ અકસ્માતમાં થયેલા 23 બાળકોના મોત પછી મંગળવારે અલગ-અલગ જગ્યાઓ પર તેમના અંતિમસંસ્કાર થયા

  • Terrific school bus accident in Himachal Pradesh funeral of children tragic scenes
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નૂરપુર સ્કૂલબસ દુર્ઘટનામાં માર્યા ગયેલી ખુવાડા ગામના એક જ પરિવારના ચાર બાળકોની અર્થીઓ તેમની માતાથી સહન ન થઇ.

    ખવાડા (હિમાચલ): કાંગડા બસ અકસ્માતમાં થયેલા 23 બાળકોના મોત પછી મંગળવારે અલગ-અલગ જગ્યાઓ પર તેમના અંતિમસંસ્કાર થયા. ખવાડા ગામના બે સગા ભાઈઓના 4 બાળકોને પણ આ અકસ્માતે છીનવી લીધા છે. એક જ પરિવારના બે ભાઈઓના આખા પરિવારને સમયે એવો ઘા આપ્યો છે આખી જિંદગી રૂઝાશે નહીં. બાળકો માટે ખરીદવામાં આવેલા નવા સ્કૂલડ્રેસ હજુ તો તેમણે પહેરવાના પણ શરૂ નહોતા કર્યા. એટલે આ બંને ભાઈઓના ચારેય બાળકોને આખરી સફરમાં વિદાય આપતા પહેલા તેમની એકમાત્ર બચી ગયેલી લાડકી દીકરએ પોતાના ભાઈ-બહેનોને આ સ્કૂલડ્રેસ પહેરાવ્યા. આ સ્કૂલડ્રેસ ગયા અઠવાડિયે જ ખરીદવામાં આવ્યો હતો.

    એક જ અવાજ- આ સ્કૂલડ્રેસ અશુભ દિવસે ખરીદવામાં આવ્યા

    - સ્કૂલમાં એડમિશન લીધા પછી સ્કૂલડ્રેસની એક-એક જોડી આ બાળકોએ પહેલીવાર સોમવારે પહેરી હતી, પરંતુ બાકીનો બીજો સ્કૂલડ્રેસ હજુ જેમનો તેમ કબાટની અંદર રાખેલો હતો, જે તેમના છેલ્લા સફરમાં તેમની સાથે ગયો.

    - આ ભાઈઓની બહેન નરેશકુમારીની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઇ હતી. તે રૂમમાં વાંવાર જઇને ક્યારેક સ્કૂલડ્રેસ, ક્યારેક જૂતા લઇને આવતી હતી અને ભાઈઓના પગ પાસે બધો સામાન મૂકતી હતી.
    - નરેશ પોતાના પપ્પાને વળગીને જ્યારે રડી રહી હતી તો તેના મોંમાંથી એક જ અવાજ નીકળી રહ્યો હતો કે આ સ્કૂલડ્રેસ અશુભ ઘડીમાં ખરીદવામાં આવ્યો હતો.

    3 બાળકો સહિત 27 લોકોના થયા હતા મોત

    - સોમવારે કાંગડાના નૂરપુરથી ગહલ ગુરચાલમાં બસ દુર્ઘટનાગ્રસ્ત થવાથી 30 લોકોના મોત થયા હતા. તેમાં 27 બાળકો, બે ટીચર્સ, એક ડ્રાઇવર અને એક મહિલા સામેલ છે, જેમણે લિફ્ટ લીધી હતી.

    - બસમાં કુલ 37 લોકો હતા. સોમવારે લગભગ 4.30 વાગે સ્કૂલમાંથી રજા મળ્યા પછી ખાનગી સ્કૂલની બસ બાળકોને ઘરે મૂકવા જઇ રહી હતી. ચેલી ગામની નજીક સાંકડા રસ્તામાં એક મોટરસાયકલવાળાને સાઇડ આપતી વખતે બસ અનિયંત્રિત થઇ ગઇ અને 200 ફૂટ ઊંડી ખાઈમાં જઇને પડી.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Terrific school bus accident in Himachal Pradesh funeral of children tragic scenes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એકસાથે સળગી 8 બાળકોની ચિતા.
  • Terrific school bus accident in Himachal Pradesh funeral of children tragic scenes
    કાંગડા બસ અકસ્માત પછીની તસવીર.

More From National News

Trending