Divya Bhaskar

Home » National News » Latest News » National » Temple of Love, Raju worshiping his wife for 12 years

પ્રેમનું મંદિર: 12 વર્ષથી પત્નીની પૂજા કરતો રાજુ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:54 AM

લગ્નના થોડા દિવસો પછી રાજમ્માએ મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

  • Temple of Love, Raju worshiping his wife for 12 years
    બેંગ્લુરુ: પ્રેમના પ્રતીક તાજમહલને તો બધા જાણે છે પણ કર્ણાટકના ચામારાજાનગરમાં રાજુ ઉર્ફે રાજુસ્વામી નામના ખેડૂતે ઘરમાં બનાવેલા પત્નીના મંદિર વિષે તાજેતરમાં અહેવાલો પ્રસિદ્ધ થયા. રાજુ 2006માં પત્નીનું રાજમ્મા મંદિર બનાવી તેની પૂજા કરે છે. રાજુએ તેની ભાણી સાથે જ લગ્ન કર્યા હતાં. તેણે કહ્યું કે લગ્નના થોડા દિવસો પછી રાજમ્માએ મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મંદિર બને તે પહેલાં જ તેનું મોત થઇ ગયું હતું. તેથી રાજુએ મંદિર બનાવવાની તેની ઇચ્છા પૂરી કરી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending