મીરપુર: રાઠ વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ભાજપ મહિલા ધારાસભ્ય મનિષા અનુરાગીના પ્રવેશ પછી મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું છે. મંદિરની મૂર્તીઓને શુદ્ધ કરવા માટે પ્રયાગ મોકલવામાં આવી હતી. 12 જુલાઈએ એક કાર્યક્રમમાં રાઠ સુરક્ષીત સીટથી ભાજપના ધારાસભ્ય તેમના વિસ્તારમાં પહોંચ્યા હતા. કાર્યકર્તાઓના કહેવાથી તેઓ મંદિરમાં દર્શન કરવા માટે પોહંચ્યા હતા. આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે રવિવારે મૂર્તીઓ પરત આવી અને તેનું સ્થાપન કરવામાં આવ્યું. આ દિવસે મંદિરમાં અન્નકૂટ પણ ભરવામાં આવ્યા હતા.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનપદ મુખ્યાલયથી 80 કિમી દૂર રાઠના મુસ્કરા ખુર્દ ગામમાં મહાભારત કાળના ઘૂમ્રી ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં તેમની પ્રતિમા લગાવવામાં આવી છે. આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. દરેક મહિલાએ અહીં બહારથી જ દર્શન કરવાના હોય છે.
- ધારાસભ્ય મનિષા અનુરાગીએ આ મંદિરમાં પ્રવેશ તો કર્યો અને સાથે તે ચબૂતરા ઉપર પણ ચઢી હતી જ્યાં ઋષિ તપસ્યા કરતા હતા. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં જ તેમણે હોબાળો કરી દીધો હતો.
- રાઠ સીટના ધારાસભ્ય મનિષા અનુરાગીએ જણાવ્યું કે, મને આ માન્યતા વિશે કઈ ખબર જ નહતી. આ બધુ અજાણતા થઈ ગયું છે. મારી સાથે આવેલા એક કાર્યકર્તાએ મને પ્રાચીન મંદિર વિશે વાત કરી હતી અને તેથી હું ત્યાં દર્શન કરવા ગઈ હતી. મંદિરે દર્શન કરીને આવ્યા પછી મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું હતું.