ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» TDP is disappointed as no special catagory status given by Central Govt

    આંધ્રને વિશેષ દરજ્જો ન મળતા TDP નારાજ, મંત્રીઓ આપશે મોદી સરકારમાંથી રાજીનામાા

    divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 10:40 AM IST

    આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાથી નારાજ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ બુધવારે સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો
    • ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને છોડવાનું એલાન કર્યું.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને છોડવાનું એલાન કર્યું.

      અમરાવતી: આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાથી નારાજ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ બુધવારે સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો. ટીડીપી ચીફ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મોડી રાતે લગભગ પોણા 10 વાગે આ વાતનું એલાન કર્યું. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકારના વલણથી નિરાશ છીએ. ગુરુવારે અમારા બે મંત્રી કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપશે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું તે તે હાલ એનડીએથી અલગ નથી થઇ રહી. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી અરૂણ જેટલીએ ગઇકાલે સાંજે કહ્યું હતું કે સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપી શકે. સ્પેશિયલ પેકેજ આપવા માટે તૈયાર છે.

      અમારી વાત સાંભળવાના મૂડમાં નથી સરકાર

      - ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે રાતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- "અમે મોદી સરકારમાં સામેલ ટીડીપીના બે કેન્દ્રીય મંત્રીઓ અશોક ગજપતિ રાજુ અને વાય.એસ. ચૌધરીને રાજીનામું આપવા માટે કહ્યું છે. આ અમારો એકદમ યોગ્ય નિર્ણય છે. કેન્દ્ર સરકારે આંધ્ર માટે પોતાના વાયદાઓ પૂરા નથી કર્યા. અમે બજેટની શરૂઆતથી જ સંસદમાં માંગોને લઇને પ્રદર્શન કરી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી કોઇ જવાબ નથી મળ્યો."

      - "ટીડીપી અને આંધ્ર સરકારે 4 વર્ષ સુધી ધીરજ રાખી. મેં તમામ રીતે કેન્દ્ર સરકારને સમજાવવાની કોશિશ કરી. આ માટે સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાનો પ્રયાસ કર્યો, જેથી તેમને મારા નિર્ણયની જાણ કરી શકું. પરંતુ, કેન્દ્ર કંઇપણ સાંભળવાના મૂડમાં નથી. મને ખબર નથી કે આખરે અમારાથી શું ભૂલ થઇ, કેમ તેઓ (કેન્દ્ર) આવી વાતો બોલી રહ્યા છે?"

      જેટલીએ કહ્યું હતું- આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે

      - નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે કહ્યું- "સરકાર આંધ્રપ્રદેશને સ્પેશિયલ પેકેજ આપવા માટે તૈયાર છે, પરંતુ વિશેષ રાજ્યનો દરજ્જો ન આપી શકાય. કેન્દ્ર સરકાર ટીડીપીની માંગ સાથે સહમત નથી. જોકે, પહેલાથી જાહેર સ્પેશિયલ પેકેજ જેટલી રકમ આપવા માટે તૈયાર છે."

      - "આ માટે અમે કમિટેડ છીએ. ચૌદમા નાણાપંચ હેઠળ કોઇને પણ વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. પંચના રિપોર્ટ પછી આ બદલાવ આવ્યો છે કે અમે તેને ઔપચારિક રૂપથી વિશેષ દરજ્જો કહેવાને બદલે વિશેષ પેકેજ કહી રહ્યા છે."

    • નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે કહ્યું કે સરકાર આંધ્રપ્રદેશને સ્પેશિયલ પેકેજ આપવા માટે તૈયાર છે, પરંતુ વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે કહ્યું કે સરકાર આંધ્રપ્રદેશને સ્પેશિયલ પેકેજ આપવા માટે તૈયાર છે, પરંતુ વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.

      અમરાવતી: આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાથી નારાજ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ બુધવારે સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો. ટીડીપી ચીફ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મોડી રાતે લગભગ પોણા 10 વાગે આ વાતનું એલાન કર્યું. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકારના વલણથી નિરાશ છીએ. ગુરુવારે અમારા બે મંત્રી કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપશે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું તે તે હાલ એનડીએથી અલગ નથી થઇ રહી. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી અરૂણ જેટલીએ ગઇકાલે સાંજે કહ્યું હતું કે સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપી શકે. સ્પેશિયલ પેકેજ આપવા માટે તૈયાર છે.

      અમારી વાત સાંભળવાના મૂડમાં નથી સરકાર

      - ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે રાતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- "અમે મોદી સરકારમાં સામેલ ટીડીપીના બે કેન્દ્રીય મંત્રીઓ અશોક ગજપતિ રાજુ અને વાય.એસ. ચૌધરીને રાજીનામું આપવા માટે કહ્યું છે. આ અમારો એકદમ યોગ્ય નિર્ણય છે. કેન્દ્ર સરકારે આંધ્ર માટે પોતાના વાયદાઓ પૂરા નથી કર્યા. અમે બજેટની શરૂઆતથી જ સંસદમાં માંગોને લઇને પ્રદર્શન કરી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી કોઇ જવાબ નથી મળ્યો."

      - "ટીડીપી અને આંધ્ર સરકારે 4 વર્ષ સુધી ધીરજ રાખી. મેં તમામ રીતે કેન્દ્ર સરકારને સમજાવવાની કોશિશ કરી. આ માટે સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાનો પ્રયાસ કર્યો, જેથી તેમને મારા નિર્ણયની જાણ કરી શકું. પરંતુ, કેન્દ્ર કંઇપણ સાંભળવાના મૂડમાં નથી. મને ખબર નથી કે આખરે અમારાથી શું ભૂલ થઇ, કેમ તેઓ (કેન્દ્ર) આવી વાતો બોલી રહ્યા છે?"

      જેટલીએ કહ્યું હતું- આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે

      - નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે કહ્યું- "સરકાર આંધ્રપ્રદેશને સ્પેશિયલ પેકેજ આપવા માટે તૈયાર છે, પરંતુ વિશેષ રાજ્યનો દરજ્જો ન આપી શકાય. કેન્દ્ર સરકાર ટીડીપીની માંગ સાથે સહમત નથી. જોકે, પહેલાથી જાહેર સ્પેશિયલ પેકેજ જેટલી રકમ આપવા માટે તૈયાર છે."

      - "આ માટે અમે કમિટેડ છીએ. ચૌદમા નાણાપંચ હેઠળ કોઇને પણ વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. પંચના રિપોર્ટ પછી આ બદલાવ આવ્યો છે કે અમે તેને ઔપચારિક રૂપથી વિશેષ દરજ્જો કહેવાને બદલે વિશેષ પેકેજ કહી રહ્યા છે."

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: TDP is disappointed as no special catagory status given by Central Govt
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `