સીરિંજ કેસમાં CGF કોર્ટનો ભારતીય ડોક્ટરને ઠપકો, ખેલાડી પર પ્રતિબંધ નહીં

કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત આવતીકાલે 4 એપ્રિલથી થશે. જે 15 એપ્રિલ સુધી ચાલશે, 71 દેશના એથ્લિટ્સ સામેલ થઇ રહ્યા છે.

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 04:52 PM
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ભારતીય બોક્સર અથવા ડોક્ટરો પર કોઇ પ્રતિબંધ નથી લગાવ્યો.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ભારતીય બોક્સર અથવા ડોક્ટરો પર કોઇ પ્રતિબંધ નથી લગાવ્યો.

નેશનલ ડેસ્કઃ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ) કોર્ટે ભારતીય દળના શિબિરની પાસે સીરિંજ મળવાના મામલે ઇન્ડિયન ડોક્ટરોને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સીરિંજને યોગ્ય રીતે ડિસ્પોજ નહીં કરવાની ભૂલ ફરીથી ના થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, 30 માર્ચના રોજ એવા સમાચાર આવ્યા હતા કે, એક ભારતીય બોક્સરના રૂમમાંથી સીરિંજ મળી છે. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના સીઇઓ ડેવિડ ગ્રેવેમબર્ગે મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

શું છે મામલો?


- ભારતીય શિબિરમાંથી સીરિંજ મળવાની ફરિયાદ સીજીએફના મેડિકલ કમિશને સીજીએફ કોર્ટને કરી હતી. કોર્ટે ભારતીય ડોક્ટર અમોલ પાટિલને 'નો નિડલ પોલિસી'ના પેરેગ્રાફ એક અને બેના ઉલ્લંઘનની દોષી ગણાવ્યા.
- કોર્ટે પાટિલને ઠપકો આપો, પરંતુ કોઇ પ્રકારના પ્રતિબંધ ના લગાવ્યા.


ભારતીય ડોક્ટરથી શું ભૂલ થઇ?


- કોમનવેલ્થના નિયમો અનુસાર, પાટિલે ગેમ્સની 'નો નિડલ પોલિસી'નું પાલન કર્યુ નહતું અને સીરિંજને યોગ્ય જગ્યાએ ડિસ્પોઝ નહોતી કરી.
- હકીકતમાં બોક્સર બીમાર પડવાના કારણે પાટિલે તેને વિટામિન બી કોમ્પ્લેક્સનું ઇન્જેક્શન આપ્યું હતું.


'નો નિડલ પોલિસી' વિશે ડો. પાટિલને હતી જાણકારી


- સીજીએફ અનુસાર, પૂછપરછ દરમિયાન ડોક્ટર અમોલ પાટિલે જણાવ્યું કે, તેઓ 'નો નિડલ પોલિસી' વિશે સંપુર્ણ જાણકારી ધરાવે છે. તેઓએ 19 માર્ચથી અત્યાર સુધી ઉપયોગમાં લીધેલી તમામ નિડલ્સની જાણકારી આપી. સાથે જ જે દવાઓ તેમની પાસે છે, તેના વિશે જાણકારી આપી.
- ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 4 એપ્રિલથી થશે. જે 15 એપ્રિલ સુધી ચાલશે. તેમાં 71 દેશોના એથલિટ્સ પણ સામેલ થઇ રહ્યા છે.

કોમનવેલ્થ ગેમ્સમાં 5 એપ્રિલથી બોક્સિંગ સ્પર્ધા શરૂ થશે
કોમનવેલ્થ ગેમ્સમાં 5 એપ્રિલથી બોક્સિંગ સ્પર્ધા શરૂ થશે
X
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ભારતીય બોક્સર અથવા ડોક્ટરો પર કોઇ પ્રતિબંધ નથી લગાવ્યો.કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ભારતીય બોક્સર અથવા ડોક્ટરો પર કોઇ પ્રતિબંધ નથી લગાવ્યો.
કોમનવેલ્થ ગેમ્સમાં 5 એપ્રિલથી બોક્સિંગ સ્પર્ધા શરૂ થશેકોમનવેલ્થ ગેમ્સમાં 5 એપ્રિલથી બોક્સિંગ સ્પર્ધા શરૂ થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App