ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Swamy Raised Suspicion Of Supari Killing On Rajiv Gandhi Assassination

    સોપારી આપી કરાવી રાજીવની હત્યા, સોનિયાને થયો હતો ફાયદો: સ્વામી

    divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 05:19 PM IST

    21 મે 1991માં શ્રીપેરંબુદુરમાં માનવ હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી
    • 21 મે 1991માં શ્રીપેરંબુદુરમાં માનવ હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી  (ફાઈલ ફોટો)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      21 મે 1991માં શ્રીપેરંબુદુરમાં માનવ હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી (ફાઈલ ફોટો)

      નવી દિલ્હી: બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સોપારી આપીને હત્યા કરાવવામાં આવી છે. આવું કાવતરું એટલા માટે ઘડવામાં આવ્યું કારણકે તેનાથી કોઈને બહુ જ બધા પૈસા મળવાના હતા. સૌથી વધારે ફાયદો સોનિયા ગાંધીને થયો હતો. સ્વામીએ આ ઘટનાની તપાસ કરાવવાની પણ માગણી કરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સિંગાપુરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમણે અને તેમની બહેન પ્રિયંકાએ પિતાના હત્યારાઓને માફ કરી દીધા છે.

      સ્વામીએ નલિની કેસનો સપોર્ટ લીધો

      - સ્વામી તરફથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે નલિનીને મોતની સજા આપી હતી. તેમણે (કોંગ્રેસની આગેવાનીવાળી સંપ્રગ સરકાર) રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખીને કહ્યું હતું કે તેને આજીવન કેદની સજા આપવામાં આવે. રાહુલે સિંગાપોરમાં આપેલા નિવેદનના કારણે હવે સમગ્ર પરિવાર સામે શંકા ઉભી થાય છે. રાજીવની હત્યાથી સૌથી વધારે ફાયદો સોનિયા ગાંધીને થયો હતો.
      - પ્રિયંકા જેલમાં નલિનીને મળી હતીતે સામે પણ સ્વામીએ સવાલ ઊભા કર્યા હતા. સ્વામીએ કહ્યું, પ્રિયંકા ઘણી વાર નલિનીને મળવા જાય છે. દોષિતોને માત્ર તેમના સંબંધીઓ જ મળવા જતા હોય છે. પ્રિયંકાનો તેની સાથે શું સંબંધ છે? સોનિયાએ નલિનીની દીકરીનો ઈંગ્લેન્ડમાં અભ્યાસનો બધો ખર્ચો ઉપાડ્યો છે. સોનિયા ગાંધીએ નલિનીની દીકરી માટે આટલી દયા દેખાડવાની શું જરૂર છે?
      - શું રાજીવ ગાંધી તેમની પ્રોપર્ચી હતા? તેઓ દેશના વડાપ્રધાન હતા, તેથી તેમની હત્યા થઈ છે. તેમણે દેશના વડાપ્રધાનની નીતિનો વિરોધ કરીને તેમનો જીવ લીધો તો આગળ હવે સાચી રણનીતિ કોણ જણાવશે?

      સ્વામીએ શું જણાવ્યું કારણ?

      - લિબરેશન ઓફ ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)એ રાજીવ ગાંધીની હત્યાનું કારણ જણાવ્યું હતું કે, તેમણે શ્રીલંકામાં લિટ્ટા સાથે લડવા માટે આર્મી મોકલી હતી. જોકે રાજીવ ગાંધી માત્ર સંસદમાં પસાર થયેલા પ્રસ્તાવ પર એક્ટિંગ કરતા કહેતા હતા કે શ્રીલંકાએ એલટીટીઈને સાથે લડવામાં મદદ કરવાનું કહ્યું હતું. કારણકે તેઓ એકલા તેમને પહોંચી વળે તેમ નહતા.
      - રાજીવ એક સાચા દેશ ભક્ત હતા, જે તેમની હત્યામાં સામેલ હોય તેમની સાથે સહાનુભૂતિ ન રાખવી જોઈએ. પહેલાં નલિનીને મોતની સજા આપવામાં આવી ત્યારપછી તેને ઘટાડીને આજીવન કેદની સજા કરવામાં આવી. મને એ ખબર નથી પડતી કે જેણે આપણાં પીએમની મારી નાખ્યા આપણે તેમને લઈને કેમ ભાવુક થઈ રહ્યા છીએ.
      - રાહુલના નિવેદનથી રાષ્ટ્રવાદ ગાયબ દેખાય છે. તેમણે ધ્યાન રાખવું જોઈએ કે, જે સજા આપવામાં આવી છે તે તેમના પિતાના નહીં પરંતુ દેશના વડાપ્રધાનના હત્યારાને આપવામાં આવી છે.
      - નોંધનીય છે કે, 21 મે 1991માં તમિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં એક ચૂંટણી સભા દરમિયાન લિટ્ટેની આત્મઘાતી હુમલાખોરે રાજીવ ગાંધીની હત્યા કરી દીધી હતી.

      સિંગાપોરમાં શું બોલ્યા હતા રાજીવ?

      - રાહુલે કહ્યું હતું કે, મને યાદ છે મે જ્યારે પ્રબાકરણ (લિટ્ટાના પૂર્વ પ્રમુખ)ને ટીવી પર મરેલો જોયો હતો. ત્યારે મને બે પ્રકારના અહેસાસ થયા. એક- આ માણસનું આ રીતે કેમ અપમાન કરવામાં આવ્યું? બીજો- મને પ્રભાકરણ અને તેના બાળકો વિશે દુખ થયું. એનુ કારણ એ છે કે, હું જાતે તે દુખને સમજી શકુ છું.
      - મે હિંસા જોઈ છે, પરંતુ તે વાત પણ સમજી કે તે પણ એક માણસ છે, તેનો પણ એક પરિવાર છે. તેના ગયા પછી તેના બાળકો રોઈ રહ્યા હશે. મને આ બધુ વિચારીને ખૂબ દુખ થયું. મે જોયું કે નફરત કરવી કેટલી સરળ હોય છે. મારી બહેને પણ એવુ જ કર્યું.
      - રાહુલે કહ્યું- મને ખબર હતી કે મારા પિતાની હત્યા થઈ શકતી હતી, મને ખબર હતી કે મારી દાદીની હત્યા થઈ શકે તેમ છે. રાજકારણમાં જો તમે ખોટી તાકાતોને દબાવવાનો પ્રયત્ન કરો છો તો તમારે મરવું પડશે.

    • સુબ્રમણ્યમ સ્વામીએ ગાંધી પરિવાર પર કર્યા પ્રહાર (ફાઈલ ફોટો)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુબ્રમણ્યમ સ્વામીએ ગાંધી પરિવાર પર કર્યા પ્રહાર (ફાઈલ ફોટો)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Swamy Raised Suspicion Of Supari Killing On Rajiv Gandhi Assassination
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `