કોંગ્રેસમાંથી સસ્પેન્ડ ઐય્યર દેખાયા પાર્ટી કાર્યાલયમાં- રાહુલ લેશે નિર્ણય

મણિશંકર ઐય્યરને નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપવા માટે કોંગ્રેસે 8 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરી દીધા હતા

divyabhaskar.com | Updated - Feb 24, 2018, 05:12 PM
કોંગ્રેસ ઓફિસમાં જોવા મળ્યા મણિશંકર ઐય્યર
કોંગ્રેસ ઓફિસમાં જોવા મળ્યા મણિશંકર ઐય્યર

કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ મણિશંકર ઐય્યર શુક્રવારે પાર્ટી ઓફિસમાં જોવા મળ્યા હતા. તેમને પક્ષમાં પરત લેવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. જોકે આ વિશે હજુ કોંગ્રેસમાંથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ મણિશંકર ઐય્યર શુક્રવારે પાર્ટી ઓફિસમાં જોવા મળ્યા હતા. તેમને પક્ષમાં પરત લેવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. જોકે આ વિશે હજુ કોંગ્રેસમાંથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ વિશે જ્યારે નવજોત સિદ્ધુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ વિશે રાહુલ ગાંધી કોઈ નિર્ણય લેશે. નોંધનીય છે કે, ગુજરાત એસેમ્બલી ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદીને નીચ કહ્યા હતા અને તે કારણથી તેમને રાહુલ ગાંધીએ પાર્ટીમાંતી સસ્પેન્ડ કરી દીધા હતા.

સિદ્ધુએ કહ્યું- રાહુલનો નિર્ણય અમારો નિર્ણય


- નવજોત સિંહ સિદ્ધુએ મણિશંકરના પરત આવવા વિશે કહ્યું છે કે, શતંરજની ચાલ પાથરેલી હોય અને તેમાં પેદુ તેની હેસિયત ભૂલી જાય તો તે કચડાઈ જાય છે. અમારો નિર્ણય રાહુલજી પર નિર્ભર છે. તે જે નિર્ણય લેશે તે જ અમારો નિર્ણય હશે.

શું કહ્યું હતું મણિશંકર ઐય્યરે?


મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે, જે આંબેડકરજીની સૌથી મોટી આશા હતી તેને સાકાર કરવામાં એક વ્યક્તિનું ખૂબ યોગદાન હતું. તેમનું નામ હતું જવાહરલાલ નહેરું. હવે તેઓ આ પરિવાર વિશે એવી ગંદી વાતો કરી રહ્યા છે અને તે પણ એ દિવસે જ્યારેઆંબેડકરજીની યાદમાં ખૂબ મોટી ઈમારતનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે. મને લાગે છે કે આ માણસ ખૂબ નીચ કક્ષાનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી. આ સમયે આવા ગંદા રાજકારણની શું જરૂર છે.
- કોંગ્રેસના ઘણાં નેતા આવા નિવેદનને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનું કારણ માને છે.

ઐય્યરને કોંગ્રેસે 8 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરી દીધા હતા
ઐય્યરને કોંગ્રેસે 8 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરી દીધા હતા
સિદ્ધુએ કહ્યું- રાહુલ ગાંધી જે નિર્ણય લેસે તે મંજૂર
સિદ્ધુએ કહ્યું- રાહુલ ગાંધી જે નિર્ણય લેસે તે મંજૂર
X
કોંગ્રેસ ઓફિસમાં જોવા મળ્યા મણિશંકર ઐય્યરકોંગ્રેસ ઓફિસમાં જોવા મળ્યા મણિશંકર ઐય્યર
ઐય્યરને કોંગ્રેસે 8 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરી દીધા હતાઐય્યરને કોંગ્રેસે 8 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરી દીધા હતા
સિદ્ધુએ કહ્યું- રાહુલ ગાંધી જે નિર્ણય લેસે તે મંજૂરસિદ્ધુએ કહ્યું- રાહુલ ગાંધી જે નિર્ણય લેસે તે મંજૂર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App