Home » National News » Latest News » National » Sushma Swaraj tied rakhi to Vankaiah Naidu Modi celebrated festival with children

રક્ષાબંધન: સુષ્માએ વૈંકૈયાને બાંધી રાખડી, મોદીએ બાળકો સાથે ઊજવ્યો તહેવાર, બહેનોએ પૂરપીડિતોને ભેટમાં મોકલ્યા ચેક

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 04:00 PM

નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ તહેવારથી સામાજિક સદ્ભાવનાને પણ પ્રોત્સાહન મળે છે

  • Sushma Swaraj tied rakhi to Vankaiah Naidu Modi celebrated festival with children
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સુષ્મા સ્વરાજે ઉપરાષ્ટ્રપતિને બાંધી રાખડી

    નવી દિલ્હી: રક્ષાબંધનના તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન કમર મોહસિન શેખે તેમને રાખડી બાંધી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાઇડુને રાખડી બાંધવા માટે પહોંચી. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાળકીઓ પાસે રાખડી બંધાવી. નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ તહેવારથી સામાજિક સદ્ભાવનાને પણ પ્રોત્સાહન મળે છે. ઇતિહાસમાં તેના ઘણા ઉદાહરણો છે. બીજી બાજુ કેરળ પૂરપીડિતોની મદદ માટે જોધપુરની બહેનો ભાસ્કરની પહેલ સાથે જોડાઇ. ભાઈઓને રાખડી બાંધીને ગિફ્ટ કરીકે ચેક લીધા અને તેને કેરળ મોકલી આપ્યા.

    પરિવાર-પોલીસે માની હાર, બહેનને વિશ્વાસ હતો ભાઇ જીવે છે

    - પટનાના રવીશ કુમાર 1999માં રક્ષાબંધનના 10 દિવસ પહેલા ગાયબ થઇ ગયા હતા. તેમને શોધવા માટે બહેન પ્રેમાદેવીએ 19 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. આખા પરિવારે રવીશને મૃત માની લીધો હતો, પોલીસ પણ શોધખોળ કરીને હાર માની ગઇ હતી. પરંતુ પ્રેમાદેવીને વિશ્વાસ હતો કે ભાઈ જીવે છે. તે શહેરમાં અને બહાર જતા લોકોને સતત ભાઈનો પતો લગાવવા માટે કહેતી.

    પિતા 3 વાર સૂરત ગયા પણ રવીશ ન મળ્યો

    પ્રેમાદેવીને 2001માં સમાચાર મળ્યા હતા કે રવીશ સૂરતમાં છે. તેમની જીદ પર પિતા ઉમેશકુમાર 2012 સુધી 3 વાર સૂરત ગયા અને તેની શોધ કરી પરંતુ કોઇ કડી હાથ ન લાગી. દીકરાની શોધ કરતા-કરતા ઉમેશનું પણ અવસાન થઇ ગયું. સંયોગથી ગત દિવસોમાં ફરી રવીશ સૂરતમાં હોવાની જાણ થઇ. પરિવારના બે સભ્યોએ સૂરત પહોંચીને રવીશને ઓળખ્યો અને તેને ઘરે લઇ આવ્યા. રવીશ અને પ્રેમાદેવીને ભેગા કરવામાં પટનાના રોહિતે અગત્યની ભૂમિકા ભજવી. તે રવીશની સાથે ફેક્ટરીમાં કામ કરતો હતો.

    બીજાના હાથમાં રાખડી જોઇને બહેન યાદ આવતી હતી

    પ્રેમાદેવીએ વર્ષો પછી જ્યારે ભાઈનો અવાજ સાંભળ્યો ત્યારે રૂંધાયેલા ગળાથી તેને ઠપકો આપતા કહ્યું- હું તને એટલું યાદ કરતી હતી એનો તને ક્યારેય અહેસાસ ન થયો? રવીશે જવાબ આપ્યો- હું પણ રક્ષાબંધન પર લોકોના હાથમાં રાખડી જોઇને તને યાદ કરતો હતો.

  • Sushma Swaraj tied rakhi to Vankaiah Naidu Modi celebrated festival with children
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મોદીએ બાળકો સાથે ઊજવ્યો તહેવાર
  • Sushma Swaraj tied rakhi to Vankaiah Naidu Modi celebrated festival with children
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોદીને તેમના બહેન કમર મોહસિન શેખે બાંધી રાખડી
  • Sushma Swaraj tied rakhi to Vankaiah Naidu Modi celebrated festival with children
    બિહારના પ્રેમાદેવી અને તેમના ભાઈ રવીશ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ