- પાકિસ્તાન વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે, અમે સાર્કમાં સામેલ થવા નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલીશું - સુષ્મા સ્વરાજે જવાબ આપ્યો કે, કરતારપુર કોરિડોર ખોલવાનો અર્થ એવો નથી કે બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ જશે - 19મું સાર્ક સંમેલન 2016માં પાકિસ્તાનમાં થવાનું હતું પરતું ઉરી હુમલાના કારણે ભારત વિરોધ કરીને આ સમિટમાં હાજર રહ્યું નહતું નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં થનારી સાર્ક સમિટમાં ભાગ લેવાના નથી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે કહ્યું કે, કરતારપુર કોરિડોર ખોલવાનો એવો અર્થ નથી કે હવે બંને દેશની વચ્ચે વાતચીત શરૂ થઈ જશે. આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે, અમે નરેન્દ્ર મોદીને સાર્ક સંમેલનમાં સામેલ થવા માટે આમંત્રણ માકલીશું. પાકિસ્તાને કહ્યું હતું કે, અમારા વડાપ્રધાન પહેલાં જ કહી ચૂક્યા છે કે, ભારત વાતચીત અને મિત્રતા માટે એક ડગલું આગળ આવશે તો અમે બે ડગલાં આગળ આવીશું.
પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદ ખતમ નહીં કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથી
- સુષ્માએ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ખતમ નહીં કરે ત્યાં સુધી અમે તેમના આમંત્રણ વિશે પ્રતીક્રિયા નહીં આપીએ. તેથી અમે સાર્કમાં ભાગ નહીં લઈએ. ભારત સરકાર ઘણાં વર્ષોથી કરતારપુર ખોલવાની માંગણી કરતા હતા. પરંતુ આ વખતે પહેલીવાર પાકિસ્તાન તરફથી હકારાત્મક રિસ્પોન્સ મળ્યો છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે, બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય વાતચીત શરૂ થઈ જશે.
રદ થઈ ગયું હતું 19મું સાર્ક સંમેલન
19માં સાર્ક સંમેલનનું આયોજન 2016માં પાકિસ્તાનમાં કરવાનું હતું. પરંતુ ભારત સહિત બાંગ્લાદેશ, ભૂટના અને અફઘાનિસ્તાને આ સમિટમાં ભાગ લીધો નહતો. 18 સપ્ટેમ્બરે ભારતમાં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભારતીય આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલો થયો હતો. હુમલાના વિરોધમાં ભારતે આ સંમેલનમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. જ્યારે બાંગ્લાદેશે ઘરેલુ સ્થિતિની વાત કરીને આ સંમેલનમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. અંતે પાકિસ્તાનનું આ સંમેલન રદ કરવું પડ્યું હતું.
દર બે વર્ષે થાય છે સાર્ક શિખર સંમેલન
સાર્કની સ્થાપના 1985માં થઈ હતી. સાર્ક શિખર સંમેલન, દક્ષિણ એશિયાના આઠ દેશના રાષ્ટ્રધ્યક્ષની થનારી બેઠક છે. જે દર બે વર્ષે થાયછે. સાર્કમાં અફઘાનિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, પાકિસ્તાન અને માલદીવ સામેલ છે. આ પહેલાનું સાર્ક સંમેલન 2014માં કાઠમંડૂમાં આયોજિત કરવામાં આવી હતી. તે પહેલાં 2011માં માલદીવમાં 17મું સાર્ક સંમેલન કરવામાં આવ્યું હતું.
1) રણનીતિ/
સુષ્માએ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ખતમ નહીં કરે ત્યાં સુધી અમે તેમના આમંત્રણ વિશે પ્રતીક્રિયા નહીં આપીએ. તેથી અમે સાર્કમાં ભાગ નહીં લઈએ. ભારત સરકાર ઘણાં વર્ષોથી કરતારપુર ખોલવાની માંગણી કરતા હતા. પરંતુ આ વખતે પહેલીવાર પાકિસ્તાન તરફથી હકારાત્મક રિસ્પોન્સ મળ્યો છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે, બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય વાતચીત શરૂ થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં થનારી સાર્ક સમિટમાં ભાગ લેવાના નથી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે કહ્યું કે, કરતારપુર કોરિડોર ખોલવાનો એવો અર્થ નથી કે હવે બંને દેશની વચ્ચે વાતચીત શરૂ થઈ જશે. આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.