Home » National News » Latest News » National » જ્યારે બોર્ડર પર અરથી ઉઠતી હોય ત્યારે વાત-ચીત ગમતી નથી સુષ્મા| Sushma Swaraj Comprehensive Dialogue And Talks With Pakistan

પાક. પર સુષ્માનો પ્રહાર: સીમા પર અરથીઓની વચ્ચે વાતચીત પસંદ નથી

Divyabhaskar.com | Updated - May 28, 2018, 04:32 PM

પઠાણકોટ હુમલો, સીમા પર ફાયરિંગ અને ઘુસણખોરીની વચ્ચે વાતચીત શક્ય નથી.

 • જ્યારે બોર્ડર પર અરથી ઉઠતી હોય ત્યારે વાત-ચીત ગમતી નથી સુષ્મા| Sushma Swaraj Comprehensive Dialogue And Talks With Pakistan

  નવી દિલ્હી: પાકિસ્તાન સાથે વાત-ચીત મામાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કડક શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યું છે કે, જ્યારે સીમા પર અરથીઓ ઉઠતી હોય ત્યારે વાત-ચીતનો અવાજ ગમતો નથી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 4 ફોર્મ્યૂલા મુકી હતી ત્યારે જ મે કહ્યું હતું કે, આતંકવાદને છોડવો એ પણ એક ફોર્મ્યૂલા જ છે. પઠાણકોટ હુમલો, સીમા પર ફાયરિંગ અને ઘુસણખોરીની વચ્ચે વાતચીત શક્ય નથી. જોકે જે મિકેનિઝમ બન્યું છે, તેના દ્વારા વાતચીત જ થઈ શકે. અમે એવુ કહીએ છીએ કે આતંકવાદ મુદ્દે વાતચીત ચાલુ રહેવી જોઈએ. ઔપચારિક વાતચીત અટકતા આ રીતે વાતચીત થઈ શકતી હોય છે.

  - સુષ્મા સ્વરાજે કહ્યું કે, 'ગિલગિટ બાલ્ટિસ્ટાનની વાત છે. તો અમે હાઈ કમિશ્નરને તે જ દિવસે વાત કરી જ્યારે પાકિસ્તાન તેને પાંચમું રાજ્ય બનાવવાની વાત કરી હતી.'
  - અમેરિકાનો સવાલ છે તો સેક્રેકટરી કૈરી આવ્યા ત્યારે જ સવાલ થયો હતો કે, યુએસએ એમ્બેસી હટાવવાની વાત કરી હતી. ત્યારે અમે કહ્યું હતું કે, જો અમેરિકાને વાતચીત કરવી હોય તો તેમના મિત્ર રાષ્ટ્રની એમ્બેસી ત્યાં હોવી જોઈએ. નોર્થ કોરિયામાં ભારત કોઈ ભૂમિકા નથી ભજવતું. અમારા તેમની સાથે દ્વીપક્ષીય સંબંધ છે અને તે જ અંતર્ગત જનરલ વી.કે સિંહે ત્યાંની મુસાફરી કરી હતી.
  - ઈકોનોમિક ડિપ્લોમેસી પર અમારો રોડમેપ સંબંધિત મંત્રાલય નક્કી કરશે. તેઓ તેમનો રોડમેપ અમને જણાવી દે. અમે તે મંત્રાલય માટે સુવિધાઓ ભેગી કરીએ છીએ.

  ગયા વર્ષની સરખામણીએ એફડીઆઈમાં 43 ટકાનો વધારો થયો


  - સુષ્મા સ્વરાજે કહ્યું કે, એફડીઆઈના જે આંકડા આપવામાં આવ્યા છે તે મે 2014થી ફેબ્રુઆરી 2018 સુધીના છે. ગયા વર્ષની સરખામણીએ તેમાં 43 ટકાનો વધારો થયો છે. હિન્દી ફ્લેગશિપ પ્રોગ્રામમાં નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં અધિકૃત ભાષા થાય તેવી તૈયારી છે અને આ સંબંધમાં ભારત પ્રયત્ન કરી રહ્યું છે. આ વિશે અમે તેમને ટૂંક સમયમાં જ માહિતી આપીશું.

  વિદેશી નીતિ: ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ વિશે


  - અમે અમારી વિદેશની નીતિ ન કોઈ દેશના મોહમાં બનાવીએ છીએ ન કોઈના પ્રેશરમાં. કોઈ દેશની પ્રતિક્રિયા માટે પણ નથી બનાવતા. બે દિવસ પછી મારી ઈરાનના વડાપ્રધાન સાથે વાતચીત થવાની છે. અમે અમેરિકાના પ્રતિબંધને માનીએ છીએ, પરંતુ કોઈ દેશ પર વિશેષ રોક વિશે નથી માનતા. ગઈ વખતે પણ આ સંજોગોમાં અમારો એમની સાથે વેપાર ચાલ્યો જ હતો. બેન્કોનું ભારતમાં આવવા વિશે કોઈ પ્રસ્તાવ નથી.

  ચીન સાથે અનઔપચારિક વાતચીતનો પહેલીવાર અપનાવ્યો નવો રસ્તો


  ચીન પર સુષ્માએ કહ્યું કે, અમે અહીં વાતચીતનો એક નવો રસ્તો અપનાવ્યો છે. કાયદેસર આમંત્રણ આપીને અનઔપચારિક વાતચીત કરવાની આ નવી પહલ છે. ચીન, રશિયા અને જર્મની સાથે આ પ્રમાણેની વાતચીત કરવામાં આવી છે. મારી વાંગ યી સાથે જે મુલાકાત થઈ તેમાં મે કહ્યું કે, અમારા નેતાઓને કોઈ એજન્ડામાં ન બાંધો. સૌથી પહેલાં અમે એ વિચારી લઈએ કે આ વાતચીત મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે નથી કરવામાં આવી.

  ડોકલામ પર સ્થિતિ જેસે થે


  - ચીન પર સુષ્માએ કહ્યું છે કે, ડોકલામ વિશે અમે જણાવી દઈએ કે ત્યાંની સ્થિતિ જેસે થે. તેનો અર્થ એવો છે કે, બંને દેશની સેનાઓ જાતે જ સીમા ક્રોસ કરી દે છે. તો આ વાતને સેના સમજે, વિવાદ ઊભો ન કરે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ