ગૌરવ / 1971ના યુદ્ધ પછી એરફોર્સે પહેલીવાર LoC ક્રોસ કરી, કારગિલમાં ન થયું તે હવે કરી દેખાડ્યું

એરફોર્સના ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયા છે. (ફાઇલ)
એરફોર્સના ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયા છે. (ફાઇલ)
X
એરફોર્સના ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયા છે. (ફાઇલ)એરફોર્સના ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયા છે. (ફાઇલ)

  • આ પ્રથમ મોકો છે જ્યારે ભારતીય વાયુસેનાએ LoC પાર કરીને કોઇ ઓપરેશનને અંજામ આપ્યો છે 
  • કારગિલ યુદ્ધ દરમિયાન પણ એરફોર્સે એલઓસી પાર કરી નહતી 

divyabhaskar.com

Feb 26, 2019, 12:49 PM IST
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાના બે અઠવાડિયાની અંદર જ ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓને જવાબ આપી દીધો છે. એરફોર્સે એલઓસી પાર જઇને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ્સ પર 1,000 કિલોના બોમ્બ ફેંક્યા છે. જાણકારી અનુસાર, આજે વહેલી સવારે કરવામાં આવેલા ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર પ્લેન સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, 1971ના યુદ્ધ બાદ આ પ્રથમવાર બન્યું છે જ્યારે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને કોઇ ઓપરેશનને અંજામ આપ્યો છે. ત્યાં સુધી કે, કારગિલ યુદ્ધ દરમિયાન પણ એરફોર્સે LoC પાર કરી નહતી. 
1. જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ નષ્ટ
એરફોર્સના ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયા છે. આ સંગઠને પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સંપુર્ણ રીતે સફળ રહ્યું છે. થોડીવારમાં રક્ષા મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન પણ આવી શકે છે. એરફોર્સના હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી હતી કે, જો આ વાત સાચી છે તો આ ખૂબ જ મોટી કાર્યવાહી છે. પરંતુ આપણે આ અંગે ભારત સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઇએ. તેઓએ કહ્યું કે, હજુ એ પણ જોવાનું રહેશે કે પાકિસ્તાન આ કાર્યવાહીનો જવાબ કઇ રીતે આપે છે. 
બીજી તરફ, મેજર જનરલના એકે સિવાચે કહ્યું કે, એ વાત પર કોઇ સવાલ નથી કે ભારત હવે સૌથી વધુ એલર્ટ પર છે. હુમલો ખૂબ જ સફળ રહ્યો છે અને હવે આપણે સુરક્ષિત રહેવું જોઇએ. વળી, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ મંગળવારે સવારે ટ્વીટ કરી કે હજુ સુધી આ સર્જિકલ સ્ટ્રાઇકની પુષ્ટિ તો નથી થઇ. પરંતુ જે પ્રકારે પાકિસ્તાન ઉશ્કેરાટમાં છે તે જોઇને લાગે છે કે, આ હકીકત છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી