ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» શ્રીદેવીના મોતની તપાસની માંગ કરનારી પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી | No More Investigation in Sridevi Death Says Supreme Court

  શ્રીદેવીના મોતની વધુ તપાસ નહીં થાય, SCએ કહ્યું- અમે હસ્તક્ષેપ નહીં કરીએ

  Divyabhaskar.com | Last Modified - May 11, 2018, 02:13 PM IST

  શ્રીદેવીના મોતની તપાસ માગતી અરજી SC ફગાવી, ફિલ્મ મેકર સુનીલે શ્રીદેવીનું મોત સંદિગ્ધ હાલતમાં થયો હોવાનું કહ્યું હતું.
  • દુબઈની હોટલ જુમૈરા એમિએટ્સ ટાવરના રૂમ નંબર 2201માં શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાથી મોત થયું હતું. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુબઈની હોટલ જુમૈરા એમિએટ્સ ટાવરના રૂમ નંબર 2201માં શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાથી મોત થયું હતું. (ફાઇલ)

   નવી દિલ્હીઃ શ્રીદેવીના મોતની તપાસની માંગ કરનારી પિટિશનને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી. આ પિટિશન ફિલ્મ મેકર સુનીલ તરફથી કરવામાં આવી હતી. સુનીલનો આરોપ છે કે શ્રીદેવીનું મોત સંદિગ્ધ હાલતમાં થયું હતું, તેના કારણે આ પિટિશન કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે દખલ ન કરી શકીએ, કારણ કે આ ઘટનાની તપાસ ભારત અને દુબઈના અધિકારી પહેલા જ કરી ચૂક્યા છે. આ પહેલા પણ શ્રીદેવીના મોત સાથે જોડાયેલી બે પિટિશનને કોર્ટે ફગાવી દીધી હતી.

   'ગેમ ઓફ અયોધ્યા' ફિલ્મથી ફેમમાં આવ્યા સુનીલ

   - 2017માં 'ગેમ ઓફ અયોધ્યા'નું ડાયરેક્શન કર્યા બાદ પિટિનશ કરનારા સુનીલ ફેમમાં આવ્યા હતા. તેઓ બોલિવુડના એક્ટર-ડાયરેક્ટર પણ છે.
   - સુનીલ સિંહે માર્ચમાં શ્રીદેવીના મોતનો મુદ્દો ઉઠાવતા દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પિટિશનને હાઈકોર્ટે નિરસ્ત કરી દીધી હતી. ત્યારબાદ સુનીલ સિંહે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
   - તેમનું કહેવું હતું કે, 24 ફેબ્રુઆરીએ જ્યારે શ્રીદેવીનું મોત થયું ત્યારે તેઓ પણ દુબઈમાં હતા. શ્રીદેવીના મોત બાદ સુનીલે દાવો કર્યો હતો કે હોટલ સ્ટાફ દ્વારા તેમને જે જાણકારી મળી હતી તે મીડિયામાં આપવામાં આવેલા પરિવારના નિવેદનોથી ઘણા અલગ હતા. તેના કારણે શકના આધારે તેઓએ તપાસ માટે પિટિશન કરી હતી.
   - સુનીલે શ્રીદેવીના મોતને રહસ્યમયી હોવાનું કહ્યું અને જણાવ્યું કે તપાસ રાષ્ટ્ર હિતમાં થવી જોઈએ કારણ તેઓ એક પદ્મશ્રીથી સન્માનિત હસ્તી હતી. સુનીલે ભારત અને યૂએઈની વચ્ચે તપાસનો અનુબંધનો હવાલો આપતા તેની તપાસની માંગ કરી હતી અને ઓનલાઇન પિટિશન કેમ્પેન પણ ચલાવ્યું હતું.

   દુબઈ પોલીસે મોતનું કારણ બાથટબમાં ડૂબવાનું કહ્યું હતું

   - શ્રીદેવીનું મોત 24 ફેબ્રુઆરીએ દુબઈના જુમેરાહ અમીરાત ટાવર હોટલમાં થયું હતું. તે પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા પતિ બોનિ કપૂર અને દીકરી ખુશી સાથે પહોંચી હતી.
   - રાત્રે 11 વાગ્યે શ્રીદેવી અચાનક હોટલના બાથરૂમમાં પડી ગઈ. ત્યારબાદ તેમને ત્યાંથી રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. બાદમાં તેમનો મૃતદેહને ફોરેન્સિક એક્સપર્ટને સોંપવામાં આવ્યો.
   - દુબઈની પોલીસે બે દિવસ બાદ એવું તારણ કાઢ્યું કે શ્રીદેવી નશાની હાલતમાં બાથટબમાં ડૂબી ગઈ હતી અને તેમનું મોત થયું હતું.

   શ્રીદેવીના અંકલે પણ વ્યક્ત કરી હતી શંકા

   - દુબઈ દુર્ઘટના બાદ શ્રીદેવીના અંકલ વેણુગોપાલ રેડ્ડીએ પણ તેમની મોતને સંદિગ્ધ ગણાવી હતી.
   - રેડ્ડીએ એક તેલુગુ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, શ્રીદેવીની જિંદગીમાં ખૂબ જ દર્દ હતું, તે ભલે આપણી સામે હસતી રહેતી હતી પરંતુ અંદરથી ખૂબ જ તકલીફમાં હતી.
   - તેઓએ એમ પણ દાવો કર્યો કે શ્રીદેવી પોતાની અંદર ઘણા બધા દર્દ લઈને દુનિયાથી ગઈ છે. બોનિ કપૂરે ઘણા પૈસા ફિલ્મોમાં લગાવ્યા હતા પરંતુ તેના કારણે ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • સુનીલ સિંહે માર્ચમાં શ્રીદેવીના મોતનો મુદ્દો ઉઠાવતા દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુનીલ સિંહે માર્ચમાં શ્રીદેવીના મોતનો મુદ્દો ઉઠાવતા દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી (ફાઈલ)

  • શ્રીદેવીનું મોત 24 ફેબ્રુઆરીએ દુબઈના જુમેરાહ અમીરાત ટાવર હોટલમાં થયું હતું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રીદેવીનું મોત 24 ફેબ્રુઆરીએ દુબઈના જુમેરાહ અમીરાત ટાવર હોટલમાં થયું હતું (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શ્રીદેવીના મોતની તપાસની માંગ કરનારી પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી | No More Investigation in Sridevi Death Says Supreme Court
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top