નવી દિલ્હીઃ દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચેની અધિકારોનાં ઝઘડા અંગે સુપ્રીમ કોર્ટ ગુરુવારે ચુકાદો સંભળાવ્યો છે. જો કે જોઈન્ટ સેક્ર્ટર લેવલના અધિકારીઓએ બદલી અને નિયુક્તિના અધિકાર પર બેંચના બંને જજ એકે સીકરી અને અશોક ભૂષણ એકમત ન હતા. એવામાં આ મામલો લાર્જર બેંચની પાસે મોકલી દીધો છે.
જસ્ટિસ સીકરીએ પહેલાં ચુકાદો વાંચ્યો, એક પોઈન્ટ પર જસ્ટિસ ભૂષણ અસહમત: જોઈન્ટ સેક્રેટરી અને તેની ઉપરના અધિકારીઓના બદલી-નિમણૂંકના અધિકાર કેન્દ્ર સરકારની પાસે રહેશે. તેમની નીચેના અધિકારીઓએ અંગે દિલ્હીને અધિકાર પરંતુ તેના માટે બોર્ડ ગઠિત રહેશે. જો કે જસ્ટિસ અશોક ભૂષણ આ મુદ્દે અસહમત હતા.
- એન્ટી કરપ્શન બ્યૂરો કેન્દ્ર સરકારની પાસે રહેશે.
- સરકારી વકીલની નિમણૂંક દિલ્હી સરકાર પાસે રહેશે.
- કમીશન ઓફ ઈન્કવાયરી કેન્દ્ર સરકાર અંતર્ગત રહેશે.
- દિલ્હીમાં જે જમીન છે તેમનું સર્કિલ રેટ દિલ્હી સરકાર નક્કી કરશે. ઈલેક્ટ્રિસિટી બોર્ડ દિલ્હી સરકાર પાસે રહેશે.
- જ્યારે ઉપ રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે વિવાદ હશે તો ઉપ રાજ્યપાલની સલાહ માનવામાં આવશે.
જસ્ટિસ એકે સીકરી અને અશોક ભૂષણની બેંચે વિવિધ મુદ્દાઓ અંગે કેન્દ્ર અને દિલ્હી સરકારની તરફથી અપાયેલી નોટિફિકેશનને પડકાર આપનારી અરજીઓ પર ગત વર્ષે 1 નવેમ્બર નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. 2014માં આમઆદમી પાર્ટીનાં સત્તામાં આવ્યા પછીથી કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે વહીવટી અધિકારો માટે ખેંચતાણ ચાલી રહી છે.
એલજી પાસે વહીવટી અધિકાર- કેન્દ્ર: સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે દિલ્હીમાં સર્વિસેઝને સંચાલિત કરવાનો અધિકાર એલજી પાસે છે. વધુમાં કહ્યું કે, તમામ સત્તાને દિલ્હીનાં વહીવટી(એલજી)ને સોંપી દેવામાં આવે છે અને સેવાઓનું સંચાલન તેના દ્વારા જ કરવામા આવે છે. કેન્દ્રએ વધુમાં કહ્યું કે, જ્યાં સુધી ભારતનાં રાષ્ટ્રપતિ સ્પષ્ટપણે આદેશ ન આપે ત્યા સુધી એલજી મુખ્યમંત્રી અથવા મંત્રીપરિષદ પાસેથી સલાહ લઈ શકશે નહિ.
એલજી સ્વતંત્ર રૂપે નિર્ણય નહિ લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ: 4 ઓક્ટોબરે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને પૂછ્યુ હતુ કે, તેઓ જાણવા માગે છે કે 4 જુલાઈએ કોર્ટ દ્વારા દિલ્હીમાં વહીવટ અંગે આપવામાં આવેલા નિર્ણયનાં સંદર્ભમાં તેમની સ્થિતી શું છે? 4 જુલાઈએ સુપ્રીમ કોર્ટની 5 જજોની બેંચે રાષ્ટ્રીય રાજધાનીનાં પ્રશાસન માટે વિગતવાર માપદંડો નક્કી કર્યા હતા. કોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં કહ્યું હતુ કે દિલ્હીને એક રાજ્યનો દરજ્જો ન આપી શકાય, પરંતુ એલજીની સત્તાને એવુ કહીને છોડી મુકાયા કે તેમની પાસે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની સત્તા નથી, તેમણે ચૂંટાયેલી સરકારની મદદ અને સલાહ પાસે છે
દિલ્હીની અસાધારણ સ્થિતી: ગત વર્ષે 19 સપ્ટેમ્બરે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે, દિલ્હીનાં વહીવટને ફક્ત દલ્હી સરકાર પાસે જ મૂકી ન શકાય અને દેશની રાજધાની હોવાને કારણે આ 'અસાધારણ' સ્થિતી છે. અહી સંસદ અને સુપ્રીમ કોર્ટ જેવા મહત્વપૂર્ણ સંસ્થાન છે અને વિદેશી રાજદ્વારીઓ પણ અહી જ રહે છે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટથી સ્પષ્ટ રૂપથી કહ્યું હતું કે દિલ્હીને રાજ્યનો દરજ્જો ન આપી શકાય. કેન્દ્રએ તર્ક આપ્યો હતો કે જ્યાં સુધી સેવાઓનો સંબંધ છે, શું રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીની સરકારની પાસે કાર્યકારી શક્તિઓ છે?