'પદ્માવત' ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની પીટિશન સુપ્રીમે ફગાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે પદ્માવત પર તુરંત સુનાવણી માટે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. પીટિશનમાં કહેવામાં આવ્યું હતું કે, સેન્સર બોર્ડ દ્વારા એક કોન્ટ્રોવર્શિયલ ફિલ્મને આપવામાં આવેલા સર્ટીફિકેટને કેન્સલ કરી દેવુ જોઈએ. કોર્ટે આ વાતથી ઈન્કાર કરી દીધો હતો કે આ ફિલ્મથી કોઈના જીવન, પ્રોપર્ટી અને કાયદા-વ્યવસ્થાને કોઈ ગંભીર નુકસાન થઈ શકે છે.

 

કાયદો વ્યવસ્થા જાળવવી સરકારનું કામ


- ચીફ જસ્ટિલ દીપક મિશ્રા,જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડિવાય ચંદ્રચૂડની બેન્ચે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવું સરકારનું કામ છે અમારુ નહીં.
- તે સાથેજ બેન્ચે એડ્વોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી તુરંત સુનાવણીની અરજી ફગાવી દીધી છે.
- સેન્સર બોર્ડે ફિલ્મને U/A સર્ટીફિકેટ આપ્યું છે. શર્માએ પીટિશનમાં માગણી કરી હતી કે, સર્ટીફિકેટને કેન્સલ કરી દેવામાં આવે. 
- આ અરજીના જવાબમાં બેન્ચે કહ્યું હતું કે, અમે ગઈ કાલે જ ફિલ્મને રિલીઝનો ઓર્ડર આપ્યો છે. જ્યારે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટીફિકેટ આપી દીધું છે તો તે સંજોગોમાં કોઈને પણ દખલગીરીનો હક નથી.

 

કરણી સેનાએ પ્રસૂન જોશીને આપી ધમકી


પદ્માવત ફિલ્મના સુપ્રીમના નિર્ણય પછી પણ કરણી સેનાએ ઉગ્ર પ્રદર્શન અને વિરોધ નોંધાવ્યો છે. ગુરુવારે સમગ્ર દેશમાં હિંસા ભડકાવ્યા પછી આ સંગઠને સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીને ધમકી આપી છે.. સુખદેવ સિંહે તેમના નિવેદનમાં કહ્યું છે કે, અમે પ્રસૂન જોશીને રાજસ્થાનનમાં ઘુસવા નહીં દઈએ.

 

1826 મહિલાઓ કરશે જૌહર

 

ગુરુવારે કરણી સેનાના પ્રમુખ મહિપાલ મકરાણાએ કહ્યું કે, 24 જાન્યુઆરીએ રાજપૂત મહિલાઓ ચિત્તોડગઢમાં જૌહર કરશે. અત્યાર સુધી જૌહર માટે 1826 મહિલાઓ રાજી થઈ છે. આ જૌહર ફિલ્મના વિરોધમાં ચિત્તોડગઢમાં સર્વ સમાજ સમિતી અને રાજપૂત કરણી સેના દ્વારા કરાવાવમાં આવસે. બીજી બાજુ કરણી સેનાએ થિયેટર્સ પર કર્ફ્યૂ લગાવવાનું પણ જનતાને કહ્યું છે. 

 

સમગ્ર દેશમાં કરણી સેનાએ કરી હિંસા


બિહારમાં રાજપૂત સમાજના લોકોએ તોડફોડ કરી છે. ગુરુવારે બિહારના મુઝફ્ફરપુરના એક સિનેમા હોલમાં અમુક લોકોએ ખૂબ હોબાળો કર્યો છે. અમદાવાદમાં પણ રાજપૂત સમાજના હાઈવે પર આગ સળગાવાની પણ ઘટના બની છે. બિહારમાં જેડીયુના પ્રવક્તાએ ફિલ્મમાં પ્રતિબંધની માગણી કરી છે. મુઝફ્ફરપુરમાં કાર્યકર્તાઓએ પોસ્ટરને ફાડ્યું અને સિનેમા હોલમાં ઘુસીને ફિલ્મના વિરોધમાં નારેબાજી કરી હતી. 

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

અન્ય સમાચારો પણ છે...