સુપ્રીમ કોર્ટે WhatsAppને આપી નોટિસ, જવાબ આપવા એક મહિનાનો આપ્યો સમય

સુપ્રીમ કોર્ટે વોટ્સએપને પૂછ્યું કે તેઓએ દેશમાં હજુ સુધી ફરિયાદ અધિકારીની નિમણૂંક કેમ નથી કરી?
સુપ્રીમ કોર્ટે વોટ્સએપને પૂછ્યું કે તેઓએ દેશમાં હજુ સુધી ફરિયાદ અધિકારીની નિમણૂંક કેમ નથી કરી?

દેશમાં વોટ્સએપની મુશ્કેલીઓ વધી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે WhatsAppને નોટિસ મોકલી છે. કોર્ટે કહ્યું છે કે, વોટ્સએપે એક મહિનાની અંદર તેનો જવાબ આપવો પડશે કે તેમણે કેમ હજી સુધી ભારતમાં ફરિયાદી અધિકારીની નિમણૂંક કરી નથી.

divyabhaskar.com

Aug 27, 2018, 11:38 AM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને પૂછ્યું કે તેઓએ દેશમાં હજુ સુધી ફરિયાદ અધિકારીની નિમણૂક કેમ નથી કરી? આ મામલે સુપ્રીમ કોર્ટે વોટ્સએપ, સુચના તેમજ પ્રસારણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને નોટિસ આપી ચાર અઠવાડીયામાં જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકારે વોટ્સએપને ભારતમાં કામ કરવા માટે કોર્પોરેટ યુનિટ બનાવવા અને ફેક મેસેજના શરૂઆતી સોર્સની જાણ મેળવવા માટે ટેકનિકલ સમાધાન શોધવાનું કહ્યું હતું.

ફેક મેસેજથી દેશમાં વધતી મોબ લિચિંગની ઘટનાઓને જોતાં સુચના તેમજ પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે ગત સપ્તાહે વોટ્સએપના સીઈઓ ક્રિસ ડેનિયલ સાથે વાત પણ કરી હતી. મંત્રીએ તેમને દેશમાં તત્કાલ ફરિયાદ અધિકારી નિમણૂંક કરવાનું કહ્યું હતું. કંપની ફેક મેસેજના શરૂઆતી સોર્સની જાણ લગાવવા માટે નવા ફીચર જોડવા માટે તૈયાર થઈ ગયું હતું. જો કે કંપનીએ એમ પણ કહ્યું હતું કે યૂઝરના ડેટા સુધી કંપનીની પહોંચ નથી અને તેમાં કરવામાં આવેલી છેડતી તેમની અંગત બાબતોમાં દરમિયાનગીરી હશે.

X
સુપ્રીમ કોર્ટે વોટ્સએપને પૂછ્યું કે તેઓએ દેશમાં હજુ સુધી ફરિયાદ અધિકારીની નિમણૂંક કેમ નથી કરી?સુપ્રીમ કોર્ટે વોટ્સએપને પૂછ્યું કે તેઓએ દેશમાં હજુ સુધી ફરિયાદ અધિકારીની નિમણૂંક કેમ નથી કરી?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી