ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» કઠુઆ ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી| Supreme Court To Hear On Kathua Case today

    SCએ કઠુઆ કેસ પઠાણકોટ કર્યો ટ્રાન્સફર, CBI તપાસની માગ નકારી

    divyabhaskar.com | Last Modified - May 07, 2018, 03:45 PM IST

    પોલીસનું કહેવું છે કે, કઠુઆ કેસમાં આરોપી સાંઝી રામે તેનો ગુનો કબુલી લીધો છે
    • સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

      નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે કઠુઆ સામુહિત દુષ્કર્મ અને હત્યા મામલે સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસ હવે પઠાણકોટ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈએ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી રોજ આ કેસની સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી સીબીઆઈ તપાસની માગણી નકારી છે.

      નોંધનીય છે કે, મૃતક બાળકીના પિતાએ કેસની સુનાવણી ચંદીગઢ ટ્રાન્સફર કરવાની અને આરોપીઓએ તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી.

      સુપ્રીમ કોર્ટે સુનાવણી પર સોમવાર સુધી રોક લગાવી હતી

      - આ પહેલાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેન્ચે પીડિત અને બચાવપક્ષની અપીલ પર 26 એપ્રિલે સુનાવણી કરી હતી.
      - આ દરમિયાન બેન્ચે કહ્યું હતું કે, આ કેસમાં સોમવાર સુધી કોઈ પણ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે નહીં. બેન્ચે એવું પણ કહ્યું હતું કે, જો તેમને એવુ લાગશે કે આ કેસમાં નિષ્પક્ષ સુનાવણી નથી થઈ રહી તો તેઓ કેસ ટ્રાન્સફર કરતા પણ વાર કરશે નહીં.

      શું છે ઘટના?

      - ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 10 જાન્યુઆરીએ અલ્પસંખ્યક સમુદાયની એક 8 વર્ષની બાળીકનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ રાસના ગામના એક મંદિરમાં બંધક બનાવીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારપછી તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારપછી પથ્થરથી તેનું માથુ છૂંદી દેવામાં આવ્યું હતું. 17 જાન્યુઆરીએ તેનો મૃતદેહ મળ્યો હતો.
      - આ કેસમાં ગામના એક મંદિરના 50 વર્ષના સેવાદાર સાંઝી રામ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં સાંઝી રામનો ભત્રીજો સગીર છે.
      - 10 એપ્રિલે આ વિશે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ત્યારે વકીલોએ પોલીસને ચાર્જશીટ દાખલ કરતા રોક્યા હતા. ત્યારપછી જ આ કેસ વિવાદમાં આવ્યો હતો.

    • પોલીસનો દાવો છે કે આરોપી માંઝી રામે તેનો ગુનો કબુલી લીધો છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસનો દાવો છે કે આરોપી માંઝી રામે તેનો ગુનો કબુલી લીધો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કઠુઆ ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી| Supreme Court To Hear On Kathua Case today
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top