Divya Bhaskar

Home » National News » Latest News » National » સત્તાના સિંહાસન બેઠા બાદ યેદિયુરપ્પાની સાચી પરીક્ષા તો હવે શરૂ | Karnataka CM Yediyurappa have prove majority next 24 hours in Supreme Court

કર્ણાટકના CMની અગ્નિપરીક્ષા શરૂ, આ રીતે સાબિત કરી શકે છે બહુમત

Divyabhaskar.com | Updated - May 17, 2018, 11:34 AM

સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યાં બાદ ભાજપના બી.એસ.યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યાં.

  • સત્તાના સિંહાસન બેઠા બાદ યેદિયુરપ્પાની સાચી પરીક્ષા તો હવે શરૂ | Karnataka CM Yediyurappa have prove majority next 24 hours in Supreme Court
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાજપને સુપ્રીમ કોર્ટે શપથ લેવા માટે કોઈ મનાઈ તો ન કરી પરંતુ શુક્રવારે સવારે 10-30 વાગ્યા સુધીમાં સમર્થક ધારાસભ્યોની એક યાદી સોંપવાના નિર્દેશ આપ્યાં છે

    નેશનલ ડેસ્કઃ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યાં બાદ ભાજપના બી.એસ.યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યાં. સત્તાના સિંહાસન બેઠા બાદ યેદિયુરપ્પાની સાચી પરીક્ષા તો હવે શરૂ થઈ રહી છે. ભાજપને બહુમત માટે 8 ધારાસભ્યો ઘટી રહ્યાં છે. એવામાં બહુમત સાબિત કરવું તે એક મોટો પડકાર છે. કર્ણાટક વિધાનસભાની 222 બેઠકો પર આવેલાં પરિણામોમાં ભાજપને 104 સીટ મળી છે. જ્યારે કોંગ્રેસને 78 અને JDSને 37, બસપાને 1 અને અન્યને 2 બેઠક મળી છે.

    સુપ્રીમ કોર્ટની અગ્નિ પરીક્ષા પાર કરવા 24 કલાક


    - યેદિયુરપ્પાએ ગુરૂવારે સવારે 9 વાગ્યે કર્ણાટકના 23મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. આ ઉપરાંત રાજ્યપાલે ભાજપને બહુમત સાબિત કરવા ઉદાર દિલે 15 દિવસનો સમય પણ આપ્યો છે.
    - ભાજપને સુપ્રીમ કોર્ટે શપથ લેવા માટે કોઈ મનાઈ તો ન કરી પરંતુ શુક્રવારે સવારે 10-30 વાગ્યા સુધીમાં સમર્થક ધારાસભ્યોની એક યાદી સોંપવાના નિર્દેશ આપ્યાં છે.
    - ભાજપ પાસે 104 ધારાસભ્યો જ છે ત્યારે બહુમત માટે અન્ય 8 ધારાસભ્યોના સમર્થન માટે આજનો જ દિવસ યેદિયુરપ્પા પાસે વધે છે.
    - આ ઉપરાંત વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પણ પડકાર છે. જો કે તે પહેલાં સુપ્રીમ કોર્ટની અગ્નિ પરીક્ષા પાર કરવી જરૂરી છે.

    ગૃહમાં કોંગ્રેસ-JDSના ધારાસભ્યો ગેરહાજર રહે તો વાત બને


    - બી.એસ.યેદિયુરપ્પાએ CM તરીકેના શપથ લીધા છે ત્યારે એક જ વિકલ્પ હવે બચે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ધારીત સમય પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવીને બહુમત સાબિત કરવું.
    - આ રણનીતિમાં ભાજપ ત્યારે જ સફળ થશે જ્યારે કોંગ્રેસ JDSના લગભગ દોઢ ડઝન ધારાસભ્યો બહુમત દરમિયાન ગૃહમાં હાજર ન રહે. તેમજ ભાજપના તમામ MLA ગૃહમાં હાજર રહે અને પાર્ટીના પક્ષમાં જ વોટિંગ કરે.
    - જો કોંગ્રેસ-JDSના 15 જેટલાં ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહે તો ગૃહમાં બહુમતનો અપેક્ષિત આંકડો 222માંથી 15 ઘટી જશે.
    - સ્પષ્ટ છે કે ભાજપ પાસે હાલ 104 બેઠક છે ત્યારે આ આંકડો બહુમત માટે એકદમ સટીક રહેશે.
    - જો ભાજપ આવું કરવામાં સફળ રહે છે તો પછી 112 ધારાસભ્યોની યાદી આપવાથી પણ બચી શકે છે.
    - વિધાનસભામાં બહુમત સાબિત કરતાં સુપ્રીમ કોર્ટમાં રાહત મળી શકે છે.
    - આ રીતે યેદિયુરપ્પા પોતાની ખુરસી બચાવી શકે છે.

    બહુમત સાબિત કરવા આ શક્યતા પણ છે


    - બહુમત મેળવવા ભાજપ અપક્ષના બે અને બસપાના એક ધારાસભ્યને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.
    - જો ત્રણેય ધારાસભ્યોનો ટેકો મળી જાય તો ભાજપનો આંકડો 107 સુધી પહોંચી જાય.
    - JDSના વડા એચ.ડી.કુમારસ્વામી બે બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને બંને પર જીત હાંસલ કરી છે. ત્યારે એક બેઠક ખાલી કરવા ભાજપ દબાણ કરશે. જેથી બહુમતનો આંકડો ઘટી જશે.
    - વિધાનસભાની કુલ સીટ 224 છે પરંતુ પરિણામ 222 બેઠકોનું જ આવ્યું છે ત્યારે બે બેઠક પર ચૂંટણી થાય અને તેમાં એક બેઠક ભાજપને મળે તો તેમની કુલ સીટ 108 પર પહોંચી શકે છે.

    કોંગ્રેસના ધારાસભ્યોમાં નારાજગી


    - આ ઉપરાંત JDS સાથે ગઠબંધન થવાથી કોંગ્રેસના 7 જેટલાં સભ્યો નારાજ પણ છે. ત્યારે ગૃહમાં બહુમત સાબિત કરવાના સમયે આ ધારાસભ્યો પણ ગેરહાજર રહે તો બહુમતનો આંક઼ડો ઘટી શકે છે. ત્યારે આ સ્થિતિમાં પણ ભાજપ સરકાર બનાવી શકે છે.

    લિંગાયત નેતા યેદિયુરપ્પાની સાથે જાય તો


    - કોંગ્રેસ-JDS વચ્ચે ચૂંટણી પરિણામ બાદથી ગઠબંધન સર્જાયુ હતું ત્યારથી લિંગાયત સમાજના લોકો નારાજ છે કારણ કે CM પદ પર વોકલિંગા સમાજના કુમારસ્વામીને બનાવવામાં આવ્યા હતા.
    - કર્ણાટકમાં લિંગાયત અને વોકલિંગા સમાજના લોકો વચ્ચે મનમેળ નથી.
    - કોંગ્રેસ અને JDSના લગભગ એક ડઝન જેટલાં ધારાસભ્યો પોતાના સમુદાયથી આવતાં સૌથી મોટા નેતા યેદિયુરપ્પાના નામ પાછળ જઈ શકે છે.
    - કોંગ્રેસે ચૂંટણી પૂર્વે અલ્પસંખ્યક સમુદાયનું માસ્ટર કાર્ડ ખેલ્યું હતું તેમ છતાં લિંગાયત સમાજના લોકોએ ભાજપને જ સાથે આપ્યો.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સત્તાના સિંહાસન બેઠા બાદ યેદિયુરપ્પાની સાચી પરીક્ષા તો હવે શરૂ | Karnataka CM Yediyurappa have prove majority next 24 hours in Supreme Court
    સુપ્રીમ કોર્ટના નિર્ધારીત સમય પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવીને બહુમત સાબિત કરવું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending