ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સુપ્રીમ કોર્ટે આધાર મામલે ચુકાદો અનામત રાખ્યો | Supreme Court reserves order on support basis

  સુપ્રીમ કોર્ટે આધાર મામલે ચુકાદો અનામત રાખ્યો

  Agency, New Delhi | Last Modified - May 11, 2018, 02:55 AM IST

  4 મહિનામાં 38 દિવસ મેરેથોન સુનાવણી
  • સુપ્રીમ કોર્ટે આધાર મામલે ચુકાદો અનામત રાખ્યો
   સુપ્રીમ કોર્ટે આધાર મામલે ચુકાદો અનામત રાખ્યો

   નવી દિલ્હી: અાધાર અને તેનાથી સંબંધિત 2016ના કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર ગુરુવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમકોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચે હાલ ચુકાદો અનામત રાખ્યો છે. 4 મહિના દરમિયાન 38 દિવસ સુધી ચાલેલી મેરેથોન સુનાવણી બાદ ચુકાદો અનામત રખાયો છે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે ‘કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકાર’ નામના કેસ બાદ સુપ્રીમકોર્ટના ઈતિહાસમાં આધારનો બીજો એવો કેસ છે જેમાં બંધારણીય બેન્ચ સમક્ષ આટલી લાંબી સુનાવણી ચાલી છે.


   કોર્ટમાં એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કેન્દ્રનો પક્ષ રાખ્યો. જોકે વરિષ્ઠ વકીલ જેમ કે કપિલ સિબ્બલ, પી.ચિદમ્બરમ, રાકેશ દ્વિવેદી, શ્યામ દીવાન પણ અનેક પક્ષકારો તરફથી રજૂ થયા હતા. તમને જણાવી દઈએ કે આધારની બંધારણીય કાયદેસરતાને પડકારતી અનેક અરજીઓ દાખલ કરાઈ હતી. આધારનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં રહ્યો છે.


   સુનાવણી દરમિયાન એ મુદ્દે પણ આશંકા વ્યક્ત કરાઇ કે આધાર માટે લેવાયેલી જાણકારી કેટલી સુરક્ષિત છેω 18 એપ્રિલે સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આધાર ડેટા લીક થતાં ચૂંટણીનાં પરિણામો પર અસર પડી શકે છે. કોર્ટે કહ્યું કે આધાર માટે લેવાતો ડેટા સુરક્ષિત છે એમ કહેવું મુશ્કેલ છે કેમ કે દેશમાં ડેટા સુરક્ષા અંગે કોઈ કાયદો ઉપલબ્ધ જ નથી. બેન્ચમાં સામેલ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું હતું કે જો ડેટાનો ઉપયોગ ચૂંટણીનાં પરિણામો પર અસર કરશે તો શું લોકતંત્ર બચી શકશે.

   સુપ્રીમના મોબાઈલને લિન્ક કરવા મુદ્દે સવાલ

   સુનાવણી દરમિયાન કેન્દ્રએ આધારને મોબાઈલ ફોન સાથે લિન્ક કરવાના પોતાના નિર્ણયનો પણ મજબૂતીથી બચાવ કર્યો. જોકે સુપ્રીમકોર્ટે મોબાઈલ ફોનને આધાર સાથે ફરજિયાત લિન્ક કરવાના સરકારના નિર્ણય પર સવાલો ઊભા કર્યા. ટોચની અદાલતે કહ્યું કે મોબાઈલ યુઝર્સના ફરજિયાત લિન્ક કરવા પર તેના જૂના આદેશનો એક હથિયાર તરીકે ઉપયોગ કરાયો.

   ડેટા લીકની ગેરંટી ન અપાય

   UIDAIએ કહ્યું છે કે બાયોમેટ્રિક ડેટા કોઈની સાથે શેર કરાતો નથી. જેનો આધાર છે તેની મંજૂરી વિના તે કોઈને અપાતા નથી. અમે સુનિશ્ચિત કરીશું કે ડેટા લીક ન થાય પરંતુ 100 ટકા ગેરંટી ન અાપી શકાય.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુપ્રીમ કોર્ટે આધાર મામલે ચુકાદો અનામત રાખ્યો | Supreme Court reserves order on support basis
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top