ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» વજુભાઈને સુપ્રીમની થપ્પડ| Supreme Court rejects governor Vaju Bhais decision

    વજુભાઈને SCની થપ્પડઃ બીજેપીને બહુમત સાબિત કરવા આપ્યા 28 કલાક

    divyabhaskar.com | Last Modified - May 18, 2018, 01:39 PM IST

    બીજેપીએ રાજ્યપાલ પાસે બહુમત સાબીત કરવા સાત દિવસ માગ્યા હતા પરંતુ વજુભાઈએ 15 દિવસ આપ્યા
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: કર્ણાટકમાં જોડ-તોડથી સરકાર બનાવવાના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. બીજેપીને મળેલા વધારે મતની સામે કોંગ્રેસ-JDSની ગઠબંધનની સરકાર બનાવવાના ઘણાં પ્રયત્નો ચાલી રહ્યા છે તે દરમિયાન સુપ્રીમ કોર્ટે વજુભાઈના નિર્ણયને એક ઝાટકે નકારી દીધો છે. રાજ્યપાલ વજુભાઈએ વાળાએ કર્ણાટકમાં બીજેપીને બહુમતી સાબીત કરવા માટે 15 દિવસનો સમય માગ્યો હતો જ્યારે સુપ્રીમે હવે યેદિયુરપ્પાની સરકારને માત્ર 28 કલાકમાં જ બહુમતી સાબીત કરવાનો સમય આપ્યો છે.

      રાજ્યપાલે શુ આપ્યો હતો નિર્ણય?

      - 15મેના રોજ કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ સરકાર બહુમત સાબીત કરી શકી નહતી.
      - પરિણામોમાં બીજેપીએ 104, કોંગ્રેસે 78 અને જેડીએસએ 37 સીટ પર જીત મેળવી હતી.
      - કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
      - પરંતુ રાજ્યપાલ વજુભાઈ વાળાએ બીજેપીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું અને બહુમતી સાબીત કરવા 15 દિવસનો સમય પણ આપ્યો. જ્યારે બીજેપીએ રાજ્યપાલ પાસે માત્ર સાત દિવસનો સમય માગ્યો હતો.
      - રાજ્યપાલના આ નિર્ણય સામે કોંગ્રેસે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા અને ગુરુવારે મુખ્યમંત્રીની શપથવિધિ રોકવાની અરજી કરી હતી.
      - બુધવારે આખી રાતે કોર્ટ ડ્રામા ચાલ્યા પછી ગુરુવારે બીજેપી નેતા યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ તો લઈ લીધા છે પરંતુ હવે તેમની મુશ્કેલી ઘણી વધી ગઈ છે.

      યેદિયુરપ્પાને મળ્યા માત્ર 28 કલાક

      રાજ્યપાલે યેદિયુરપ્પાને 15 દિવસનો સમય બહુમતી સાબીત કરવા માટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે સવારે 10.30 વાગે સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીમાં કોર્ટે શનિવારે સાંજે ચાર વાગે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશથી યેદિયુરપ્પાની મુશ્કેલી વધી ગઈ છે અને હવે તેમની પાસે બહુમતી સાબીત કરવા માટે માત્ર ગણતરીના કલાકો જ રહ્યા હતા. આ દરમિયાન બીજેપી કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને ખરીદી નશકે તે માટે પણ બંને પાર્ટીઓ દ્વારા ખૂબ સતર્કતા રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ અને જેડીએસએ પહેલાં તેમના ધારાસભ્યોને ઈગલટોન રિસોર્ટમાં રાખ્યા હતા અને ત્યારપછી ગુરુવારે મોડી રાતે તેમને હૈદરાબાદની હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

    • શનિવારે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબીત કરવાનો સુપ્રીમનો આદેશ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      શનિવારે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબીત કરવાનો સુપ્રીમનો આદેશ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વજુભાઈને સુપ્રીમની થપ્પડ| Supreme Court rejects governor Vaju Bhais decision
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top