ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rajinikanths wife, in trouble for the case of selling film rights

  રજનીકાંતની પત્ની 6.2 Cr પરત કરેઃ SC, ફિલ્મ રાઇટ્સ વેચવાનો મામલો

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 05:23 PM IST

  એડ બ્યૂરો કંપનીએ કોર્ટમાં અરજી દાખલ કરીને લતા રજનીકાતં પર દગાખોરીનો આરોપ લગાવ્યો છે
  • ફિલ્મ રાઈટ્સ વેચવાના મામલે ફસાઈ રજનીકાંતની પત્ની
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફિલ્મ રાઈટ્સ વેચવાના મામલે ફસાઈ રજનીકાંતની પત્ની

   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રજનીકાંતની પત્ની લતાને વ્યાજ સહિત રૂ. 6.20 કરોડ એડ કંપનીને ચૂકવવાનો આદેશ કર્યો છે. તે માટે કોર્ટે 12 સપ્તાહનો સમય પણ આપ્યો છે. નોંધનીય છે કે, લતા પર ફિલ્મ કોચ્ચાડિયનના રાઈટ્સ વેચવામાં દગાખોરી કરવાનો આરોપ છે. તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

   ક્યારથી ચાલી રહ્યો છે વિવાદ?

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, 2014માં ફિલ્મ કોચ્ચાડિયાન રિલીઝ થઈ ત્યારથી વિવાદ શરૂ થયો હતો.
   - એડ બ્યૂરો કંપનીએ કોર્ટમાં અરજી દાખલ કરીને લતા રજનીકાંત પર દગાખોરીનો આરોપ લગાવ્યો હતો.
   - અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લતાએ ફિલ્મના રાઈટ્સ આપવાની વાત કરીને ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે રૂ. 10 કરોડની લોન લીધી. ત્યારપછી મીડિયા વન કંપનીએ ફિલ્મના રાઈટ્સ ઈરોસ ઈન્ટરનેશનલને આપી દીધા હતા.
   - 8 જુલાઈ 2016ના રોજ સુપ્રીમે કોર્ટે નોટીસ આપીને લતાને તેનો પક્ષ મુકવા કહ્યું હતું. 20 ફેબ્રુઆરીએ કોર્ટે લતાને રૂ. 6.20 કરોડ વ્યાજ સહિત એડ બ્યૂરો કંપનીને પરત કરવાનો આદેશ આપ્યો હતો.

   નકલી દસ્તાવેજના આરોપમાં એફઆઈઆર

   - લતા પર નકલી દસ્તાવેજ રજૂ કરીને લોન લેવાનો આરોપ છે. કેસમાં બેંગલુરુ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અમે લતા રજનીકાંત પર કોર્ટમાં નકલી દસ્તાવેજ રજૂ કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. લતા વિરુદ્ધ ફરિયાદ છે કે તેમણે વેલફેર એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને પ્રેસ ક્લબના નકલી લેટર હેડનો ઉપયોગ કર્યો હતો.
   - નોંધનીય છે કે, કોર્ટે પોલીસને આ એસોસિયેશન વિશે પૂરી તપાસ કરીને રિપોર્ટ આપવા કહ્યું છે.

   કલંક સાથે રાજકારણમાં એન્ટ્રી

   - રજનીકાંતે 31 ડિસેમ્બરે રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. તેઓ તામિલનાડુની અને આગામી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
   - સુપ્રીમ કોર્ટના આદેશ પછી તેમની છબીને નુકસાન પહોંચી શકે છે. કારણકે તેમણે રાજકારણને સ્વચ્છ બનાવવા માટે મેદાનમાં ઉતરવાની વાત કરી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • લતા પર નકલી દસ્તાવેજ રજૂ કરીને લોન લેવાનો આરોપ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લતા પર નકલી દસ્તાવેજ રજૂ કરીને લોન લેવાનો આરોપ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rajinikanths wife, in trouble for the case of selling film rights
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `